________________
૧૫૪
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય પ્રશ્નકર્તા એવું કો'ક વાર વિચાર આવે છે !
દાદાશ્રી : પણ તે કો'ક વખત ને ? એટલે રોજ જમવાનો વિચાર આવે છે, એવું નહીં ને ? એ કો'ક કો'ક વખતે હાજર થાય વખતે. કોક દાડે વરસાદ પડે એવું ?
પ્રશ્નકર્તા : એ કો'ક દા'ડે. એટલે પહેલાં આમ બહુ આવતા'તા ને આખો દહાડે, એ બંધ થઈ ગયા.
દાદાશ્રી : અને હજુ તો વધુ ટાઈમ જશે ને એટલે એ દિશા જ બંધ થઈ જશે. જ્યાં આગળ જે દિશામાં આપણે જવું'તું એ દિશા આપણે નક્કી થઈ જાય, પછી પાછલી બધી અડચણ આવતી બંધ થઈ જાય ને પછી એ દિશા જ બંધ થઈ જાય. પછી આવે નહીં. પછી અમારા જેવું રહેવાય. એવું ઉત્પન્ન થઈ જાય.
પ્રશ્નકર્તા : હમણાં આ શ્રી વિઝન સારું રહે છે.
દાદાશ્રી : શ્રી વિઝન તો બહુ કામ કાઢી નાખે. નિદિધ્યાસન દાદાનું રહે છે ને ? એ નિદિધ્યાસનથી બધું ફળ મળે. નિદિધ્યાસન પછી ઈચ્છા જ ના થાય કોઈ ચીજની. ભીખ જ ના હોય.
વિષયનો વિચાર આવે તો ય કહીએ, ‘હું હોય’ આ જુદું, એને ટૈડકાવો પડે. ચંદ્રેશને “આમ કર, આમ કામ કર, આમ કામ કર” ઊલટી આપણે દોરવણી કરવી. ના કરતો હોય તો આપણે એવું જરા કહેવું પડે કે આ બધાંની જોડ નહીં ચાલો તો, તમારી શી દશા થશે ? હાંકનાર તો જોઈએ કે ના જોઈએ ?
પ્રશ્નકર્તા : જોઈએ.
દાદાશ્રી : એટલે આ જ્ઞાન આપ્યું છે, શુદ્ધાત્મા રહે છે. હવે એમાં જો ચૂક ના ખઈશ, હવે જે કંઈ આવે તે બધું ચંદ્રશનું છે. એટલે ચંદ્રશની જોડે તારે ભાંજગડો કર્યા કરવી. ‘તું તો પહેલેથી એવો જ છું, મારે લેવા દેવા નથી.' એવું તારે કહી દેવું. ‘જો સીધો ચાલ. સીધો ચાલવું હોય તો ચાલ, નહીં તો પછી હું તો હપૂચ તરછોડ કરી દઈશ’ કહીએ. કિંચિત્માત્ર
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૧૫૫ દુઃખ એ મારું સ્વરૂપ જોય. કિંચિત્માત્ર મહીં આ ઉપાધિ થાય એ સ્વરૂપ મારું ન્હોય. દાદાએ મને જે આપ્યું છે એ નિરુઉપાધિપદ, પરમાનંદી પદ આપ્યું છે, એ મારું સ્વરૂપ છે.
થોડું થોડું ચંદ્રશને ય ટૈડકાવતો રહે. કોઈ ટૈડકાવનાર નહીં તને. તને ટૈડકાવે તેને તું કેડી ખઉં એવો છું. તને ધોલ મારવાની ટેવ છે ને ? તે કહીએ, ચંદ્રશ, તને ધોલો મારીશ હવે તો. કંઈ પણ મહીં એ લાગે, એ વિષય વિકારી વિચાર એટલે સમજી જવાનું કે આ ચંદ્રશ, હું હોય. કંઈ પણ ફેરફાર થાય એ ચંદ્રેશ, આપણે નહીં. આપણામાં હોય જ નહીં ને !
પ્રશ્નકર્તા : પોતાના બધા દોષો જલ્દી નીકળી જાય, એના માટે શું કરવું જોઈએ ?
- દાદાશ્રી : જલ્દી વળી હોતું હશે? એક દોષ કાઢી નાખવા જેવો થયો છે જલ્દી. એ તો ભ્રાંતિથી આ દોષ ઉત્પન્ન થાય છે, વિષય-વિકાર એકલો જ. બીજા બધા દોષો તો એની મેળે ટાઈમ પર જ જાય, એકદમ જલ્દી ના જાય. આ વિષય-વિકાર તો એક જાતની ખાલી ભ્રાંતિ છે.
પ્રશ્નકર્તા: આમાંથી પાર ઊતરી જવાશે, એવી શ્રદ્ધા બેસી ગઈ છે આમ.
દાદાશ્રી : બેસી જાય. નીકળી જવાય આમ કરતાં કરતાં. દસ વર્ષ કાઢી નાખ્યાને એટલે એમ થયે પછી હવા જુદી આવે. અત્યારે ખીણમાં છે એટલે લાગે એવું. ખીણમાંથી બહાર નીકળ્યા એટલે ‘ફક્કડ” ! બિમારી નીકળીને એટલે ગભરામણ થાય જરા. પણ મારીએ રોફ ને, ચંદ્રેશને ‘તારા મનમાં શું સમજુ છું ?” કહીએ. પણ મને પૂછીને ટેડકાવજે, હો. નહીં તો બ્લડપ્રેશર પર અસર થઈ જાય. પછી અહીં છટકયા એટલે પોતે ફાવ્યા. પછી બીજી મૂંઝવણને મૂંઝવણ ગણશો નહીં. અમે ઈશારો કરીએ તમને, અમે જાણીએ છીએ કે તમે જુવાન ઊંમરના છો.
ભેગા મળીને કામ કરે ત્યાં એ ભાગીદાર, જવાબદારીનું કામ કરે. ભાગીદારીમાં એ ભેગા કામ કરે, એ બંનેને ભોગવવું પડે. પણ જો જુદા રહીને કરે, તો સહુ સહુની જવાબદારી. એટલે તમે જુદા રહીને કરો