________________
૧૫૭
૧૫૬
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય એટલે પછી ચંદ્રેશને એકલાને જ ભોગવવાનું. તમારે નહીં ભોગવવાનું અને પેલું તો તમારે ને ચંદ્રેશને બન્નેને ભોગવવાનું. છે પ્રકૃતિનું, આત્માએ કર્યું એવું ના હોય, તો રાગે પડશે.
પતાવો પ્રકૃતિને પટાવીને ! પ્રશ્નકર્તા : દરેકે પોતાની ફાઈલ જોઈને કરવું જોઈએ. દરેકની ફાઈલને જુદી જુદી દવા માફક આવે. એકસરખી દવા ના માફક આવે. મારી ફાઈલને એવું વઢવાની કડક દવા માફક ના આવે.
દાદાશ્રી : હા, કોઈને પ્રેશર વધી જાય, કોઈને કશું એવું થઈ જાય. પ્રશ્નકર્તા ઃ તો આ બધા એકબીજાનું જોઈ જોઈને કરવા જાય આમ.
દાદાશ્રી : ના, જોઈ જોઈને કરશો નહીં. મને પૂછવું એ. એ મેં કહ્યું છે. અલ્યા, કોઈ કરશો નહીં, ગેટ-આઉટ, ગેટ-આઉટ કહીએ તો
બ્લડપ્રેશર વધી જાય. એટલે તમારે તો અરીસામાં જોઈને કહેવું કે ભઈ હું છું, તારી સાથે. તું ગભરાઈશ નહીં, કહીએ. એમાં પ્રેશર ના થઈ જાય. નિશ્ચય જોઈએ આમાં, નિશ્ચય.
પ્રશ્નકર્તા : તમે જે પ્રયોગો બતાવો છો ને, અરીસામાં સામાયિક કરવાનું. પછી પ્રકૃતિ સાથે વાતચીત કરવાની, એ પ્રયોગ બધા બહુ સારા લાગે છે. પછી બે-ત્રણ દિવસ સારું થાય, પછી એમાં કચાશ આવી જાય
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય કરીએ. એ અધૂરો મૂકીએ. ત્રીજો પ્રયોગ કંઈ બતાવે. એમાં અધૂરો એટલે બધા અધૂરા રહે છે.
દાદાશ્રી : એ આપણે ફરી પૂરા કરવા, ધીમે ધીમે એક એક લઈને. અરીસાનો પ્રયોગ પૂરો નહીં કર્યો ?
પ્રશ્નકર્તા : ના, એટલે જ્યારે કરીએ એટલો લાભ થાય. પણ આપણે પછી જે છૂટાપણું રહેવું જ જોઈએ. આ ભાઈને જે છૂટો જોઉં છું, એમ પછી પરમેનન્ટ નથી જોવાતું. પ્રકૃતિને જાણીએ ખરા, જુદી છે.
દાદાશ્રી : કેટલું વઢ્યો’તો એ, રડ્યો ત્યાં સુધી વઢ્યો’તો. તે બોલો હવે કેટલું છૂટું પડી ગયું ?! તું કંઈ વઢ્યો હતો એવું કોઈ દહાડો ? રડે એવો ?
પ્રશ્નકર્તા : રડ્યો નહોતો, પણ ઢીલો થઈ ગયો’તો.
દાદાશ્રી : ઢીલો થઈ ગયો’તો. તું ટેડકાવું તો સીધો થઈ જાય ખરો ! ત્યારે પછી એ પ્રયોગ કેટલો કિંમતી પ્રયોગ છે. લોકોને આવડે નહીં. જુઓને, આ ભઈ બેસી રહે ઘેર, પણ આવો પ્રયોગ ના કરે.
પ્રશ્નકર્તા ઃ અમે હઉ બેસી રહીએ છીએ. એટલે એમાં કચાશ છે કે પછી પ્રયોગનું મહત્વ સમજાયું નથી કે પછી આમાં હકીકત શું બને
દાદાશ્રી : એટલો ઉલ્લાસ ઓછો છે.
દાદાશ્રી : કચાશ આવે તો પાછું ફરી નવેસર કરવું. જૂનું થાય એટલે બધું કચાશ જ આવે. પુદ્ગલનો સ્વભાવ જૂનું થાય એટલે બગડતું જાય અને નવી પાછી ગોઠવણી કરીને મૂકી દેવાનું.
પ્રશ્નકર્તા : એટલે એ પ્રયોગ દ્વારા જ કાર્ય સિદ્ધ થઈ જવું જોઈએ. એ થતું નથી ને અધવચ્ચે પૂરો થઈ જાય છે પ્રયોગ.
દાદાશ્રી : એમ કરતાં કરતાં સિદ્ધ થાય, એકદમ ના થઈ જાય. પ્રશ્નકર્તા એ પ્રયોગ અધૂરો હોય અને પછી બીજો પ્રયોગ પાછો