________________
(૬) સંસાર એટલે છ તત્ત્વોની ભાગીદારીનો ધંધો !
૧૩૯
૧૪૦
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
પ્રશ્નકર્તા : પણ દાદા, એ અમારે આર્મેટ્રેિશન ક્લોઝ એક હતું. એ જ્ઞાની મળે તો નિકાલ કરી આપે, તો કબૂલ બધાને.
દાદાશ્રી : ‘પણ ઝઘડા શાથી ભાઈ આ ? હું એકલો છું. મહીં અત્યારે કોણ મૂઆ કચકચ કરો છો તે ? અત્યારે સૂઈ જવા દો ને?” પણ ના સૂવા દે. કોઈ દહાડો બનેલું નહીં, અનુભવમાં નહીં આવેલું ?
પ્રશ્નકર્તા : ચાલે, અરે ખૂબ ! દાદાશ્રી : અનુભવી છો ? એક્સ્પર્ટ ?
પ્રશ્નકર્તા : અનુભવી, એસ્પર્ટ નહીં. ઝઘડા જોઈએ છીએ, ઝઘડા ખૂબ ચાલે છે.
દાદાશ્રી : બાકી હું તો એક્સ્પર્ટ થયેલો હતો. ઊંઘ આવે જ નહીં ને, શી રીતે આવે છે ? શ્યાં સુધી જ્ઞાન થયું હોતું ત્યાં સુધી આવતી ન'તી. આને લીધે આબરૂ જતી રહી. મોટા આબરૂદાર ! ગામમાં દસ વીઘા ભોંય (જમીન) અને એક છાપરું (ઘર), તેમાં મોટા જો કોઈ ખંભાતના નવાબ ના આવ્યા હોય એવો રોફ હોય ! અરે, ખંભાતના નવાબને ગાંઠે નહીં પાછા. ગાયકવાડને પણ ના ગાંઠે એવા !
પ્રશ્નકર્તા : આપ્તવાણીમાં લખાયું છે કે શુદ્ધાત્માને બીજા તત્ત્વો ગાંઠતા નથી, તો આપે એ તત્ત્વો કેવી રીતે અનુકૂળ કયાં ?
દાદાશ્રી : પોતે જ્ઞાન થાય એટલે અનુકૂળ થઈ જાય. અજ્ઞાન હોય તો હજુ ગાંઠે નહીં. અહંકાર થાય તો બીજાં તત્ત્વો કહે છે કે ‘તારા એકલાના બાપનું છે. અમારા બધાંની ભાગીદારી છે.’ અને જ્ઞાન થાય એટલે અહંકાર જાય એટલે પેલા બધાં ચોખ્ખાં થઈ જાય. આ અજ્ઞાનને લઈને લઢાલઢ છે બધું. અજ્ઞાનને લઈને આખો માલિક થઈ બેસે છે. છ ભાગીદાર છે તેમાં આ એકલો જ કહે છે કે “મારું છે,
ઉત્પન્ન થયો એટલે ‘હું કરું છું' આવી ગયું. એટલે આ બધા ઝઘડા ચાલે છે. એટલે છૂટો થઈ જાયને, એક ફેરો પોતાનું આ (સ્વરૂપ) જાણી જાય, પછી બધું એમ (અહંકાર) ના કરે. પછી ઝઘડો ના રહે, આ બધું અજ્ઞાનતાથી ચાલ્યા કરે, લૌકિક રીતે એના તોફાન ચાલે છે.
હવે બીજા બધા ભાગિયા રિસાયા છે. જો દાવો માંડ્યો, માર ઠોક ઠોક કર્યા કરે છે. હવે શી રીતે છૂટકો થાય, એ ખબર નથી પડતી. આ બધા ખરાબ છે, એવું એને લાગે છે. પણ ના, તું છૂટો થઈ જા મૂઆ, નહીં તો માર્યો જઈશ. એટલે અમે છૂટો કરી આપીએ, આ ફસામણમાંથી.
આ દેહની ચંદુલાલ નામની દુકાનમાં આપણે છઠ્ઠા ભાગના પાર્ટનર હતા અને એ બધાનો ભાગ પડાવી લીધો કે ‘હું જ ચંદુલાલ અને હું બધું કરું છું.' એના બધા ઝઘડા છે. અને હવે તો આપણે આપણો ભાગ જ કાઢી લીધો એટલે છૂટ્યા. આ તેમાં આપણે જોયા કરવાનું હતું, ત્યાં આપણે શું કરવા મહીં હાથ ઘાલીએ ?
આમાં ભગવાન છે છઠ્ઠા પાર્ટનર ! પ્રશ્નકર્તા : આ દાખલો આપીને છ તત્ત્વોની મોટી વાત કરી.
દાદાશ્રી : બહુ મોટી વાત છે. એક શરીરમાં છ તત્ત્વો હોય ત્યારે શરીર બને. હવે છ તત્ત્વો એટલે ધેર આર સિક્સ પાર્ટનર્સ ઈન ધીસ બોડી.
આ વર્લ્ડમાં કોઈથી એમ કહી શકાય એવું નથી કે “આ હું કરું છું !' એવો કોઈને હક્ક લાગુ ના થાય. ભગવાનથી પણ એમ ના કહેવાય કે મેં આ બનાવ્યું છે ! ભગવાન ‘મેં બનાવ્યું' કહે તો બીજાં તત્ત્વો કહે કે “લે ભઈ, બનાવ ત્યારે બીજી દુનિયા, અમે ખસી જઈએ છીએ.” તે ખસી જાય તો ભગવાન તો આમ લખોટા માર્યા કરે ! હવે બીજાં તત્ત્વો રોફમાં આવી જાય ત્યારે ભગવાન કહે, ‘હું ખસી જઉં છું.” એટલે પેલાં બીજાં તત્ત્વો કહે, ‘ના ભઈ, આપણા બધાંનો હક્ક છે !' આ તો છ યે તત્ત્વોની ‘ઇક્વલ પાર્ટનરશીપ’ (સરખી ભાગીદારી) છે.
વિશેષ ભાવ ઉત્પન્ન થયો, અહંકાર ઊભો થયો, આત્મામાં નહીં. આત્મા તો એમ જ છે પણ આ બે ભેગા થયા પછી વિશેષ ભાવ