________________
૧૪૨
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
(૬) સંસાર એટલે છ તત્ત્વોની ભાગીદારીનો ધંધો !
૧૪૧ એટલે ગોડ ઈઝ નોટ યુનિવર્સ એન્ડ યુનિવર્સ ઈઝ નોટ ગોડ.
પ્રસનકર્તા : એવું કહેવાય છે, ગોડ નથી. આ બધું નેચરલ પ્રોસેસ
જ
છે.
દાદાશ્રી : ના, ના, હઝેડ પરસન્ટ રોંગ (સો ટકા ખોટું). ગોડ ઈઝ વન સિસ્થ પાર્ટનર ઈન ધીસ બ્રહ્માંડ. હી ઈઝ નોટ ધી ઓનર, હી ઈઝ વન ઑફ ધી પાર્ટનર.
પ્રશ્નકર્તા : એટલે તમે એમ કહેવા માંગો છો કે શ્યાં આગળ જીવ છે, ચેતન છે ત્યાં આગળ ગોડની ૧/૬ પાર્ટનરશીપ છે?
દાદાશ્રી : ગોડ ઈઝ ઈન એવરી ક્રિયેચર વેધર વિઝિબલ ઓર ઈનવિઝિબલ, નોટ ઈન ક્રિયેશન. ઈન ક્રિયેશન ધેર ઈઝ નો ગોડ.
યે બોડી ચલાને કે લિયે ધેર આર સિક્સ પાર્ટનર્સ. વન ગોડ એન્ડ ફાઈવ અધર્સ. નાઉ ગોડ ઈઝ સ્પીકીંગ ધેટ આઈ એમ ડુઈગ એવરીથિંગ, ઈસકે લિયે કોર્ટ કા ઝઘડા ચલ રહા હૈ, વો ફાઈવ પાર્ટનરને દાવા લગા દિયા કોર્ટ મેં.
અંદરતી વઢવાડ ! આ છ ભાગીદારો આ દેહમાં છે. આપણે કહીએ કે મતભેદ કેમ પડે છે, મહીં ને મહીં ? આપણા અહીં અંદર મતભેદ પડે કે ના પડે ? એક પક્ષ આવું કહેતો હોય ને એક પક્ષ આવું બોલતો હોય, બોલે કે ના બોલ ?
આખા શરીરમાં બીજો કોઈ મતભેદ જ ના હોય. શરીરની મહીં મતભેદ ના હોવા જોઈએ. પહેલાં હિન્દુસ્તાનના મતભેદને કાઢવા ફરે છે લોકો, આપણો મહીં મતભેદ ના હોવો જોઈએ. અને મહીં મતભેદ થયો એટલે ગોટાળો. પછી ટેન્શન. શું થાય ? પછી કોગ્રેશન આવેને ?
પ્રસનકર્તા અંદરનો મતભેદ એટલે શું ? દાખલો આપીને સમજાવો. દાદાશ્રી : હવે ચંદુભાઈ કોઈને બોલાવતા હોય, કો'કને દેખ્યો
એટલે કહેશે, ‘આવો, આવો.' તો મહીં કહેશે, ‘આ નાલાયકને શું કામ છે તે ? મહીં પાછા એવું બોલે. એ ત્રીજો તૃતિયમ્ બોલે એવું કોઈ વખત બને ખરું ?
પ્રશ્નકર્તા : કો'ક વખત શું, લગભગ બધી વખત બને. દાદાશ્રી : રોજ ?
પ્રશ્નકર્તા ઃ ભૂલમાં બોલાવી લીધા પછી થઈ જાયને કે સાલું, આમને ક્યાં બેસાડ્યા ?
દાદાશ્રી : એટલે આ મતભેદ ઠેર ઠેર, ઘરમાં, મહીં અંદર ઝઘડામતભેદ હોય. આ તો હમણે આ જ્ઞાન આપ્યા પછી ઓછા થયા, નહીં તો પહેલાં તો આખો દહાડોય ચાલ્યા કરતા મહીં તોફાન. ‘અલ્યા, મેં તમારું શું બગાડ્યું છે તે તમે મૂઆ મારા ઘરમાં વઢો છો બધા ?” ત્યારે કહે, ‘તમે અમારું શું બગાડ્યું છે, તે તમે જાણતા નથી ? છ ભાગીદારનો સરખો ધંધો અને તમે કહો છો કે મેં કર્યું. એ અમને ફાવશે નહીં આવું.” એની આ વઢવાડ થઈ ગઈ છે.
તમે કહો છો કે “કર્યું” એવું ના બોલશો. તમે સાધારણ રીતે વાણી તરીકે બોલો, કે “મેં કર્યું', વ્યવહાર તરીકે. પણ ‘મેં કર્યું” કહેવું એમાં તમારો એટલો બધો વાંક નથી. બધું સાયટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે. બધાનું ભેગું છે. આ તો ‘તમે’ ચોંટી પડ્યા, “મેં જ કર્યું અને તમે જ મનમાં માની લીધું. બધા ભાગીદારોને તો કાઢી નાખ્યા. એટલે આ ભાગીદારો મૂઆ મહીં કચકચ, વઢવાડ, વઢવાડ, માર, તોફાન, તોફાન, તોફાન કરી મૂકે છે. એટલે આ ‘મેં'પણું છુટું, તો પછી વઢવાડ નહીં કોઈ જાતની. જો વઢવાડ ઓછી થઈ ગઈને બધી ? હૈ... નહીં તો ‘હું, હું, હું...' આ શેઠનેય તે આવી વઢવાડ થતી હતી ને બહુ? હવે બધી ઓછી થઈ ગઈને ?
પ્રશ્નકર્તા : હા, દાદા. દાદાશ્રી : કારણ કે આ પોતે એકલો કરતો નથી, બધા ભેગા