________________
(૩) રહસ્ય, જુદા જુદા મુખડા તણાં ! દરેતે કોણે ઘડ્યા ?
કોઈ એક જણે મને કહ્યું, ‘આ ભગવાને મોઢા જુદા જુદા બનાવ્યા, તે શી રીતે બનાવ્યા હશે ? એ શેમાં બનાવ્યા હશે ?” ‘અલ્યા મૂઆ, ભગવાને નથી બનાવ્યા.' પછી મને કહે છે, “પણ આ બધા માણસ ભગવાન વગર જુદા જુદા શી રીતે ઘડ્યા હશે ?” મેં કહ્યું, ‘બીબાં નવાં નવાં મૂક્યાં હશે જાત જાતનાં !' ત્યારે કહે, ‘એવાં કેટલાંક બીબાં !' મૂઆ, ન્હોય આ બીબાની વાત. ‘તો શા આધારે આ બધા જુદા જુદા છે ?' મેં કહ્યું, ‘જો કદી ભગવાન ત્યાં બનાવતા હોત તો તો કારખાનામાં એક બીબાંમાંથી કાઢ્યા હોય એવા જ હોત બધા.’
પ્રશ્નકર્તા : આ જેમ ગુલાબનાં ફૂલ એટલે ગુલાબનાં ફૂલ.
દાદાશ્રી : સરખું જ ! સરખું જ દેખાતું હોય પણ એવું નથી. ત્યારે કહે છે, ‘આ શી રીતે છે ? આ શું છે ? આ બધાના મોઢા ભગવાને જુદા જુદા બનાવ્યા. કેવી રીતે બનાવ્યા હશે ?” ત્યારે મેં કહ્યું, જીવમાત્ર એકેય સેઈમ (સરખા) નહીં. એડજસ્ટેબલ બિલકુલ ના થાય. એનું કારણ કે એ તદ્દન જુદી જ વસ્તુ છે.
આ ડિઝાઈન કોણે બનાવી ? મુશ્કેલી ઊભી થાય ને ? તેથી લોકોએ કહ્યું કે ભગવાન વગર બનાવી જ ના શકે.
પ્રશ્નકર્તા : એ પણ અસંગત વાત છે. કોઈ બનાવે તો આવી રીતે બનાવી જ ના શકે.
દાદાશ્રી : બીબાં એક જ જાતનાં હોય ને ! એ બધાં દસ જાતનાં કે સો જાતનાં હોય, એવાં હોય તો દરેક સો-બસો માણસ
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
મળતાં આવતાં હોય ને પાછો લોચો ઊભો ને ઊભો રહે ને ? જમાઈ આવ્યા હોય, ત્યારે પછી આપણે જોઈએ. અલ્યા, આપણે કંકું છાટેલું હતું, એ ન્હોય આ ! કોઈ નિશાની છાંટી હોય ને ? નિશાની છાંટીને રાગે પાડવું પડે.
૧૧૪
પ્રશ્નકર્તા : પણ દાદાજી, એ તો કલ્પી ના શકાય, ગોટાળા શું થાય તે એના ?
દાદાશ્રી : ભગવાને કર્યું નથી. લોક તો એવું જ માને કે જો ભગવાન હોય તો ગોઠવી આપે કે બધું જુદું જુદું રાખો, નહીં તો પછી એને એની બૈરી ઓળખશે કેવી રીતે ? પણ વગર ભગવાને આવી બધી ગોઠવણી શી રીતે થઈ એ ? ત્યારે એના જવાબમાં કહેશે, ‘સ્પેસ જુદી જુદી છે. દરેક જીવ બેઠો છે કે ઊભો છે કે સૂઈ જાય છે, એ સ્પેસ જુદી છે અને તેને લઈને આ ડિફરન્સ છે.'
તે મને કહે છે, ‘ભગવાને બહુ સારું બનાવ્યું છે કે જુઓ કોઇ કોઇનું મોઢું મળતું નથી.‘ મેં કહ્યું, ‘ભગવાને જો બનાવ્યું હોતને તો ભગવાનને બિચારાને નવરાશ જ ન હોત. આ તો સ્પેસ જુદી છે. એટલે એના આધારે બધું થઇ ગયું છે.' કાળ એક જ છે બધાનો. હું શ્યારે વાત કરું છું ને, ત્યારે બધાનો સાંભળવાનો કાળ એક જ છે પણ સ્પેસ જુદી છે. એ તમને પીએચ.ડી.વાળાને તો સમજાઈ જાયને કે સ્પેસ જુદી છે ?
પ્રશ્નકર્તા : જુદી છે. દાદાશ્રી : માટે જુદું છે
આ બધું. તેથી અમે ‘વ્યવસ્થિત' કહ્યું છે. એટલું બધું વ્યવસ્થિત છે કે કોઇ પણ જાતની ભૂલ ના નીકળે. ભગવાન જો જાતે બનાવત તો ભૂલવાળું થાત. કારણ કે ભગવાનમાં જરાય અક્કલ નથી અને આ તો અક્કલનું કામ છે. ભગવાનમાં જ્ઞાન છે પણ અક્કલ જરાય નથી. આ તો કુદરતે બનાવેલ છે, ધીસ ઇઝ બટ નેચરલ ! કેવું સુંદર બનાવ્યું ? અને તે વ્યવસ્થિતને આધીન રહીને બનાવ્યું છે. અમે ભગવાનને અક્કલ નથી એમ કહીએ ને, તો