________________
(૫.૩) રહસ્ય, જુદા જુદા મુખડા તણાં !
૧૨૯
૧૩૦
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
બીજું કશું જુદું આવતું નથી.
જે તત્ત્વનું આ શરીર બન્યું, એ જ તત્ત્વની ગાય-ભેંસ બની છે. એ જ તત્ત્વ છે, ફક્ત સ્પેસ ફેરફારને લઈને આ બધા ભાવ ફેરફાર થયા. અને ભાવ ફેરફાર થયા એટલે આ બધું જગત ઊભું થઈ ગયું. આપણા હાથમાં શું કરવાનું એ તો તમને થોડું ઘણું સમજ પડી ને ?
પ્રશ્નકર્તા : વિચારો અથવા ભાવનાઓ કરવાનું આપણા હાથમાં
દાદાશ્રી : એને ફેરવવી જોઈએ આપણે. પ્રશ્નકર્તા : અવસ્થિત સ્પેસ જેટલી હોય, એ પ્રમાણે એને મળે
દાદાશ્રી : સ્પેસ જુદી જુદી. એક જગ્યામાં બે માણસ બેસી ના શકે ને !
પ્રશ્નકર્તા : એ ખરું અને માણસને પોતાનું કંઈક તો હોયને એ?
દાદાશ્રી : એ ભાવ એનો પોતાનો હોય પાછો. એ એનો ભાવ કહેવાય. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ. તે કાળ એક જ પ્રકારનો, દ્રવ્ય એટલે કે “હું” એક જ પ્રકારનું. પણ આ એનો ભાવ, જ્ઞાન લેનારનો ભાવ અને આ જગ્યા. એ જગ્યા અસર કરે ને ભાવ અસર કરે, બેની અસર છે. જ્ઞાન તો એક જ પ્રકારનું છે.
પ્રશ્નકર્તા : ભાવકર્મમાંથી ઈફેક્ટ થાય છે ?
દાદાશ્રી : હા, પણ ભાવકર્મ શેના આધારે ? ત્યારે કહે, સ્પેસના આધારે.
પ્રશનકર્તા : તો સ્પેસ શેના આધારે, દાદા ?
દાદાશ્રી : સ્પેસને આધાર જ નથી, નિરાધાર. સ્પેસ તો પોતાની જગ્યા જ છે, એ પોતે જ છે. સ્પેસ એટલે આકાશ. આકાશ તો છે પણ જે આકાશના ભાગમાં ‘આ’ આવ્યો, તે ભાગમાં આવી અસર થાય.
અંતઃકરણ પણ સ્પેસતા આધારે ! પ્રશનકર્તા : ચૈતન્યની હાજરીથી મન-ચિત્ત-બુદ્ધિ દરેક સ્કુરાયમાન છે ?
દાદાશ્રી : હા, ચૈતન્યની હાજરીથી આ બધું ટકી રહ્યું છે. એની હાજરીથી ઊભું થઈ ગયું છે, તે આ બધું ટકી રહ્યું છે.
પ્રશનકર્તા : એટલે એ સ્વતંત્ર રીતે કંઈ નથી ? દાદાશ્રી : બિલકુલ સ્વતંત્રતા નથી કોઈને, સ્વતંત્ર છે જ નહીં.
પ્રશનકર્તા : તોય ચૈતન્યની હાજરીથી મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર દરેક સ્કુરાયમાન છે, તો બધાને એકસરખી ફુરણા કેમ થતી નથી ?
દાદાશ્રી : ના થાય, બધાની સ્પેસ જુદી છે ને ! એક જ સ્પેસ હોય તો થાય.
દરેક જીવની સ્પેસ જુદી જુદી હોય છે, તેથી દરેક જુદું જુદું જુએ છે. તેથી દરેક જુદા જુદા પરમાણુ ખેંચે છે, જુદા જુદા ભાવ કરીને તેથી જુદા જુદા આકાર ખેંચે છે.
ભાવ ફેરવવાથી સ્પેસ ફેર ! પ્રશ્નકર્તા : દરેક વ્યક્તિને જુદો જુદો અનુભવ થાય છે, એ કેમ હોઈ શકે ? શા માટે એમ થાય છે ?
દાદાશ્રી : સ્પેસ જુદી છે એટલે. સ્પેસ ફેર છે, કહીએ.
સ્પેસ એક હોય તો ભાવ સરખા હોય. એટલે આ સ્ત્રીના અંદર બાળક બેઠેલું હોય, તે બેઉના સરખા-સમાન ભાવ હોય. સ્પેસ એક છે એટલે. અને સેસ પ્રમાણે ભાવ ફરે. અમુક જગ્યાએ જાવ ત્યાં હિંસાના વિચાર આવે. અમુક જગ્યાએ જાવ ત્યારે કો'કની જોડે લક્ષ્મી સંબંધી સ્વાર્થના વિચાર આવે, બીજા વિચાર આવે. જાત જાતના વિચારો બદલાય જગ્યા પ્રમાણે. એ જગ્યા પ્રમાણે ભાવ બદલાય છે ને ભાવ