________________
(૧) પરમાણુનું સ્વરૂપ !
૧૪૯
૧૫૦
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
દાદાશ્રી : ના, એવું કોઇ કોઇને લેવાદેવા નથી. પોતપોતાના સ્વભાવથી જ છે બધા. પણ સરખા ગુણવાળા છે બધા. એક પરમાણુનો જે ગુણ છે, એવા બીજા બધાયમાં ગુણ છે બધા. કોઇ આ(પદાર્થ)માંથી આ (અણુ) થયા નથી કે એ (અણુ)માંથી આ (પરમાણુ) થયા નથી. જે થયા છે એવું કહેવાય ને ત્યાં કંઇ છે તે ક્રિયેશન છે. તત્ત્વોનું ક્રિયેશન આ જગતમાં છે નહીં. ક્રિયેશન જો આ જગતમાં હોય તો આ બધું મેનમેઇડ એકલું જ છે. પછી ઘડા-બડા, મકાનો-બકાનો બધું ક્રિયેશન. આ તો બધી અવસ્થાઓ ઊભી થાય છે, નિમિત્તથી. આ વાદળ એ ક્રિયેશન નથી, અવસ્થા છે.
રૂંધતી સાચી સમજ !
દાદાશ્રી : અનંતા પરમાણુઓ અને ચેતનેય અનંતા છે. આ છ વસ્તુઓ છે, અવિનાશી. તેમાં અમુક અનંતી છે. ફક્ત આકાશ એક છે. પછી આ ધર્માસ્તિકાય એક જ છે. અધર્માસ્તિકાય પણ એક જ છે.
પ્રશ્નકર્તા : મારે એ જાણવું છે કે એક પરમાણુમાંથી અનેક પરમાણુ થયા છે કે ?
દાદાશ્રી : કોઇ કોઇનામાંથી થયું જ નથી. કોઇ કોઇને લેવાદેવા જ નથી. એકમાંથી અનેક થયું નથી અને અનેકમાંથી એકેય થયું નથી. પોતપોતાના સ્વભાવથી છે. એટલે આમાં કોઈ કશું કરનાર નથી. ફક્ત આ સંજોગોના આધારે બે પરમાણુ ચોંટી જાય, ત્રણ ચોંટી જાય, ચોથું ચોંટી જાય અને કોઇપણ સાધનથી દૃશ્ય થયું એટલે એને અણુ કહે લોક. બાકી કોઇ પણ સાધનથી દેશ્ય ના હોય, તેનું નામ પરમાણુ.
પ્રશ્નકર્તા ઃ તે પરમાણુ જે તમે કહો છો કે દેશ્ય ના થાય, તે પરમાણુ કે પરમાણુઓ ?
દાદાશ્રી : પરમાણુ. પરમાણુઓ તો બધા પાર વગરના છે. પ્રશ્નકર્તા ઃ હા, તો મૂળ તો એક જ ને ?
દાદાશ્રી : ના, એક તો કશું હોય નહીં. એક હોય તો અણુ શી રીતે થાય ?
પ્રશ્નકર્તા: હા, તો બે પરમાણુઓ ભેગા થયા તો આટલા બધા પરમાણુઓ ક્યાંથી આવ્યા ?
દાદાશ્રી : આવવાના ક્યાંથી ? અહીં છે જ. આ જગતમાં એનું અસ્તિત્વ છે. આવવા-જવાનું કોઇને થયેલ જ નથી. આ હતા, છે અને રહેશે. કાયમના જ છે.
પ્રશ્નકર્તા : હવે પદાર્થ દેખાય છે. પદાર્થથી અણુ આવ્યા, અણુથી આગળ પરમાણુ આવ્યા. હવે એક પરમાણુના પ્રસવ થઇને અનેક પરમાણુઓ થયા છે ?
પ્રશ્નકર્તા : વ્યવહારથી આ બધું પુદ્ગલ અલગ અલગ, નિશ્ચયથી એક જ ?
દાદાશ્રી : નિશ્ચયથી એકે નથી પુદ્ગલ. પ્રશ્નકર્તા : તો ?
દાદાશ્રી : આ તો એમની દૃષ્ટિએ છૂટનારા, પુદ્ગલથી છૂટવા માટે બોલી ગયા છે, છૂટવા માટે એવું છે. બાકી વ્યવહારથી અનંત છે ને નિશ્ચયથીય અનંત છે. કારણ કે એના પરમાણુરૂપે ચોખ્ખા છે, પુદ્ગલ આખું પરમાણુરૂપે છે.
પ્રશ્નકર્તા ઃ અંધ કોને કહેવાય, પરમાણુઓનો સ્કંધ ? એમાં બધું ફેર શું?
દાદાશ્રી : બે કે બેથી વધારે, ઘણા બધા પરમાણુનું મિલન થઈ જવું. એકાકાર થઈ જવું એ બધું ખંધ કહેવાય. સ્કંધ એટલે જામી ગયું આમ, બધું ભેગું થયું ને આવડો ટુકડો ભેગો થઈ જાય તેને અંધ કહેવાય. આ જગતમાં દેખાય એ બધું જ અંધ છે.
પ્રશ્નકર્તા : જડને એના લક્ષણોથી ઓળખે ?