________________
(૬) સંસાર એટલે છ તત્ત્વોની ભાગીદારીનો ધંધો !
૧૩૭
૧૩૮
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
જેવું, એને કશું કરવાનું નહીં. ખાલી સુપરવિઝન જ કરવાનું. એ ચેતન તત્ત્વનું કામ છે એમાં. છની ભાગીદારીમાં એની ફરજો શું ? ત્યારે કહે, ‘સુપરવિઝન કરવાનું. બોલવા-કરવાનું નહીં, વઢવાનું નહીં, કશું કરવાનું નહીં. લાવવાનું-લઈ જવાનું કશું જ નહીં. એમાં આત્માએ બધા ઉપર ધ્યાન રાખવાનું કે આ બધું કેવી રીતે થાય છે. ભૂલચૂક હોય તો ખબર પાડવાની, સમજણ પાડવાની. તમારે ઓન્લી (ફક્ત) નિરીક્ષણ કરવાનું કે કેવી રીતે ચાલી રહ્યું છે. તમારે જરા દેખરેખ રાખવાની કે કેમ ભઈ, આ કાટિંગમાં મોડું થયું. એટલું જ, વઢવા-કરવાનું નહીં. નિરીક્ષણ તમારે ફક્ત જોયા જ કરવાનું. આ બધા કામ કરી રહ્યા એ જોયા જ કરવાનું. આ બધાની ઉપર દેખભાળ કર્યા કરવાનું. કોઈને ટૈડકાવાનું નહીં, એવું તેવું નહીં કરવાનું. આપણે શું કરીએ છીએ ? ત્યારે આ બધાની ઉપર દેખભાળ કરીએ છીએ. દેખભાળ આપણું કામ છે. વ્યવસ્થા બીજાના હાથમાં છે. સુપ્રિન્ટેન્ડન્ટપણું, ખાલી જોવાનું ને જાણવાનું, બસ. બીજી ભાંજગડ નહીં કરવાની. શો માલ સામાન આવ્યો-ગયો એ બધી તપાસ રાખવાની. એ તત્ત્વ ચેતન જે તમે પોતે છો.
આમ ચાલે છથી ધંધો ! આ બધાં તત્ત્વોનો વેપાર ચાલુ થયો છે આ. છ ભાગીદારી. તે આકાશની જગ્યા અને બીજા પાંચ ભાગીદારો. હઉહઉનું (સહુનું) કામ કરી ચાલુ કરી આ ભાગીદારી.
સિક્સ ઇટર્નલ પાર્ટનર ઈન ધીસ વર્લ્ડ. ચેતનેય પાર્ટનર છે, પરમાણુય પાર્ટનર છે, પછી ગતિસહાયક પાર્ટનર છે, સ્થિતિસહાયક પાર્ટનર છે, અવકાશ દેનારોય પાર્ટનર છે. ટાઈમ પાર્ટનર. પોત પોતાનાં કાર્યો કરે છે આમાં. પોતપોતાનું કામ વહેંચી લીધું છે. અને આત્માને આ બધાનું નિરીક્ષણ કરવાનું છે, દેખભાળ કરવાની છે. એને ભાગીદારી એટલા પૂરતી હતી. દેખભાળ કરવા પૂરતી એના બદલે ચોંટી પડ્યો કે “આ મારું છે, મારું છે.’ આ આખું દબાઈ પડ્યો. ‘તમે બધા શું કરો છો ? હું જ બધું કરું છું, મારા સિવાય આ બધું શી રીતે થાય ?’
આ છ ભાગિયામાં, આત્મા એક વન સિક્સથ (છઠ્ઠા ભાગનો)
પાર્ટનર છે. અને આ કહે છે કે, “હું જ કરું છું આ બધું.” એટલે પેલા ભાગિયાઓ ચિઢાયા છે, તે તેલ કાઢી નાખે છે એનું. ચિઢાય કે ના ચિઢાય ? ખરેખરું કહો ને ? ‘હું જ કરું છું' એમ આખો લઈ બેઠો છે. ત્યારે પેલા ભાગિયા કહે છે, “મૂઆ, બધું કામ અમે કરીએ ને તું એકલો માથે લઈ પડું છું ?”
બતી બેઠો માલિક, ચેતન ! તે પેલા કહે છે, ‘તું ક્યાં હતો પહેલા, કાટિંગ ઉપર હું છું.” તો પેલો કહે છે કે, ‘અલ્યા, સામાન મારો.” “અલ્યા, જગ્યા મારી ને તું વચ્ચે કચકચ શેનો કરે છે ?” પેલાં કહે, ‘તું શેનો, અલ્યા મૂઆ, અત્યારે આ બધી વસ્તુઓ અમારી ઉપર આવીને.” બીજા પાંચ ભાગીયા કહે છે, ‘તું ઊંધે છે ત્યારે મહીં બધું કોણ ચલાવે છે, અમે ભાગીદાર નહીં ? આપણે સરખા ભાગીદાર છીએ.”
એટલે બધાં તત્ત્વો છે, તે કામ કરી રહ્યાં છે. તેમાં આપણે (વિભાવિક) આત્મા, પોતે “આ હું, આ મેં કર્યું, આ મેં કર્યું, આ મેં કર્યું. આ મારું', કહે છે. આ મારું, એટલે પેલા બધાંની પાર્ટનરશીપ જ ઊડાડી દીધી એટલે બધા ભાગિયાઓએ દાવા માંડ્યા છે. બોલો, આ દાવા માંડ્યા હોય એમાં કોઈ સુખી હોય ખરો ? કરે છે બધા ભેગા થઈને, તો આપણે પાર્ટનરશીપ સ્વીકારવી ના પડે એમની, કે ભઈ, આ તમે કર્યું !
- આ પેલા ભાગીદાર કંઈ જેવાતેવા નથી. કેવા ? ‘આવી જા, તારા બાપને સીધો કરી નાખીએ.” કહેશે. તે ગોદા માર માર કરે છે અને જો દાવા ચાલે છે. આમના જેવા વકીલોય પણ મળી આવે છે પાછા. વકીલો આમના પક્ષમાં પડ્યા હોય ત્યારે પેલો વિરોધમાં પડી જાય. મહીં ઝઘડા, બધી ભાંજગડો ચાલે છે.
વિશેષભાવથી થયો સંસાર ! બોલો, વકીલ ના કરવો પડે પછી ? પેલા બધાએ તો વકીલ રોક્યા પછી આ ભઈ જેવા.