________________
(૬) સંસાર એટલે છ તત્ત્વોની ભાગીદારીનો ધંધો !
૧૪૩
૧૪૪
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
થઈને કરે છે આ. બધાની ભાગીદારી છે. ત્યારે આ એકલો માથે ચોંટી પડે છે, ત્યાર પછી શું થાય તે ? એટલે હવે તમને એમ લાગે છે કે સાલું, બહુ વઢવાડ, પહેલાં જેટલી નથી હવે ! પહેલાં જેટલી નથીને ?
પ્રશનકર્તા : ના, દાદા.
દાદાશ્રી : ધીમે ધીમે એય બંધ થઈ જશે. આ ભાઈને તો ઘમસાણ ચાલતું હતું, પાકિસ્તાન ને હિન્દુસ્તાન જેવું ચાલતું હતું, તે બધું બંધ થઈ ગયું. હવે થોડું અમથું નહીં આવે, આમથી આવે એક ભાઈ, આમથી બે આવે, એવું બધું. આમથી આવે ને તેમથી આવે, તો પછી ચાલે વળી થોડુંઘણું.
પ્રશ્નકર્તા : પણ દાદા, આત્મા ના હોય, તો બીજા પાંચ ભાગીદારો શું કરવાના હતા ?
દાદાશ્રી : એવું ના બોલાય. એ પાંચ કહે છે, “અમારામાંથી એક ના હોત તો તમે ભાંગી પડત.”
પ્રશ્નકર્તા : તો તો પછી મોક્ષમાં ગયા, તો પછી બાકીના પાંચ તત્ત્વો ક્યાં ગયાં ?
દાદાશ્રી : એ એમની મેળે પોતાની સ્વતંત્ર મજા જ કરે છે એ. એમને કશી ખોટ ગઈ નથી.
પ્રશનકર્તા : પણ ભાગીદારી એને લીધે છે ને ?
દાદાશ્રી : ના, એને લીધે નહીં, કોઈ કોઈને લીધેય નથી, કોઈ કોઈને મદદ નથી, કોઈ કોઈને ખોટે નથી, કોઈને ધક્કો મારતો નથી, કોઈને મદદ કરતું નથી, ઑબ્લાઈઝ કરતું નથી, કશું જ નથી. આ તો અહંકાર ઊભો થઈ ગયો છે, ‘મેં કર્યું અને અહંકાર નિર્મૂળ થાય તેની પણ ખબર પડી જાયને તરત ?
પ્રશ્નકર્તા : તરત જ ખબર પડી જાય. દાદાશ્રી : જો બધા ઝઘડા મહીં ઓછા થઈ જાયને ? હવે તમારે
બહુ ઝઘડા છે નહીં ને ?
દરેકમાં છ જ ભાગીદાર છે. ગુલાબમાં પણ છ ભાગીદાર છે, પણ વઢવાડ નથી. પાંચ ઈન્દ્રિયનો સ્વામી થયો તો મારામાર કરી મૂકે. ગુલાબમાં છએ સરખા. તેથી પાન સરખા, સુગંધ સરખી. સમભાવે નિકાલ કરીશું, માત્ર જ્ઞાતા-દ્રષ્ટા રહીશું, એટલે બાકીના પાંચ ભાગીદાર પછી સરખા ચાલશે, બરોબર કામ કરશે. બૂમાબૂમ નહીં કરે.
આવું આ જગત આ લોકોને શી રીતે સમજણ પડે ? એ તો શ્યારે આનો ફોડ પડેને, કર્તા કોણ છે ? પોતે કોણ છે ? ત્યારે આપણે ‘એને’ કહીએ કે, ‘ભઈ, તું જ્ઞાયક સ્વભાવનો છું, તારે જોયા કરવું. કર્તા આ વ્યવસ્થિત છે.’ સમજણ પાડીએ છીએને ? પછી એનો નિવેડો આવે.
છતા કર્યા બાર તે.. આ દુકાન છે ને, એનું નામ ચંદુભાઇ. પણ તમારું કોણ ? આ દુકાનમાં તો છે ભાગીયા છે, બળ્યા. તેમાં ‘તમે” એકલા જ ચોંટી પડો. ‘મારું જ છે, મારું જ છે.” તેની લઢવાડ થાય પછી.
છ ભાગિયા આમાં છે. પાછો પૈણાવે એટલે ચંદ્રાબેન નામની દુકાનમાં બીજા છ ભાગિયા એટલે મોટું કોર્પોરેશન થયું. અને કોર્પોરેશનમાં એ એક બાબો જન્મ, તે છ ભાગિયા લઈને આવે. પાછા બેબીબેન જન્મે તેના છ ભાગિયા ભેગાં થાય. અને આ પતિ-પત્ની બાર તે. પછી બાબાની વહુ આવે, વહુને બાબો આવે, એમ ભાગિયા વધ્યા કરે. પછી લઢેઢા ના થાય, તો શું થાય છે ?
હવે આ ભાગિયા થઈને આ ચલાવે છે અને બીજા છ ભેગા કર્યા એટલે કોર્પોરેશન થયું. આ લોકોને ખબર નથી. બ્રાહ્મણેય કહેતા નથી કે આ કોર્પોરેશન થાય છે. કોર્પોરેશન વધતું જાય ને, દાડે દા'ડે ? આમાંથી છૂટકારો શી રીતે થાય એનો ? દુઃખમાંથી મુક્ત કેમ કરીને થાય છે ?
એવી આ દુનિયા છે. આ જાણવું પડે ને ! આ જાણે તો ઊકેલ