________________
(૬) સંસાર એટલે છ તત્ત્વોની ભાગીદારીનો ધંધો !
૧૪૫
૧૪૬
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
આવે. આ જાણે નહીં તો આ બધું ગૂંચવાયા કરે ને ! એટલે આ જે દેહાધ્યાસ થયેલો છે, એ અમે છોડાવી આપીએ તમને. બાકી નહીં તો કોઈ અવતારમાં દેહાધ્યાસ છૂટે નહીં.
ચેતવે રહેવાતું માત્ર જ્ઞાતા-દ્રષ્ટા.... તમને આ ભાગિયા ગમ્યા ? પ્રશ્નકર્તા : ગમ્યા.
દાદાશ્રી : હવે આ ભાગિયા એમની મેળે કામ કરતાં હોય તો આપણે શી ભાંજગડ આ બધી નકામી ? તને ગમે છે, નથી ગમતું?
પ્રશ્નકર્તા : ગમે છે. દાદાશ્રી : તો હવે તું શું કરું છું, વહીવટ બધો.... પ્રશ્નકર્તા : જોયા કરવાનો.
દાદાશ્રી : બસ, બસ, બસ, જોયા કરવાનો. અમે તમને જ્ઞાન આપીએ છીએ ને, પછી તમારે એ રહે, તમારે જોયા કરવાનું.
તમે હવે એવું કરો છો કે કહ્યાથી જુદું કરો છો ? પ્રશ્નકર્તા : એવું જ કરું છું.
દાદાશ્રી : હવે સુપ્રિન્ટેન્ડન્ટપણું કરો છો? ‘હું કરું છું એવું નહીં કરતા ને ?
આ અમે અમારી મેળે નિરીક્ષણ-પરીક્ષણ કરીએ અને બધાના સુપ્રિન્ટેન્ડેન્ટ રહીએ છીએ. કશી ભાંજગડ નહીં. સહુ સહુનું કામ ચાલ્યા કરે. કોઈ ભાગિયાની બૂમ નહીં, બરાડો નહીં. જે જોઈતું હોય તે સામાન-બામાન બધો લાવે, લઈ જાય.
પ્રશ્નકર્તા : આ મૂળ તો વીતરાગી જ અને એમાંથી એણે આ નાટક ઊભું કર્યું ?
દાદાશ્રી : અને તત્ત્વોય બધાં વીતરાગી જ છે, એને રાગ-દ્વેષ છે નહીં. નાટક કરતાં કરતાં “આપણે” અહમ્ કર્યું ત્યાંથી જ પેલાં બધાં સામસામી ઝઘડા થયા કે ‘તારા એકલાનું છે બધું, તને જોઈ લઈશું.’ એ ચાલ્યું પછી...
પ્રશ્નકર્તા : દાદા, આપે છે તત્ત્વોની ભાગીદારીનું બહુ સુંદર દૃષ્ટાંત આપ્યું છે !
દાદાશ્રી : હં... કેવું સરસ !
કોઈ શાસ્ત્રમાં ના હોય એવી વાત છે આ. બહુ ઝીણી વાત છે આ. છ જણનું, છ ભાગિયાનું મહીં સહિયારું છે ! આપણું ને પારકાનું, સહિયારાને જો જુદું કરી દીધું તો કોર્ટ બંધ થઈ જાય.
આરાધન કરો માત્ર આજ્ઞાનું ! એટલે એ તો બધાને સમજવા વાતો કરીએ છીએ. બાકી, છ તત્ત્વ સમજવાથી કંઇ ઉકેલ આવશે એવું છે નહીં. આપણને આપણા મૂંઝવતા પ્રશનો હોય ને, તે પહેલાં સૉલ્વ કરાવી લેવા. છ તત્ત્વ તો એક વિજ્ઞાન છે. એ જાણવા જેવી વસ્તુ છે. અને જાણવા જેવી વસ્તુ રોજ આરાધન કરવાની ના હોય. એક જ ફેરો જાણી લીધું એટલે મનમાં સમાધાન થઇ રહ્યું. અને આપણા રોજના ઊભા થતાં પ્રશ્નો હોય તો તેનું સોલ્યુશન લાવવું એ આરાધન કરવા જેવી ચીજ. આપણે કોઇ શહેરમાં બહુ જોવાનું હોય તો કહેશે કે એક ફેરો જોઈ આવ્યા એટલે પછી એ શહેરનો બોજો નહીંને ! એવી રીતે આ છ તત્ત્વની વાત નીકળી, એ તમે સાંભળી એટલે પછી કશુંય નહીં. એ જાણી લીધું કહેવાય. હેલ્પ ના કરે. દરરોજ આપણા વ્યવહારમાં મૂંઝવતા પ્રશ્નનો ઉકેલ લાવે ત્યારે હેલ્પ કહેવાય. તમારે બહુ આ ઝીણી બાબતમાં ના ઉતરવું. આપણે આત્માનું કર્યા કરવું.