________________
૧૨૪
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
(૫.૩) રહસ્ય, જુદા જુદા મુખડા તણાં !
૧૨૩ પ્રસનકર્તા : અને ક્ષેત્રનો આધાર પણ નિયતિ છે ?
દાદાશ્રી : હા, એનો આધાર નિયતિ. નિયતિના આધીન આ સ્પેસ છે બધાને. અને પછી નિયતિ એકલી કરી શકતી નથી આ. જો નિયતિ એકલી હોત તો જગતમાં બીજું સોલ્યુશન ના જોઈએ. પણ સ્પેસ મળ્યા પછી આ ઈગોઈઝમ બધું કાર્ય કરે છે.
પ્રશ્નકર્તા : મુક્ત થવાની પ્રક્રિયા પણ નિયતિને આધીન ?
દાદાશ્રી : જે સ્પેસ છે તે નિયતિને આધીન. બંધનની પ્રક્રિયા હતીને, તે જેના નિમિત્તે થઈ રહી છે, તેના નિમિત્તે જ મુક્તિની પ્રક્રિયા થયા કરે. એટલે આમાં નિયતિને કંઈ લેવાદેવા નથી. નિયતિ તો વચ્ચે તમને સ્પેસ ને એ બધું એડજસ્ટમેન્ટ આપે છે. નિયતિ કામ કરી રહી છે પણ નિયતિ તો બધાને માટે સરખી, સમપ્રમાણથી. સો જણ નીકળ્યા એટલે સો જણને ઊભું રહેવાનું તો સ્થાન હોવું જોઈએ ને ? હવે દેહ છે એટલે ઊભું રહેવાને માટે આટલી જગ્યા જોઈએ. અને આત્માને પોતાનું સ્થાન તો ખરું જ ને, કારણ કે શ્યાં સુધી સંસારી છે ત્યાં સુધી અવશ્ય જગ્યા રોકે જ ને !
પ્રશ્નકર્તા : પરતંત્ર થવામાં પણ નિયતિ ખરી ને, દાદા ?
દાદાશ્રી : નિયતિ પરતંત્ર થવામાં નિમિત્ત નથી. નિયતિ તો હેલ્પીંગ છે, પરતંત્ર થવામાંય હેલ્પીંગ છે અને સ્વતંત્ર થવામાંય હેલ્પીંગ છે. નિયતિ તો બિચારી કંઈ હેરાન નથી કરતી.
પ્રશ્નકર્તા : તો દરેક જીવ એ સ્પેસમાંથી પસાર થતો જ હશે ને ?
દાદાશ્રી : હોય ને. એ સોળમા માઈલમાં આવે ત્યારે એક જીવની પોતાની જે સ્થિતિ હતી, એવી જ એની (બીજા જીવની) સ્થિતિ થાય.
પ્રશ્નકર્તા : એવું ખરું કે દરેકને એ માઈલમાંથી પસાર થવું જ પડે અને દરેકને સરખો જ અનુભવ થાય.
દાદાશ્રી : હા. સોળમા માઈલમાં અમુક સ્ટેપમાં આવે ને એને જે અનુભવ થાય, હવે બીજાને પણ એ જ સ્ટેપ મળે તો એને પણ એવો સરખો જ અનુભવ થાય.
ગતિબંધનો નિયમ.. પ્રશ્નકર્તા : એ જગ્યા ક્યારે નક્કી થાય, જન્મે ત્યારે ? સ્પેસ કહો છો તે ?
દાદાશ્રી : મરતાં પહેલાં ફોર્ટી એઈટ (અડતાલીસ) મિનિટ્સ પહેલાં. મરતી વખતે આખી જિંદગીનું સરવૈયું આવે અને તેય વિધિન ફોર્ટ એઈટ મિનિટ્સ... એ જો ફોર્ટી એઈટસ મિનિટો સચવાઈ ગઈ તો ભઈનું કલ્યાણ થઈ ગયું.
પ્રશ્નકર્તા : તો પુનર્જન્મ એ કેવી રીતે સમજવું ?
દાદાશ્રી : એ પુનર્જન્મ, આપણા જે કર્મના હિસાબ છે ને, તેમાં કોઈએ, ઈશ્વરેય હાથ ઘાલ્યો જ નથી. આ તો સહુસહુનાં કર્મના હિસાબ નોખા છે. કર્મના હિસાબ એક જાતના કેમ નહીં ? ત્યારે કહે, આ બધા બેઠા છે એ સહુસહુની જગ્યા જુદી છે કે નહીં ? એટલે સ્પેસ જુદી છે, એટલે કર્મ જુદાં છે. એટલે હિસાબ બધા જુદા જુદા છે. અને અહંકાર કરે છે તેથી નય પાપ-પુણ્ય બંધાય છે. તે ફરી ભોગવવાં જવું પડે છે.
પ્રશ્નકર્તા : આજે જ હું બસમાં બેઠા બેઠા વિચાર કરતો'તો કે આ બધાયના કેવા મોઢા, કોઈ એક અણસાર પણ નથી મળતો.
દાદાશ્રી : ના, પણ આ મેં ફોડ પાડ્યો છે, બહુ ઊંચો ફોડ પાડ્યો છે. સ્પેસ જુદી હોવાથી મોઢા જુદા છે ને તેથી આ સંસાર ચાલ્યો.
કેમ નહિ, એક જ ધર્મ ? પ્રશ્નકર્તા : વિવિધ વિવિધ પ્રકારના ધર્મો કેમ થયા ?
દાદાશ્રી : માણસોની જગ્યા જુદી જુદી છે એટલે વિચારો જુદી જુદી જાતના છે, એટલે ધર્મો પણ જુદી જુદી જાતના થયા.