________________
પરમાણુ,
ખંડ-૨
અવિતાશી દ્રવ્ય !
[૧]
પરમાણુનું સ્વરૂપ !
રૂપી છે સ્વરૂપે એ !
જગતમાં પરમાણુ તો બધે શ્યાં ને ત્યાં છે. આખું જગત પરમાણુઓથી જ ભરેલું છે.
આ આંખે બધું દેખાય છે, કાને સંભળાય છે, આ ઈન્દ્રિયોથી અનુભવમાં આવે છે એ બધું રૂપી તત્ત્વ છે, એ મૂળ સ્વરૂપે અવિનાશી છે અને અવસ્થા સ્વરૂપે વિનાશી છે. એ પરમાણુ તરીકે અવિનાશી છે અને અણુ તરીકે આ બધું જે દેખાય છે તે બધું વિનાશી છે. એ એકલું જ તત્ત્વ દેખાય એવું રૂપી છે, તેય મૂળ તત્ત્વ નથી દેખાય એવું. આ એની અવસ્થા જ દેખાય છે. જડ રૂપી છે, ચેતન અરૂપી છે. એટલે આ જડ ઓળખાય છે આપણને અને ચેતન ઓળખાય નહીં. આ આંખે ના ઓળખાય, એ તો દિવ્યચક્ષુથી ઓળખાય.
પ્રશ્નકર્તા : આ જે પરમાણુઓ છે, એ કોણે શોધી કાઢ્યા ?
દાદાશ્રી : શોધ્યા તીર્થંકરોએ અને જ્ઞાનીઓને સમજમાં આવી
ગયું. એમનું જે જોયેલું, તે આમની સમજમાં આવેલું.
પ્રશ્નકર્તા : આ પુદ્ગલ પરમાણુની ઉત્પત્તિ ક્યાંથી થઈ,
૧૪૮
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
વિજ્ઞાનીઓ એ શોધવા માગે છે.
દાદાશ્રી : શું શોધવા માગે છે ? ઉત્પત્તિ ? એમને કહેવાનું કે અવિનાશી ચીજની ઉત્પત્તિ ના હોય. ઉત્પત્તિ થાય એ નાશ થઇ જાય કાયમ માટે, એટલે ઉત્પતિ થઈ નથી, કહીએ. પણ એમને સમજાય નહીંને વસ્તુ, બુદ્ધિથી સમજે છે ત્યાં સુધી. અમેય કેવળજ્ઞાનથી જોઈ શક્તા નથી પણ કેવળજ્ઞાનની વાત અમને સમજમાં બેસી ગઈ છે.
આ લોકોએ પેલું ખોળી કાઢ્યું છે ને ! એટમ ખોળી કાઢ્યો છે. પરમાણુ તો એટમથી બહુ નાનામાં નાની વસ્તુ છે. એટમ તો એમને
દેખાયોય ખરો.
પ્રશ્નકર્તા : પરમાણુ સૂક્ષ્મ થયું ને ?
દાદાશ્રી : એ આંખે દેખાય નહીં એવું. છેલ્લા ભાગ ન પડી જાય, વિભાજન ના થાય, એ પરમાણુ કહેવાય. આ પુદ્ગલ છે, એ પરમાણુમાંથી જ થયેલા છે.
પરમાણુઓ, એક કે અનેક ?
પ્રશ્નકર્તા: પરમાણુ એક છે કે અનેક છે ?
દાદાશ્રી : પરમાણુઓ અનંત છે. પણ પોતે એક-એક જુદા જુદા પાડી શકે. જુદા પાડે તેને પરમાણુ કહેવાય. એટલે અનંત છે એવા.
પ્રશ્નકર્તા : એ બે થયા એની અમુક અવસ્થા અને ત્રણ થયા એની અમુક અવસ્થા અને ચાર થયા એની અમુક અવસ્થા એવું કંઈક છે ?
દાદાશ્રી : એ બદલાયા કરે.
પ્રશ્નકર્તા ઃ આ બધા શ્યારે પરમાણુરૂપમાં હોય છે, ત્યારે એક જ પરમાણુ છે કે અનેક પરમાણુ હોય છે ?