________________
૧૩૬
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
મરી જગ્યા, જેટલી વાર એ કારખાનું નામ આપું. આકાશે
(૬) સંસાર એટલે છ તત્ત્વોની ભાગીદારીનો ધંધો ! ૧૩૫
પ્રશ્નકર્તા : જોઈએ.
દાદાશ્રી : હવે આત્મા કહે છે, કે આ જગ્યા કોની ? ત્યારે આકાશ કહે છે, ‘જગ્યા બધી મારી, જેટલી જોઈએ એટલી. પાર વગરની જગ્યા, જેટલી વાપરવી હોય એટલી, સ્પેસ બધી મારી, જાઓ.’ જેમ આપણા લોક નહીં કહેતા, એ કારખાનું બાંધવું હોય તો જગ્યા બધી મારી. બીજું બધું તમારું, પૈસા-બૈસા રોકડા નહીં આપું. આકાશે એને’ જગ્યા આપી. એવો એ વન ઑફ ધ પાર્ટનર થઈ ગયો.
માલસામાન જડતો ! એટલે પછી માલસામાન જોઈએ તેનું શું ? એનો સપ્લાયર કોણ ? ત્યારે કહે છે, પરમાણુઓ. જડ તત્ત્વ છે એ ખાલી સપ્લાયર છે, આ મેટરવાળો કહે છે કે “જે ચીજ જોઈતી હોય તો તમારે અમને ફોન કરી દેવો. તમને હરેક ચીજ આપીશું.” એટલે સામાન બધોય પરમાણુઓનો, રૂપી તત્ત્વનો. પછી પરમાણુ કહે છે કે “જેટલું જોઈએ એ બધું જ મટીરીયલ્સ મારું, એમાં પણ વિધાઉટ કાટિંગ્સ ચાર્જિસ. કાટિંગ-બાટિંગ નહીં અમારે. લઈ જવાનું કાસ્ટિંગ મારે માથે નહીં.' તે કાટિંગ વસ્તુ જુદી પાછી.
કાટિંગ કરે ગતિસહાયક ! ત્યારે સપ્લાયરને આપણે કહીએ, ‘તું અહીં જ નાખી જાને !” ત્યારે કહે, “ના, કાટિંગ કૉન્ટ્રાક્ટરને સોંપો, અમારું કામ નહીં. તમારે જે જોઈતું હોય તે માંગી લો. કાટિંગવાળાને સોંપો.' ત્યારે કાટિંગવાળા કોણ છે ? ત્યારે કહે, ગતિસહાયક નામનું તત્ત્વ છે. ગતિસહાયક એ છે તે બધું કાસ્ટિંગ કરીને લઈ જાય છે ને લાવે છે. ત્યારે એ છે લઈ જનારો ? ત્યારે કહે, ‘હા, કાટિંગ કોન્ટ્રાક્ટરને કહીએ કે ભઈ, માલ લઈને નાખી દે.' કાટિંગ ગતિસહાયકનું તે જેટલો માલ હોય, ત્યાં આગળ લઈને ઠાલવી આવે, બસ. માલસામાન લાવનાર, લઈ જનાર ગતિસહાયક તત્ત્વ. ગતિસહાયક કહે છે, “કાટિંગ બધું મારું.' પછી છે. તે ત્રીજું ભાગીદાર થયું આ ગતિસહાયક તત્ત્વ.
સ્ટોરેજ કરે સ્થિતિસહાયક ! અને ચોથું ભાગીદાર, સ્થિતિસહાયક તત્ત્વ. કાસ્ટિંગ કરનારા માણસ કાર્ટિંગ એક ફેરો ચાલી એટલે પછી ચાલ્યા જ કરે, ઊભું ના રહે તો પછી આપણે માલ શી રીતે ઉતારવો ? એ પાછું સ્થિતિસહાયક તત્ત્વ એને હેલ્પ કરે છે. લાવનારો લાવે, લઈ જનારો લઈ જાય, એની મેળે કાટિંગ-બાટિંગ બધુંય, સાફસૂફી બધુંય કરે. અને સ્થિતિસહાયક કહે છે, એક જગ્યાએ એને સ્ટોરેજ રૂમમાં સામાન મૂકીએ. અને સ્થિતિસહાયજ્વાળો એ માલ ઉતારવાનો અને સ્ટોરેજ કરવાનો બેઉ એ કરે.
મેનેજમેન્ટ છે, કાળ તત્વનું પ્રશ્નકર્તા: કાળનું રહ્યું, કાળ ! કાળ તત્ત્વનું શું ફંકશન છે ?
દાદાશ્રી : કાળ છે તે અમુક મુદતમાં જ આ જોઈએ, તે એટલી મુદતમાં જ છે તે એ બધું કામ થઈ જવું જોઈએ. એટલે કાળ કાળનું કામ કરે છે. ટાઈમ (કાળ) કહે છે, મેનેજમેન્ટ બધું મારું. કાળ જે છે, કાળાણુ, તે સંયોગિક પુરાવાઓને ભેગા કરી આપે છે.
પ્રશ્નકર્તા: દાદા, એટલે જે એક્શન ને રિએકશન થવાનું તે આ કાળાણુઓને લીધે થાય ?
દાદાશ્રી : ના, એને લીધે નહીં પણ એના પરથી હિસાબ કાઢે કે આ જૂનું થયું, આ નવું થયું. કાળના અણુ હોય છે. હવે કાળ શું કહે છે, કે પણ આ શેના આધારે નક્કી થશે ? ત્યારે કહે, અમારા આધારે. અમે નવાનું જૂનું કર્યા કરીએ. એટલે મેનેજરને કહે છે, તમારે ફેંકી દેવાનું પછી. નવાને જૂનું કરવું આ મારો ધંધો. એટલે કાળનું મેનેજમેન્ટપણું છે.
ચેતન, સર્વતો સુપરવાઇઝર ! એ બધા ભાગીદારોમાં ચેતન તત્ત્વ છે એ ધ્યાન રાખે છે બધાનું. હરેક વસ્તુ શું થઈ છે અને બધાનું ધ્યાન રાખે છે. એટલે સુપરવાઈઝર