________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૧૫૯ દાદાશ્રી : હા, આ અપ્રતિક્રમણનો દોષ છે. તે ઘડીએ પ્રતિક્રમણ ના કર્યા, તેને લઈને આજે આ બન્યું. હવે પ્રતિક્રમણ કરવાથી ફરી દોષ ઊભો નહીં થાય.
પ્રશ્નકર્તા : પણ અમુક વખતે તો ઘણાં બધાં પ્રતિક્રમણ કરીએ છીએ ને પાછું પ્રતિક્રમણ કરવાનું એટલે બહુ ગુસ્સો આવે ? આમ કેમ થઈ જાય છે ?
દાદાશ્રી : મહીં બગડ્યું હોય, તે વખતે તો પ્રતિક્રમણ કરીને ધોઈ નાખવું. અને પછી દાદા પાસે રૂબરૂ આવીને કહી દેવું કે આવું અમારું મન બહુ બગડી ગયું'તું. દાદા, તમારાથી કંઈ છૂપું રાખવું નથી. એટલે બધું ઊડી જાય. અહીંની અહીં જ દવા આપીએ. બીજા કોઈને દોષ બેઠો હશેને તે અમે ધોઈ આપીશું.
જ્યાં ઈન્ટરેસ્ટ ત્યાં કરો પ્રતિક્રમણ ! પ્રશ્નકર્તા : પેલી ફરી ફરી દ્રષ્ટિ ખેંચાય, એકની એક જગ્યાએ દ્રષ્ટિ ખેંચાય, એ તો ઈન્ટરેસ્ટ (રુચિ) હોય તો જ, એવું ના કહેવાય ?
દાદાશ્રી : ઈન્ટરેસ્ટ જ ને ? ઈન્ટરેસ્ટ વગર તો દ્રષ્ટિ ખેંચાય જ નહીં ?
[૭] પસ્તાવા સહિતના પ્રતિક્રમણો !
પ્રત્યક્ષ આલોચતાથી, રોકડું છૂટાય ! શ્રી વિઝનથી તો બધું રાગે પડી જ જાયને !
પ્રશ્નકર્તા : મારી દ્રષ્ટિ પડે ને ક્યારેક, તો મને થાય કે અરેરે ! આ દ્રષ્ટિ ક્યાં પડી ?! પ્રતિક્રમણ કરવું પડશે. કંટાળો આવે.
દાદાશ્રી : પણ કંટાળો આવે ને, એ તો દ્રષ્ટિ પડી જાય છે. આપણે પાડવી નથી છતાં પડી જાય છે. માટે પુરુષાર્થ કરવાનો અને પ્રતિક્રમણે ય કરવાની જરૂર છે.
પ્રશ્નકર્તા : અમુક વસ્તુનો એટલો બધો ગુસ્સો આવે છે કે, એમ થાય છે કે આ કેમ આવું થાય છે ? સમજમાં નથી આવતું ?
દાદાશ્રી : ગયા ફેરે પ્રતિક્રમણ ના કર્યા. તેથી આ ફેરે ફરી દ્રષ્ટિ પડે છે. હવે પ્રતિક્રમણ કરશું એટલે ફરી નહીં પડે, આવતા ભવમાં.
પ્રશ્નકર્તા: અમુક વખત તો પ્રતિક્રમણ કરવાનો કંટાળો આવી જાય છે. એકદમ એટલા બધાં કરવા પડે.
પ્રશ્નકર્તા : મહીં રુચિ ખરી. દ્રષ્ટિ ખેંચાય એનું પ્રતિક્રમણ થાય, પછી રાત પડી કે પાછું દ્રષ્ટિ ત્યાં આગળ જાય, રુચિ થાય, એનું પ્રતિક્રમણ થઈ જાય, એ ચેહર (પ્રકરણ) પૂરું થઈ ગયું. પાછી પાંચ-દસ મિનિટ અસર થાય. એટલે થાય કે આ શું ગરબડ છે ?
દાદાશ્રી : એ ફરી ધોઈ નાખવું જોઈએ, એટલું જ બસ. પ્રશ્નકર્તા : બસ એટલું જ ? બીજું મનમાં કાંઈ રાખવાનું નહીં ?
દાદાશ્રી : આ માલ આપણે ભરેલો છે અને જીમેદારી આપણી છે. એટલે આપણે જોયા કરવાનું, ધોવામાં કાચું ના રહી જવું જોઈએ.
પ્રશ્નકર્તા : કપડું ધોવાઈ ગયું કોને કહેવાય ?