________________
(૫.૩) રહય, જુદા જુદા મુખડા તણાં !
૧૩૩
જ રહે. સ્પેસ બધા સમજી ગયા હશે હમણે ? સાંભળે એટલી જ વાર, હકે. તમને આખી રાત યાદ રહ્યું છે !
પ્રશ્નકર્તા : મને તો આખી અત્યાર સુધી એ જ ફિલ્મ ચાલી છે કે આ દાદાએ કેવી ગજબની વાત કાઢી !
દાદાશ્રી : હવે બીજાએ સાંભળ્યું એટલી વાર, પછી કશુંય નહીં. બહાર નીકળ્યા કે હતા તેવા ને તેવા !
ઝવેરીપણું હોવું જોઈએને, જેટલું ઝવેરીપણું આપણને આવ્યું હોય એટલી ઓળખાણ પડે આપણને. ઝવેરીપણું હજુ આવ્યું ના હોય એમ ને એમ જતું રહે બધું.
પ્રશ્નકર્તા: આ તો એ જ વાત આવીને ઊભી રહી, એની સ્પેસ પ્રમાણે ઓળખે.
દાદાશ્રી : બસ, સ્પેસ પ્રમાણે ઓળખે. બહુ થોડા માણસોને થોડું થોડું ઝવેરીપણું હોય પણ તોય પૂર્ણ ઝવેરી ના થયેલા હોય. કારણ કે આપણે અહીં વડોદરામાં અહીં ને અહીં વેચવા જઈએ હીરો, તો વડોદરાના બધા ઝવેરીને પૂછે, કોઈ હજાર કહે, કોઈ હજારને પચાસ કહે, કોઈ નવસો પચાસ કહે પણ એટલામાં જ અને એ હીરો મુંબઈમાં જઈએ તો અઢારસો કહે. અને એને એ છે તે ત્યાં મદ્રાસમાં જઈએ ત્યારે પચીસસો રૂપિયા કહેશે. અને એને એ હીરો પેરીસમાં જઈએ ને ત્યારે સાત હજાર....
પ્રશ્નકર્તા: આ સ્પેસ જેવો શબ્દ તમારી પાસે ક્યાંથી આવે ? આ સ્પેસ શબ્દ તો સમજાયો નથી કેટલાયને. કેટલાક મોટા માણસે વાપર્યો છે, જેનું માધ્યમ અંગ્રેજી છે તેણે વાપર્યો છે, કે શ્યાં સુધી સ્પેસ છે ત્યાં સુધી મુક્તિ નથી.
દાદાશ્રી : બરોબર છે, ખરું કહે છે.
[૬] સંસાર એટલે છ તત્ત્વોની ભાગીદારીનો ધંધો !
છ ભાગીદારો ! ધેર આર સિક્સ પાર્ટનર્સ ઈન ધીસ બોડી. આ સંસાર ચલાવવામાં છ પાર્ટનરો ભેગા થયા છે. બ્રહ્માંડ માત્ર છ તત્ત્વોથી ભરેલું છે ! આ છ ભાગીદારોની ‘લિમિટેડ કંપની’ છે. છ ભાગિયા કોણ કોણ લાગે છે તમને ?
પ્રશ્નકર્તા : પરમાણુ. દાદાશ્રી : પછી બીજું ? પ્રશ્નકર્તા : અવકાશ, પછી કાળ. દાદાશ્રી : ત્રણ, પછી ? પ્રશ્નકર્તા : ગતિસહાયક તત્ત્વ, સ્થિતિસહાયક તત્ત્વ અને આત્મા.
દાદાશ્રી : હા, આ છ જણ થઈને કહે છે, આપણે બધા ભાગીદારીમાં ધંધો કરીએ. છ ભાગીદારોની રમત છે આ બધી. છએ પાર્ટનરશીપમાં ધંધો કરે છે, કોર્પોરેશન કાઢ્યું છે.
જગ્યા આપી આકાશે ! આ છ ભાગીદાર કહે છે, અમારે ધંધો માંડવો છે. ત્યારે તો આ બધા ભેગા થઈને પછી કહે છે, “અલ્યા પણ આ જગ્યા ક્યાં છે ? કમ્પાઉન્ડ જોઈશે છે ને, આપણે કારખાનાની જગ્યા ?” આપણે કારખાનું કરવું હોય તો ના જોઈએ બધું ?