________________
(૧) પરમાણુનું સ્વરૂપ !
૧૫૧
દાદાશ્રી : સ્વભાવથી. પરમાણુ તો હોય નહીંને ! ત્યાં તો સ્કંધ હોય, મોટી જથ્થાબંધ વસ્તુ હોય.
પ્રશ્નકર્તા : પુદ્ગલ ?
દાદાશ્રી : હં.
પ્રશ્નકર્તા ઃ અહીં અંદરથી પરિણામ ઊભા થાય એ પણ જથ્થાબંધ સ્કંધ સ્વરૂપે હોય ?
દાદાશ્રી : ના, પહેલાં પરમાણુ સ્વરૂપે. પછી જથ્થાબંધ થાય. પુદ્ગલ એટલે પૂરણ થયેલું અને ગલન થયા કરે તે.
પ્રશ્નકર્તા : દાદા, આ પરમાણુમાંથી જથ્થાબંધ થઈ જવુંને, એ નવી વાત છે. પહેલાં પરમાણુ સ્વરૂપે હોય અને પછી જથ્થાબંધ થઈ જાય, પેલું એ અહીંથી આમ કેવી રીતે થઈ જાય છે ? - દાદાશ્રી : આ શરીરમાં એકુય પરમાણુ નથી, બધું જથ્થાબંધ. એને સ્કંધ કહેવાય છે. પરમાણુ તો દેખાય નહીં. અણુ થયા પછી તે આ સાયન્ટિસ્ટોને જડે, બાકી બીજાને ના જડે. આપણે તો આવડું મોટું બાજરી જેવું થાય ત્યારે દેખાય. આપણી આંખ વધારે ધારણ કરી શકે નહીંને ! અને દૂરબીન (માઈક્રોસ્કોપ) હોય નહીં આપણી પાસે. દૂરબીન હોય તો પકડે.
પરમાણુ છે તે પરમેનન્ટ છે, ઈટર્નલ છે. આ બે (અણુ અને સ્કંધ) તો લોકોના ખ્યાલમાં આવે છે, પણ આ ચેતન વોલમાં ન આવી શકે. અને બીજું એમને આકાશ ખ્યાલમાં આવે.
તથી એતો શબ્દ અંગ્રેજીમાં ! પ્રશ્નકર્તા : અણુનો ‘એટમ” શબ્દ છે, તો પરમાણુનો શબ્દ શું છે ઇંગ્લીશમાં ?
૧૫ર
આપ્તવાણી-૧૪ (ભાગ-૨) જે દેખાય એનો શબ્દ જડે, જે દેખાય નહીં એના શબ્દ જડે નહીં.
પ્રશ્નકર્તા : દાદા, આપણે પરમાણુનો ઈંગ્લીશ શબ્દ નથી તો એટમ કહી શકાય શ્યારે પરમાણુની વાત કરે ત્યારે ?
દાદાશ્રી : એટમ તો પરમાણુની અવસ્થા છે.
પ્રશ્નકર્તા : વેસ્ટર્ન ફિલોસોફી મેટર’ શબ્દને વાપરે છે, એ જ પરમાણુ ?
દાદાશ્રી : મેટર ઈઝ નોટ પરમાણુ, બટ મેટર ઈઝ ધી ફેઝ ઑફ પરમાણુ.
અવસ્થાઓ એકલી જ બુદ્ધિગમ્ય છે. આંખથી દેખાય અગર બુદ્ધિથી દેખાય, એવી અવસ્થાઓ એકલી જ છે, એ મૂળ વસ્તુ નથી. એટલે એટમ તો એ લોકો જોઈ શક્યા અને એટલું વિચારી શક્યા કે આના હજુ ભાગ પડી શકે એમ છે અને પરમાણુના ભાગ ના પડે.
પ્રશ્નકર્તા : વિજ્ઞાનીઓને કેવું છે કે આપણે કહીએ કે આ પરમાણુ આવા છે અને તૂટે એવા નથી, તો પછી એનો એ લોકોને પ્રયોગ કરવો પડે અને પ્રયોગમાં જો પૂરવાર ના થાય તો એ માને નહીં કે આ સાચી વસ્તુ છે.
તો અહીંના સાયન્ટિસ્ટને એ પરમાણુ અવિભાશ્ય છે, એનો તમે કેવી રીતે ઉકેલ આપી શકો ?
દાદાશ્રી : એ તો અવિભાશ્ય છે ને, તે ગમે એટલાં વિભાજન કરતા કરતા પહોંચે ને, પણ પછી જે છેલ્લું વિભાજન થવાનું થાય છે, ત્યાં આંખથી દેખાતું નથી, દૂરબીનથી દેખાતું નથી. એટલે ઇન્દ્રિયગમ્ય નથી કે બુદ્ધિગમ્ય નથી એ. એટલે બુદ્ધિની પર જવું પડશે અને ત્યાં એમને ખ્યાલમાં રાખવું જોઈએ કે આ પ્રમાણે છે મૂળ હકીકત, બિગિનિંગ આનાથી છે. અને એ લોકોય એક્સેપ્ટ કરે કે બુદ્ધિથી ઉપરનું કંઈક છે કે શ્યાં બુદ્ધિ પહોંચતી નથી.
દાદાશ્રી : પરમાણુ શબ્દ અહીં ના હોય. એનો શબ્દ હોય નહીં.