________________
(૫.૩) રહસ્ય, જુદા જુદા મુખડા તણાં !
પ્રશ્નકર્તા : દાદા, મનુષ્યનો સ્વધર્મ સચ્ચિદાનંદ છે, તો પછી આટલા બધા ધર્મો કેમ છે ? અને આ ધર્મો ક્યારે એક થાય ?
૧૨૫
દાદાશ્રી : આ બધાના મોઢા સરખા થાય ત્યારે એક ધર્મ થઈ જાય. તમે કહો કે આ નથી વાપરવાનું ત્યારે પેલો કહેશે, આ વાપરવું જોઈએ. મગજ જુદા, મોઢા જુદા, સ્પેસ જુદી. આ બધા બેઠા છે ને, તે સ્પેસ જુદી જુદી છે ને ! શ્યાં સુધી સ્પેસ જુદી હોય ત્યાં સુધી એક ધર્મ ના હોય.
પ્રશ્નકર્તા : તો એક ક્યારે થાય ?
દાદાશ્રી : એક થાય જ નહીં સ્પેસ, એટલે જેટલા જેટલા સ્પેસમાં આવી રીતે આવ્યા, એટલાને આત્મા પ્રાપ્ત થઈને નીકળી જાય ઝટ. ત્યાં સુધી બફાયા જ કરવાનું નિરાંતે, શેકાયા જ કરવાનું. કોઈને વધારે ડિગ્રી તાવ હોય અને કોઈને ઓછી ડિગ્રી હોય.
પ્રશ્નકર્તા : એ તો જુદા જુદા રૂપમાં, જુદા જુદા નામથી આપણે પૂજા કરીએ અને એમને પોકારીએ, એમાં એમની પ્રતિ અને એમની ઉત્પત્તિ એ બધું જોઇએ, તો એ બધું શું ?
દાદાશ્રી : આ તો વેરાયટીઝ ઑફ રિલેટિવ છે. અનંત જાતની વેરાયટીઝ છે. કારણ કે દરેક જીવાત્માની સ્પેસ જુદી હોવાથી વેરાયટીઝ અનેક પ્રકારની છે.
પ્રશ્નકર્તા : આ દરેકના ચહેરા જુદા જુદા છે, એનું કારણ આ સ્પેસ છે પણ આ કારણને લીધે આવી ઈફેક્ટ આવી, એની લિંક કંઈ બરાબર સમજાતી નથી, કઈ રીતે આવું થયું એમ ?
દાદાશ્રી : મુખ્ય સ્પેસ જ છે, બીજું કંઈ નથી. હવે આમાં કેવું હોય છે ? આ વસ્તુમાં કોઝ આવી રીતે ગોઠવેલા હોય છે કે પચાસ ટકા સ્પેસનું કારણ છે અને પચાસ ટકા બીજા બધાનું કારણ છે. પણ જેના ટકા વધારે તે તેનું જ કારણ ગણાય. એક વસ્તુ ના બોલાય કે સ્પેસનું એકલું જ કારણ છે પણ આમ સ્પેસને શાથી મુખ્ય કહીએ
૧૨૬
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
છીએ કે પચાસ ટકા સ્પેસનું કારણ છે. કર્મનેય ચલાવે કુદરત !
પ્રશ્નકર્તા ઃ દરેકને જે સ્પેસ મળી, એ એના કર્મથી બંધાય છે ? દાદાશ્રી : હા, એ તો બધું કર્મનું જ. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ બધું કર્મથી જ બંધાયેલું છે. એ પ્રમાણે એને ક્ષેત્ર મળી આવે છે. અત્યારે તમે અહીં આ ક્ષેત્ર ઉપર બેઠા એ તમારો હિસાબ છે ચોક્કસ. એટલે બધુંય ગોઠવાયેલું છે કર્મ. પણ આ કર્મને કોણ ચલાવે છે ? કુદરત ચલાવે છે.
આ તમે જે સ્પેસ પર બેઠા છો એ સ્પેસ તમે જાણતા હતા કે આ જગ્યાએ જ બેસીશ હું ? આ ટાઈમે દાદાજી આપણી જોડે વાતચીત કરશે એ તમે જાણતા હતા ?
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : તે આ બધા સંજોગો વ્યવસ્થિત ભેગાં કરી આપે અને
આપણું કામ થાય છે. એમાં ભગવાનની વચ્ચે જરૂર નથી.
પ્રશ્નકર્તા ઃ ક્યા કારણોથી સંજોગો ભેગા થાય ?
દાદાશ્રી : તમે દારૂ પીતા ના હોય, પણ હમણે કહો કે દારૂ પીવો સારો છે કે દારૂ પીવો એનો વાંધો નહીં, એટલે એ તમને દારૂનો સંજોગ ભેગો થાય. એટલે આ બધા તમારા ભાવથી બધું ભેગું થયેલું છે આ જગત. તમે જ, યુ આર હોલ એન્ડ સૉલ રિસ્પૉન્સિબલ ફૉર યોર લાઈફ. નૉ બડી ઈઝ રિસ્પૉન્સિબલ, ગોડ ઈઝ નોટ રિસ્પૉન્સિબલ ફૉર યૉર લાઈફ. ભગવાન તો કશું કરતા નથી. મહીં વીતરાગ બેઠા છે.
ભ્રાંત પુરુષાર્થતો આધાર, જ્ઞાત તે સ્પેસ !
હવે કોઈ દા'ડો આપણે ચોરી ના કરતા હોઈએ પણ કોઈ જગ્યાએ એવા બેઠા હોઈએને, તે વખતે નિર્જરા તો બધી સારી જ હોય પણ પેલો માણસ બહાર જાય તે સોનું ને દાગીના ત્યાં પડ્યા હોય.