________________
૧૬૧
૧૬૦
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય દાદાશ્રી : આપણને પોતાને જ ખબર પડે કે મેં ધોઈ નાખ્યું. પ્રતિક્રમણ કરીએ એટલે.
પ્રશ્નકર્તા : મહીં ખેદ રહેવો જોઈએ ?
દાદાશ્રી : ખેદ તો રહેવો જ જોઈએ ને ? ખેદ તો જ્યાં સુધી આ નિવેડો ના આવે ત્યાં સુધી ખેદ તો રહેવો જ જોઈએ. આપણે તો જોયા કરવાનું. ખેદ રાખે છે કે નહીં તે. આપણે આપણું કામ કરવાનું છે, એ એનું કામ કરે.
પ્રશ્નકર્તા : આ બધું ચીકણું બહુ છે. એમાં થોડો થોડો ફરક પડતો જાય છે.
દાદાશ્રી : જેવો ભરેલો દોષ એવો નીકળે. પણ તે બાર વર્ષે કે દસ વર્ષે-પાંચ વર્ષે બધું ખાલી થઈ જશે, ટાંકીઓ બધું સાફ કરી નાખશે. પછી ચોખ્ખું ! પછી મજા કરો !
- પ્રશ્નકર્તા : એક વખત બીજ પડી ગયું હોય એટલે રૂપકમાં તો આવે જ ને ?
દાદાશ્રી : બીજ પડી જ જાયને ! એ રૂપકમાં આવવાનું પણ જ્યાં સુધી એનો જામ થયો નથી, ત્યાં સુધી ઓછા-વત્તા થઈ જાય. એટલે મરતાં પહેલાં એ ચોખ્ખો થઈ જાય.
તેથી અમે વિષયના દોષવાળાને કહીએ છીએ ને કે વિષયના દોષ થયા હોય, બીજા દોષ થયા હોય, તેને કહીએ કે, રવિવારે તું આમ ઉપવાસ કરજે ને આખો દહાડો એ જ વિચાર કરીને, વિચાર કરી કરીને એને ધો ધો કર્યા કરજે. એમ આજ્ઞાપૂર્વક કરે ને, એટલે ઓછું થઈ જાય !
વિષય સંબંધી સામાયિક, પ્રતિક્રમણ... પ્રશ્નકર્તા : વિષય-વિકાર સંબંધીનું સામાયિક-પ્રતિક્રમણ કરવાનું કેવી રીતે ?
દાદાશ્રી : અત્યાર સુધી ભૂલ થઈ ગઈ હોય તેના પ્રતિક્રમણ
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય કરવાનાં, ભવિષ્યમાં ભૂલ નહીં થાય એવો નિશ્ચય કરવાનો.
પ્રશ્નકર્તા : આપણે સામાયિકમાં તો જે કંઈ દોષ થયા હોય, તે ફરી ફરી દેખાતા હોય તો ?
દાદાશ્રી : દેખાય ત્યાં સુધી એની ક્ષમા માંગવાની, ક્ષમાપના કરવાની, એના પર “એ” પસ્તાવો કરવાનો, પ્રતિક્રમણ કરવાનું.
પ્રશ્નકર્તા : આ હમણાં સામાયિકમાં બેઠા, આ દેખાયું છતાં ફરી ફરી કેમ આવે છે ?
દાદાશ્રી : એ તો આવને, મહીં પરમાણુ હોય તો આવે. તેનો આપણને શું વાંધો છે ?
પ્રશ્નકર્તા : આ આવે છે એટલે એમ કે હજી ધોવાયો નથી.
દાદાશ્રી : ના, એ તો માલ હજુ ઘણાં કાળ સુધી રહેશે. હજુ ય દસ-દસ વરસ સુધી રહેશે, પણ તમારે બધો કાઢવાનો.
પ્રશ્નકર્તા: આ દ્રષ્ટિ જે જતી રહે છે, એનાં માટે શું કરવું? એટલે આમ ખબર પડે કે આપણે અહીં ઉપયોગ ચૂક્યા, આપણને આ ‘સ્ત્રી’ છે એ “સ્ત્રી” જ દેખાવી જ ના જોઈએ ને ?
દાદાશ્રી : સ્ત્રી દેખાય, મહીં વિચાર આવે, તો ય એ બધું પ્રતિક્રમણ કરવાનું. તારે ચંદ્રશને કહેવાનું, પ્રતિક્રમણ કર ! એ કંઈ મોટી વસ્તુ નથી.
વિષયોમાં સુખબુદ્ધિ કોને ? પ્રશ્નકર્તા : પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં સુખબુદ્ધિ છે, ત્યાં સુધી નિકાલ થાય નહીં ને ?
દાદાશ્રી : જે આત્મા મેં તમને આપ્યો છે, એમાં સુખબુદ્ધિ જરાય નથી. આ સુખ એણે કોઈ દહાડો ય ચાખ્યું પણ નથી. એ જે સુખબુદ્ધિ છે, તે અહંકારને છે.
સુખબુદ્ધિ થાય તેનો કંઈ વાંધો નથી. સુખબુદ્ધિ એ વસ્તુ આત્માની