________________
(૫.૩) રહસ્ય, જુદા જુદા મુખડા તણાં !
૧૧૫
૧૧૬
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
ભગવાન હસે ઊલટા અને તમે કહો તો ચિઢાય. માટે તમે બોલશો નહીં. હું બોલું એ તમે ના બોલશો. મારે એની જોડે દોસ્તી જુદા પ્રકારની છે. મેરેજ જુદા પ્રકારનું ને તમારે મેરેજ થયું નથી. તમે એમને ઓળખ્યા ખરા પણ મેરેજ થયું નથી.
પ્રશ્નકર્તા : લગન નથી થયાં, વિવાહ તો થયા છે ને ? દાદાશ્રી : હા, વિવાહ થયા છે, પણ લગન થયું નથી.
દાણ દાણો જુદો ! આપણે કોઈ જગ્યાએ નાનો અમથો ધોધ પડતો હોય, પણ ત્યાં જાવ એટલે પેલા પરપોટા થાય કે ના થાય ? પરપોટા તે કોઈ આવડો થાય, કોઈ આવડો થાય, કોઈ આવડો થાય, ત્યાં કોઈ ક્રિયેટર દેખાય છે ?
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : અને પરપોટા નાના-મોટા થાય છે પણ એની ડિઝાઈનમાં ચેન્જ થાય છે ? હાફ રાઉન્ડ ને એની ડિઝાઈન-બિઝાઈન, આકાર બધાના સરખા પણ સાઈઝ સરખી નથી તેમ જ જુદા જુદા ટાઈમ ફૂટે છે. હવે કહે છે, એ પરપોટા નાના-મોટા કેમ થાય છે ? ત્યારે કહે, પડતી વખતે સ્પેસ બદલાય છે. એક જ સ્પેસ નથી હોતી. સ્પેસ કેટલું બધું કામ કરે છે !
પ્રશ્નકર્તા : એ બહુ સરસ વાત છે, દાદાજી.
દાદાશ્રી : ખીચડીમાં દાણા બધા જ જુદા. સરખા દેખાય ? બધામાં ફેર. કારણ કે બધાની સ્પેસ જુદી. પોતાની સ્પેસમાં જ બફાયો
નહીંને, પછી આપણો વ્યવહાર ચાલે જ નહીં. સિનેમામાંથી બહાર નીકળ્યા એટલે પછી ધણી ખોળવો મહામુશ્કેલ થઈ જાય ને ?
પ્રશ્નકર્તા : દરેકના આત્માની કેટેગરી તો એક જ ને, દાદા ? તોયે એમાં ફેર કેમ ?
દાદાશ્રી : સ્પેસ હંમેશાં ફેર જ હોય, જીવમાત્રની. એ જે જગ્યાએ રહ્યો છે, તે જગ્યાએ બીજો ન આવી શકે.
પ્રશ્નકર્તા : અચ્છા, એ સ્પેસ રિપ્લેસ ન થઈ શકે ?
દાદાશ્રી : નહીં. એટલે પોતાની એ સ્પેસને લઈને ફેરફાર આવો છે. જોને, કેવી સરસ વ્યવસ્થા છે ! સ્પેસને લઈને મોટું, ઊંચાઈ-બુંચાઈ બધું સ્પેસના આધારે !
પ્રશ્નકર્તા : પ્રાકૃતિક ગુણને કારણે આ જુદા છે ?
દાદાશ્રી : આ બધું જુદું છે. બાપ દીકરાની એક જગ્યા હોય ખરી ? સ્પેસ જુદી હોય કે ના હોય ? કે ભેગા-ભેગી હોય ? એટલે સ્પેસના આધારે આ બોડી ને બધું છે. એટલે જેટલા જીવ એટલી સ્પેસ ને એટલા એટલા મોઢા જુદા બધા, નહીં તો તો આપણે આપણા છોકરાને બોલાવવા જઈએ તો જડે નહીં.
અને જો જુદું ના હોત તો ધણીને સ્ત્રી બદલાયા કરત, સ્ત્રીને પુરુષો બદલાયા કરત. આને ત્યાં આ જાત, આને ત્યાં આ જાત. હવે મોઢા એક જાતના, તે શી રીતે ઓળખાણ પડે ?
જુઓને, જાતજાતના માણસોના આકાર, નવા નવા આકાર. આકારમાં કેટલા બધા ચેઇન્જ છે !
સ્પેસ જો ફેરફાર ના હોત તો મોઢા બધા સરખા હોત. એટલે દશા શું થાય ? લોક મુશ્કેલીમાં મૂકાઈ જાય !!! કેવું સરસ ગોઠવેલી દુનિયા છે ? કોઈએ રચેલી નથી. રચ્યા વગર થયેલી છે.
પ્રશ્નકર્તા : બે માણસોના ફોટા સરખા બહુ ઓછા જોવા મળે.
જુઓ તો ખરા, આ બધું સ્પેસના આધારે. આ તો બહુ મોટું સાયન્સ, વિજ્ઞાન છે જાણવા જેવું !
સ્પેસ'ના આધારે “ફેસ' ! આ મનુષ્યના બધા મોઢા સરખા જ હોય તો જુદું ઓળખાય જ