________________
૧૨૨
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
(૫.૩) રહસ્ય, જુદા જુદા મુખડા તણાં !
૧૨૧ આકાશ છે, પોતે એ વાપર્યું છે એ આકાશમાં નથી, માટે દરેકનો અવકાશ જુદો છે માટે એનો પુરુષાર્થ જુદો જુદો હોય, એના કાર્ય જુદાં હોય. દરેકના સંયોગો જુદા છે એટલે સંયોગો પ્રમાણે બધું થાય.
એક જગ્યાએ ખાતર વધારે પડ્યું હોય તો છોડવો મોટો થાય, એક જગ્યાએ ખાતર ન પડ્યું હોય ત્યાં છોડવો નાનો હોય. એક જગ્યા એ ખાડો હોય, પાણી ભર્યું હોય તો કહોવાઈ જાય છોડવા. એવી રીતે આ બધું છે જગત. એટલે ફેરફારવાળું જગત છે આ. સમજાયું થોડું ઘણું ?
વાણી એક, કાળ એક, સ્પેસ જુદી ! હું વાત બોલું છું તે બધા એક સાથે સરખું સાંભળે છે. એટલે એમાં બધાને સરખું જ મળે છે. પણ ફેરફાર શાથી થાય છે ? આ શરીરે જે સ્પેસ રોકી છે, એના આધારે આ થાય છે બધું. તમે જે જગ્યાએ બેઠા ત્યાં બીજો નથી બેઠો ને ? પોતે બેઠો એ સ્પેસ, પેલાની સ્પેસ, બધાની જુદી જુદી છે, નહીં ? સ્પેસ જુદી છે કે નહીં ?
પ્રશ્નકર્તા : જગ્યા જુદી છે.
દાદાશ્રી : એ જુદી બેઠક અને સાંભળવાનું એક જ. એક કાળે સાંભળે છે બધાય, પણ એક સ્પેસમાં સાંભળતા નથી. એક કાળે સાંભળે છે અને સંભળાવનારેય એક જણ છે. બધા લાખ માણસનો કાળ એક જ હોય. અમારી વાતચીત ચાલતી હોય તો એક લાગે, પણ સ્પેસ જુદી છે એટલે બધું જુદું રહેવાનું. એટલે સ્પેસ એક થાય, તો બીજું બધું એક થશે. એટલે લોક ગૂંચવાય છે કે કેમ એવું, આ જુદું જુદું કેમ ? એવું લોક પૂછે.
આ જગ્યા પ્રમાણે ભાવ થાય, એ મહીં પાછો જુદો એટલે આ સ્પેસ જુદી રહી એટલે ભાવો જુદી જાતના ઉત્પન્ન થાય છે. હું બોલું એક અને તને જુદી જાતના ભાવ ઉત્પન્ન થાય, એમને જુદી જાતના, બંને જુદું. કોઈને વિરોધાભાસ ઉત્પન્ન થઈ જાય કે દાદાજી કહે છે એ ખોટું છે. એટલે સ્પેસ ઉપર આધાર રાખે છે બધું. સ્પેસ બધાની જુદી છે, એટલે જુદું જુદું પરિણામ પામે છે. એટલે ગ્રામ્પીંગ જુદું જુદું હોય.
એટલે અસ્તિત્વ છે ને સ્પેસ છે. અને શ્યાં આગળ જે મૂળ ભૂમિકા છે, મૂળ પોતાના દેશમાં (સ્વ દ્રવ્યમાં), તે સ્પેસ કશું જુદી નથી થતી.
આમાં નિયતિ ક્યાં ? પ્રશ્નકર્તા : આ બે છોકરાને આટલું જ્ઞાન ભાઈ મારફત પ્રાપ્ત થવાનું હતું, એટલે એને થયું. ભાઈ તો એને એ જ વાણી બોલે છે અને બાકીનાં પંદર જણા છે એને કશું થતું નથી. તો આને થવાનું હતું એટલે થયું. એટલે એ તો નિયતિ થઈને ?
દાદાશ્રી : ના, નિયતિ નહીં. નિયતિ ક્યારે લાગુ થાય, કે એક જ સ્પેસ હોય તો. એક જ સ્પેસમાં બધા હોય તો નિયતિ લાગુ થાય. આ તો સ્પેસ જુદી જુદી છે. નિયતિ લાગુ થાય જ નહીં. નિયતિ તો એક ફેક્ટર છે, વન ઓફ ધ ફેક્ટર.
પ્રશ્નકર્તા : તો એ વિષમતા કેમ ?
દાદાશ્રી : આ જ નિયતિનો નિયમ છે. નિયતિ એટલે પ્રવાહ વહ્યા કરે છે. આ પ્રવાહમાં વહેતું હોય તેમાં જેમ આ પોલીસવાળા જતા હોય સો-સોની લાઈનમાં. પણ તે આ અત્યારે અહીંયાં આવ્યો, એ પાછો ઊઠીને આગળ ગયો, તો પેલો બીજો એની જગ્યાએ આવ્યો. તો સ્પેસ તો બધાની જુદી હોયને ! અત્યારે બધા બેઠા છે, એની સ્પેસ જુદી હોયને
પ્રશ્નકર્તા : આ દરેકને જે સ્પેસ જુદી જુદી મળે છે, એ કયા આધારે ?
દાદાશ્રી : એનો આધાર નિયતિ. નિયતિવાદ એટલે શું ? અવ્યવહાર રાશિમાંથી જીવ વ્યવહાર રાશિમાં આવે ત્યારથી તેનું નિયતિપદ ચાલુ થઈ જાય. તે મુક્ત થાય ત્યાં સુધી તે પદમાં રહે. નિયતિ એટલે જે માઈલમાં હોય તે માઈલનું જ જ્ઞાન-દર્શન તે જીવને હોય.