________________
[]
પોતે' પોતાને વઢવો !
પોતાને ઠપકારી સુધારો ! પ્રશ્નકર્તા : આપની પાસે આજ્ઞા લીધી. પછી જરાક ઘરે ગયા પછી બગડી ગયું.
દાદાશ્રી : હવે ક્યા હોગા ? ઐસા હો ગયા ફિર અલીખાન ક્યા કરે(!).
પ્રશ્નકર્તા: આવું કેમ થાય ? આવું થવાનું કારણ શું ?
દાદાશ્રી : અણસમજણ આપણી. અહીંથી નક્કી કરીને ગયા હોય કે મારે ઘેર જઈને દવા પી લેવી, પણ ના પીવે તો પછી આપણી અણસમજણ જ કહેવાય ને ! આ ભાઈએ જુઓને ખખડાવ્યો હતો. પોતાની જાતને, ધમકાવી નાખ્યો. આ રડતો હતો હઉ, એ ખખડાવતો હતો, બેઉ જોવા જેવી ચીજ..
પ્રશ્નકર્તા: એક વાર બે-ત્રણ વખત ચંદ્રેશને ટૈડકાવેલો, ત્યારે બહુ રડેલો પણ ખરો. પણ મને એમ પણ કહેતો હતો કે હવે આવું નહીં થાય,
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૧૫૩ છતાં ફરીથી થાય છે.
દાદાશ્રી : હા. એ તો થવાનું તો ખરું, પણ એ તો વારેઘડીએ પાછું કહેવાનું, આપણે કહેતાં રહેવાનું ને એ થયા કરવાનું. કહેવાથી આપણું જુદાપણું રહે. તન્મયાકાર ના થઈ જઈએ. એ પાડોશીને વઢીએ એવી રીતે ચાલ્યા કરે. એમ કરતું કરતું પૂરું થઈ જાય અને બધી ફાઈલો પૂરી થઈ જશે ને !
| વિચારોને જોયા કરવા. ‘તો તમે મહીં ભરાઈ રહ્યા છે !” એવું કહેવું આપણે ઊલટું ! ‘આટલો બધો કરફયુ મૂકયો તો ય હજુ પેસી ગયા છો ?' કહીએ ! માટે ‘ભાગો, નહીં તો આ કરફયુ છે' કહીએ, ‘હવે, આવી બન્યું જાણો.” - બ્રહ્મચર્ય બરાબર પળાય એટલે ધીમી ધીમી અસર થવા માંડે. આ મોઢા ઉપર તેજ આવતું જાય. પણ હજુ બહુ ખાસ મોઢા ઉપર બહુ તેજ નથી દેખાતું. ખોટ નથી દેખાતી પણ તેજ તો દેખાતું નથી બરોબર !
પ્રશ્નકર્તા : એનું શું કારણ હશે ?
દાદાશ્રી : દાનત ! દાનત તારી ખરાબ છે. ક્યાંથી તેજ દેખાય ? એ તો જોતાં પહેલા તારી દાનત બગડી જાય છે. વિષય-વિકાર તો હોતા હશે, બ્રહ્મચારી થયા પછી ?!
પ્રશ્નકર્તા: એ માટે શું કરવું જોઈએ ? આ દાનત આવી છે એટલે દાનત સુધરે, એના માટે શું કરવું જોઈએ ? એનો ઉપાય શું ?
દાદાશ્રી : વિચાર આવે છે તે હું હોય. આપણે એને ટૈડકાવો જોઈએ. તું શું ટૈડકાવતો'તો ? ચંદ્રેશને ટૈડકાવતો હતો ને ? તે કોઈ દહાડો ટૈડકાવ્યો છે ? પછી પંપાળ પંપાળ કરું તો શું થાય ? એને ટેડકાવીએ ને, બે ધોલો મારી દઈશ, એમ કહીએ. રડે તો ચંદ્રશ. તું ટૈડકાવતો હોય અને ચંદ્રેશ રડતો હોય ! એવું થશે ત્યારે રાગે પડશે. નહીં તો અણહક્કના વિષય-વિકાર તો નર્કગતિમાં લઈ જાય. એનાં કરતાં પૈણું તો સારું, એ હક્કનો તો ખરો ! વિષય-વિકારની ઈચ્છાઓ થતી નથી ?