________________
(૫.૩) રહસ્ય, જુદા જુદા મુખડા તણાં !
પ્રમાણે બધું ચાલે છે.
પ્રશ્નકર્તા : પણ એને સ્પેસ જુદી જુદી મળે એનું પણ કંઈ કારણ હશે ને ?
૧૩૧
દાદાશ્રી : હા, એનું પણ કારણ.
પ્રશ્નકર્તા ઃ એનું શું કારણ ?
દાદાશ્રી : પાછળનો હિસાબ એનું કારણ છે.
પ્રશ્નકર્તા : સ્પેસ એ પ્રમાણે મળે, એટલે એ પ્રમાણે ભાવ થાય. દાદાશ્રી : અને સ્પેસ મળવી જ જોઈએ એને. હિસાબ છે એટલે સ્પેસ દરેકને મળવી જ જોઈએ.
પ્રશ્નકર્તા : આગલા જન્મમાં સ્પેસ સારી મળે એટલા માટે અત્યારે શું કરવું જોઈએ આપણે ?
દાદાશ્રી : હા, ભાવ ફેરવવા જોઈએ. દરેક માણસને કેમ કરીને સુખ આપું ! તમને દુઃખ આપે તેનેય સુખ આપવાના ભાવ કરો તો આવતા જન્મમાં બહુ સારું મળે.
ઝવેરી જ પારખે હીરાતે !
પ્રશ્નકર્તા : તો પછી બધાયને શંકા કેમ અલગ અલગ થઈ ?
દાદાશ્રી : એ તો દરેકની સ્પેસ જુદી છે ને દરેક સ્પેસ જુદી છે. જો સ્પેસ એક હોય તો બધાને જુદું જુદું ના થાય. સ્પેસ જુદી જુદી હોવાથી બધાને જુદું જુદું થાય છે. અને તે સ્પેસ તો રાખવી જ પડે ને દરેકને. ના રાખવી પડે જુદી જુદી ? કેમ લાગે છે તને ?
પ્રશ્નકર્તા : સાચી વાત છે પણ એના માટે પણ કાંઈ....
દાદાશ્રી : એ સ્પેસ જુદી છે એટલે આ જુદું જુદું દેખાય આપણને. અને એક જ સ્પેસ હોય તો એક જ જાતના ભાવ આવે બધાને. કારણ કે કાળ બધાનો સરખો જ હોય.
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
લાડવા એક પ્રકારના હોય, પણ બધાને જુદો જુદો સ્વાદ લાગે એ અજાયબી જ છે ને ! સાવ સોનાનો માણસ હોય તોય પણ બધા અભિપ્રાય જુદા જુદા.
૧૩૨
દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ. આ લોકો ક્ષેત્ર કહે, આપણે સ્પેસ કહીએ એટલે પડ્યો લોચો. તે મને કહે છે, આ ‘સ્પેસ' શબ્દ તો સાંભળ્યો
જ નથી.
પ્રશ્નકર્તા : ના પણ એનું એક્ઝેક્ટ સમજાવ્યું ને, દાદા. આમ કહેવાથી સમજાય છે ને બરાબર.
દાદાશ્રી : પૂરેપૂરું સમજાય. પછી ફરીવાર પૂછવાપણું રહે નહીં ને ! પૂછવું ના પડે અને શંકા યે ના રહે કે શા આધારે મોઢા જુદા ને આ તે બધું જુદું. કો'ક આપણને મહીં મગજમાં ઘાલી દે, ‘ભગવાનને ના કહો છો ? તો મોઢા શા આધારે જુદા છે ?” એટલે પછી આપણી ટાઢી ટપ આમ આમ માથું વલૂરીએ ! એક ફેરો સાંભળી લીધું હોય તો પછી ટાઢી ટપ ના કરી શકે ને ? ઉતારી પાડનારાને તો બહુ આવડે.
તમને સ્પેસ કેટલો ટાઈમ યાદ રહ્યું'તું રાત્રે ?
પ્રશ્નકર્તા : અત્યાર સુધી ચાલ્યું હતું.
દાદાશ્રી : આ લોકો તો બહાર નીકળ્યા કે તરત જ ભૂલી ગયા
હવે એ.
પ્રશ્નકર્તા : ભૂલી કેવી રીતે જાય પણ ?
દાદાશ્રી : ના, પણ આ લોકો બધું ભૂલી જાય. લોકોનું ચિત્ત શેમાં હોય ? એ ઘેરે પેલા મેથીના ભજિયાં બનાવ્યાં છે તે ખઈ લેશું, ચા-બા પીને. લોકોનું ધ્યાન આમાં બહુ હોય જ નહીં. લોકોનું ધ્યાન થોડું થોડું ચટણીમાં હોય. કોઈને સિનેમા જોવાની ઈચ્છા હોય...
અને આમના જેવાને કશું જોઈતું જ ન હોય ત્યારે ચિત્ત ત્યાં