________________
(૫.૩) રહસ્ય, જુદા જુદા મુખડા તણાં !
તે આપણા મનમાં ચોરીનો ભાવ થાય, તે આ પુરુષાર્થ ઊંધો થયો કહેવાય પણ લેતો નથી. આ ભાવ થયો તે ઊંધો પુરુષાર્થ થયો.
૧૨૭
પ્રશ્નકર્તા : એટલે બીજ પાડ્યું પાછું. હવે એ નૈમિત્તિક ધક્કાથી થયુંને ?
દાદાશ્રી : ના, એ ઊંધા પુરુષાર્થથી. નિમિત્ત માત્રથી અહીં આવ્યો-ગયો પણ પુરુષાર્થ ઊંધો કરે છે.
પ્રશ્નકર્તા : અમને આ રીતે ગૂંચવાયેલું, તે મનમાં જરા સૉલ્યુશન એનું ન'તું આવતું કે આ જે અંદર નૈમિત્તિક ધક્કાથી જો કંઈ અંદરનો ભાવ થતો હોય તો એ પણ આપણા હાથની તો વાત ના રહી.
દાદાશ્રી : ના, એવું નહીં. હાથની વાત તો ખરી જ ને ! કેમ કૂવામાં નથી પડતો ?
પ્રશ્નકર્તા : જે પડનારા હોય એ પડે છે, દાદાજી.
દાદાશ્રી : તે પડે છે પણ કેમ બીજો પડતો નથી ? અવળા-સવળા ભાવ હોયને, તે અત્યારના જ્ઞાનને આધીન છે. આ બધી જેમ જેમ ઊંચી નાતો થતી જાય છે, તેમ આ મારવાના ભાવ ઓછા ગમે છે ને ? પ્રશ્નકર્તા : હા, એ નથી હોતું.
દાદાશ્રી : ઊંચી નાતોમાં ખૂન-ચોરી નથી હોતીને ? સૂક્ષ્મ ચોરી ભલે હોય પણ સ્થૂળ ચોરી નથી હોતી. કારણ કે બધા પુરુષાર્થ કરીને ચોરીઓ બંધ કરતા આયા છે.
પ્રશ્નકર્તા : એ જે પુરુષાર્થ કરવો....
દાદાશ્રી : એ ભ્રાંતિનો પુરુષાર્થ છે.
પ્રશ્નકર્તા : જ્ઞાન નથી લીધું એને ખરાબ ભાવમાંથી સારા ભાવ લાવવા, એવો જે ઓટોમેટિક પુરુષાર્થ થતો હોય, તો એ...
દાદાશ્રી : એ ઓટોમેટિક હોતો જ નથી એમ. ભ્રાંત પુરુષાર્થની
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
પાછળ જ્ઞાન હોય છે જ, વ્યવહારિક જ્ઞાન છે. શ્યાં સુધી મૂળ જ્ઞાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી વ્યવહારિક જ્ઞાન હોય જ છે. તે આપણે કો'કને માર્યો એટલે એ જ્ઞાન એને ઉપદેશનું કારણ બને કે ફરી વઢવાડ ના કરવી.
૧૨૮
એટલે આ જ્ઞાન પ્રાપ્ત થાય એને. માર્યો ના હોય તો જ્ઞાન પ્રાપ્ત ના થાય. પોતાને પોતાની ભૂલો દેખાય નહીંને ! એ તો શ્યારે બહુ મારે ત્યારે જ્ઞાન પ્રાપ્ત થાય કે આ મેં ભૂલ કરી તેનું આ ફળ આપ્યું. એટલે પછી એ ભૂલો કરે નહીં.
પ્રશ્નકર્તા : આ જે કોઈ પણ પ્રસંગ બન્યો અને અંદરથી નૈમિત્તિક ધક્કો લાગ્યો ભાવનો, એ પણ આવા જ્ઞાનના આધારે લાગે છે કે કુદરતી લાગી જાય છે ?
દાદાશ્રી : આ જ્ઞાનના આધારે. કુદરત-બુદરત કશું નહીં. તમે જ પ્રોજેક્ટર છો ને આ પ્રોજેક્શન છે. તમે જેટલું કરો ને, એક પછી એક ફળ આવે.... હવે પ્રોજેક્ટ કરે શેના આધારે ? ત્યારે કહે છે, ‘જે રિલેટિવ જ્ઞાન એને પ્રાપ્ત થાય એના આધારે.'
પ્રશ્નકર્તા : હા, પણ બધાને કેમ સરખું જ્ઞાન ભેગું નથી થતું ? એક સંયોગ ઊભો થાય એમાંથી દરેકને જુદું જુદું જ્ઞાન થાય, એ શેના આધારે ?
દાદાશ્રી : ઠેઠ સુધી જુદું રહેવાનું. કારણ કે એની સીટ જુદી છે, સ્પેસ જુદી છે. એટલે જુદું જ રહેવાનું. ઠેઠ સુધી વિચારભેદ રહેવાના. કાળ-બાળ બધું એક જ, સ્પેસ જુદી. હા, નહીં તો બધું એ નિયતિ જ હતી. નિયતિ એકલી કહેવાય તો પછી નિયતિને આધીન છે બધું જગત. પણ કોઈને રોફ પાડે એવું થવા દીધું નથી આ કુદરતે. કોઈ એમ ના કહી શકે કે, ‘મેં કર્યું.’
સર્વ કાળ ફિક્સ નથી એટલે વિચારો પણ ફિક્સ નથી, વિચારો જુદા જુદા હોય દરેકના. આ એક સ્પેસ એકલી જ જુદી આવે છે,