________________
૧૧૮
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
(૫.૩) રહસ્ય, જુદા જુદા મુખડા તણાં !
૧૧૭ દાદાશ્રી : બહુ ઓછા નહીં, એકુય માણસ નહીં. બે માણસોને સરખા ક્યાં જોયેલા તમે ?
પ્રશ્નકર્તા : એવા ફોટા આવ્યા છે, હમણાં જ એવા ફોટાઓ આવ્યા છે, બે સરખા.
દાદાશ્રી : ના, એ સરખા દેખાય છે તો ખરા, પણ એક્કેક્ટનેસમાં નથી હોતું.
પ્રશ્નકર્તા : બીજા ગ્રહો ઉપર આવાં જ માણસો હોઈ શકે ? દાદાશ્રી : બધે આવું ને આવું જ.
પ્રસનકર્તા : એમના જેવા જ બીજા હોય ત્યાં ઉપર ? દા.ત. પ્રવિણભાઈ છે, તો એમના જેવા જ બીજા પ્રવિણભાઈ, એ ટાઈપના ?
દાદાશ્રી : ના, ના, ના. એનું કારણ શું ? દરેક જીવની સ્પેસ જુદી છે, માટે દરેકની ડિઝાઈન જુદી છે. એક જ સ્પેસમાં બે જીવ સાથે રહી શકે નહીં. કાળ બધામાં એક જ લાગુ પડતો હોય પણ સ્પેસ જુદી છે. માટે મોટું એક પ્રકારનું ના હોય જીવમાત્રને. ગાયો-ભેંસો આપણને દેખાય કે આ બધા સરખા છે. ના, પણ એ સરખા હોય નહીં, એમાં ડિફરન્સ તો હોય જ. કારણ કે સ્પેસ જેની જુદી છે, ડિફરન્સ હોય જ.
તે આ સાયન્ટિસ્ટોને હજુ ખ્યાલ નથી. એ ખ્યાલ ના બેસે. બુદ્ધિ પહોંચે નહીં એવી આ જગ્યા છે. કહ્યા પછી સસ્તું થઈ જાય. પહેલી બુદ્ધિ ના પહોંચે. પણ મને રિઝલ્ટ મળી ગયેલું. પછી વાંધો ના ઊઠાવ્યો, કેમ આ ફેરફાર છે અને આવું છે. કોઈ આવડું મોટું નાક, કોઈ બૂચિયો હોય, કોઈ આમ અણીદાર હોય, કોઈ નાક પહોળું હોય, કોઈનું આમ હોય. બૂચિયા જોયેલા હઉ ? બધા જ જોયેલા ? જાત જાતનાં હોય.
પ્રશ્નકર્તા : આ જે મંદિરમાં તીર્થકરોની મૂર્તિઓ એકસરખી કેમ છે તો ?
દાદાશ્રી : એકસરખી હોય નહીં. મૂર્તિઓ એકસરખી ના હોય. નેમિનાથની કાળી જ હોય, હંમેશાંય.
પ્રશ્નકર્તા : કાળી નહીં, ફેસ-આકાર....
દાદાશ્રી : એ તો વળી ઘડનારો આ છે કે પેલા બીજા કોઈએ ઘડેલી છે આ ? આ સ્પેસે ઘડેલું છે ? સ્પેસ ઘડે ત્યારે જુદું જુદું હોય. આ તો ટાંકણાવાળો ઘડનારો. જો વધારે તૂટી ગયું તો નાક આમનું બનાવે. આમ બનાવતો હોય તો આમ બનાવી દે.
આમલીતા બે પાતેય જુદા ! પ્રશ્નકર્તા : એક વસ્તુ મળતી નથી આવતી. આપે તો કહ્યું છે ને કે આંબલીનું ઝાડ હોય, એનાં બે પાનેય સરખા ના હોય.
દાદાશ્રી : કશું સરખું હોય નહીં.
પ્રશ્નકર્તા : આ ના જ ખબર હોય, દાદાજી. આમાં સાયન્ટિસ્ટને શું ખબર પડે ?
દાદાશ્રી : ના પડે. પોતે જુદો કેમ છે ? એટલે એ શું જાણે કે કોઈ આનો ઘડનાર જુદો હોવો જોઈએ.
પ્રશ્નકર્તા : પછી ત્યાં અટકી જાય ને પછી છોડી દે વિચાર કરવાનો.
દાદાશ્રી : થાકીને પછી છોડી દે. બાકી, આ સ્પેસ તો અમારી શોધખોળ છે. એ અમે શોધખોળ નહોતી થઈ ત્યાં સુધી અમને મનમાં એમ થતું'તું, આ જુદું જુદું શા આધારે ? પણ શું એવું લક્ષણ રહ્યા કે જુદા રહે છે ? પછી જડ્યું ત્યારે ખબર પડી. નહીં તો પેલા કોને કોને આપણે પેસવા દઈએ ? એના એ જ સરખાં દેખાય. પછી મજા યે ના આવે, નહીં ? વરરાજા પૈણવા આવ્યા..... તે કંઈ ગયા ? ત્યારે કહે છે કે આ પાછો બીજો આવ્યો. અને આ તો કેવું ડહાપણથી ચાલે છે, નહીં ? આ બધી ડિઝાઈન ક્યાંથી લાવ્યા ? તે અજાયબી છે ને !