________________
(૫.૩) રહસ્ય, જુદા જુદા મુખડા તણાં !
૧૧૯
૧૨૦
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
પ્રશ્નકર્તા : આ ફિગરપ્રિન્ટ પણ જુદી જુદી હોય દરેકની. દાદાશ્રી : હા, જુદી જુદી. પ્રશ્નકર્તા : એના આધારે કોર્ટે ચાલે છે.
દાદાશ્રી : હા, એના આધારે કોર્ટે ચાલે છે. અંગૂઠાના આધારે આમ આમ કરે ને, તેના આધારે કોર્ટે ચાલે છે.
પ્રશનકર્તા : કોઈની હાથની રેખાઓએ ક્યાં મળે છે, દાદાજી ? સાવ બધું જુદું, હાથની રેખાઓ જુદી.
દાદાશ્રી : સ્પેસ જુદી માટે બધું જ જુદું. માથાના વાળેય જુદા, નાક જુદું, બધું જ જુદું.
પ્રશનકર્તા : એક જ માથાના બે વાળ નજીક નજીકના પણ જુદા ?
દાદાશ્રી : બધું જ જુદું. બેની સ્પેસ જુદી છે ને ! બધી સ્પેસ જુદી. બે આંખોય દીને બેની સ્પેસ જુદી. બે કાન જુદા, એક કાન સાંભળતો હોય તો એક ના યે સાંભળતો હોય.
સ્પેસ જુદી જુદી છે તેથી બધામાં જુદા જુદા ફેરફાર થાય. તે આટલા વોરીએર (યોદ્ધા) થાય, આટલા સુથાર, આટલી સ્ત્રીઓ, એવું પાક પાકે. આ વ્યવસ્થિત કેવું સુંદર છે !
જુઓ, જરા ઝીણવટથી ! પ્રશનકર્તા : આપણે આ વનસ્પતિમાં પણ જીવ છે એવું કહે છે. હવે આ આંબો હોય, આંબાને જેટલી કેરીઓ હોય, તે બધી કેરીઓનો સ્વાદ એક જ જાતનો હોય. શ્યારે આ મનુષ્યમાં પાંચ છોકરા હોય તો પાંચેય છોકરાના જુદા જુદા વિચાર, વાણી, વર્તન હોય.
દાદાશ્રી : કેરીઓમાંય જુદું જુદું હોય. એટલી બધી સૂક્ષ્મતા નહીં, તમારી સમજવાની શક્તિ નહીં. બધી દરેક કેરીમાં જુદો જુદો
સ્વાદ. દરેક પાંદડામાંય ફેરફાર. એક જ જાતના દેખાય, એક જ જાતની સુગંધ હોય પણ ફેરફાર કંઈ ને કંઈ, કારણ કે આ દુનિયાનો નિયમ એવો છે કે સ્પેસ બદલી એટલે ફેરફાર હોય જ. તમને સમજ પડી ને ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : આપણા મનુષ્યો છે ને, તે બધાનો ફેરફાર તમને દેખાય પણ ગાયો-ભેંસોને ના દેખાય. ગાયોને એક જ જાતના માણસો દેખાય બધા. એવી રીતે આપણને આ પાંદડા-બાંદડામાં, કેરી-બેરીમાં ફેરફાર ના દેખાય. દરેક સ્પેસ જેની બદલાય, એ બધું ફેરફાર જ હોય. આ સ્પેસ જુદી, આ સ્પેસ જુદી. તમને સમજાયો, આ સાયન્સનો નિયમ ? સ્પેસ, કાળ બદલાય તોય ફેરફાર થાય.
અત્યારે રોટલી પહેલી બનાવીએ, એ રોટલીનો સ્વાદ જુદો અને બીજી રોટલીનો સ્વાદ જુદો. લાગે એક જ જાતનું, આપણને તો એટલી બધી સૂક્ષ્મતા નહીં ને, એટલી પરીક્ષા નહીં એટલી બધી. બનાવનાર એક જ જણ છે, જગ્યા એક છે, પણ ટાઈમ બદલાયા કરે છે ને ! એટલે સ્વાદમાં ફેરફાર થયા જ કરે. તેથી આપણે અહીં પ્રખ્યાત થાય છે ને, કોઈ માણસો ભજિયાંમાં પ્રખ્યાત થઈ જાય. એનું શું કારણ ? અલ્યા, ભજિયાંમાં બીજું શું તે જુદી જાતનું બનાવેલું ? એ એનો ભાવ, ટાઈમ, એસ. એટલે આ આવી દુનિયા ચાલે છે. ટાઈમ ને સ્પેસ બદલાય કે બધું ફેરફાર થાય જ. આપણો ભાવ બદલાય, હમણાં આ બેન રોટલી બનાવતાં હોય, તે પહેલી બે બનાવી, ત્યારે મનમાં એમ કે, આજ સારામાં સારી રોટલી ખવડાવું અને ત્યાં સુધી એક મહેમાન આવ્યા ઓળખાણવાળા, આમ મોટું દેવું ને મન બગડી ગયું. ‘આ વળી ક્યાંથી આવ્યા ?” એ પછી રોટલી બગડી ગઈ, એનો એ જ લોટ હોય તોય. એક ગુલાબનાં ફૂલ સરખાં ના હોય. બધાં ફૂલમાં ચેન્જ (ફેર), એ સૂક્ષ્મતા દેખાય નહીં તમને. જગ્યા ફરે છે, માટે બધો ફેર.
કોઈ જીવની અંદર બીજો જીવ ના હોય. અને હોય તો સૂક્ષ્મરૂપે જે હોય, તે જીવની અંદર નથી પણ એ જીવની બહાર છે, એના શરીરમાં છે પણ જીવમાં નથી. એટલે પોતાની જે જગ્યા છે, પોતાનું