________________
(૧) પરમાણુનું સ્વરૂપ !
૧૫૩
વૈજ્ઞાનિકોની પણ છે મર્યાદા ! પ્રશ્નકર્તા : પરમાણુ તે મોટા સાયન્ટિસ્ટોથી ડિસ્કવર નહીં થાય ? (શોધી નહીં શકાય) જેવી રીતે નાના એટમ્સની શોધ કરી છે...
૧૫૪
આપ્તવાણી-૧૪ (ભાગ-૨) કરીને આવ્યા છે. હવે આગળ જવું હોય તો પરમાણુ સુધી કેમ ન જઈ શકાય ?
દાદાશ્રી : હા, એટમ જડે, એટમ દેખાય. પણ એમને એમ ખાતરી છે કે આ અણુને વિભાશ્ય કરીએ છીએ, ભાંગી શકાય એવા છે. તે આ કોઈ વસ્તુ અવિભાશ્ય હોવી જોઈએ એવી શંકા રહે.
પ્રશનકર્તા : આ સાયન્ટિસ્ટોને પરમાણુ દેખાય નહીં, પણ કદાચ એવું બોલશે કે પરમાણુ જેવી વસ્તુ છે.
દાદાશ્રી : હા, એટલે એ પરમાણુ ના બોલે તોય એમ છે તે સમજશે કે આ વિભાશ્ય છે, માટે અવિભાશ્ય હોવું જોઈએ. એનો સામી કિનારો હોવો જોઈએ. દરેક વસ્તુનો સામો કિનારો હોય.
પ્રશ્નકર્તા : દાદા, એટમ પછીનાં જે નાના પાર્ટીકલ્સ છે, એને આ લોકો ઈગ્લીશમાં સબએટોમીક પાર્ટીકલ્સ કહે છે. ત્યાં સુધી એ લોકો પહોંચ્યા છે.
દાદાશ્રી : બસ, એથી આગળ જઈ શકશે નહીં.
પ્રશ્નકર્તા : અને હજી એ લોકોની માન્યતામાં, થીયરીમાં એવું માને છે, કે સબએટોમીક પાર્ટીકલ્સને પણ હજી નાના પાર્ટીકલમાં ભાગ કરી શકાય પણ આ લોકો પરમાણુ સુધી હજી નથી પહોંચ્યા.
દાદાશ્રી : પરમાણુ સુધી પહોંચી શકશે નહીં ને ! કારણ કે આ છે તે ઇન્દ્રિયોથી ગમ્ય નથી અને બુદ્ધિથીય ગમ્ય નથી. બુદ્ધિ ને ઇન્દ્રિયોથી સમજાય એવું નથી.
પ્રશનકર્તા : કેટલાંય વર્ષોથી વૈજ્ઞાનિક ઇતિહાસ એવો છે કે પાંચસો વર્ષ પહેલાં માનતા'તા કે એટમ છે. એનાથી આગળ જવાય એવું નથી. પણ વૈજ્ઞાનિકો અત્યારે પ્રયત્નોથી અને ઇન્કવાયરી કરી
દાદાશ્રી : પરમાણુ દેખાય તો તમે જુદા કરી શકો ને ! બુદ્ધિથી, આંખથી દેખાય, ઇન્દ્રિયગમ્ય હોય તો દેખાયને, એ લગભગ ત્યાંથી તમારે બંધ રાખવું પડશે. કારણ કે મૂળ વસ્તુ તો દેખાય એવી છે નહીં. એ જ્ઞાનીઓ એકલાને જ સમજાય. એય કેવળજ્ઞાનમાં હજુ મારેય થોડા વખત પછી જાણવાનું.
એ કેવળજ્ઞાની એટલે એબ્સોલ્યુટ થયેલા હોય, સંપૂર્ણ એબ્સોલ્યુટ. હું પણ એબ્સોલ્યુટ થયેલો પણ સંપૂર્ણતા નથી આ. જો સંપૂર્ણ એબ્સોલ્યુટ થાય ત્યારે એ સંપૂર્ણ જાણી શકે કે આ શું છે !
ફેર, પુદ્ગલ તે પરમાણુમાં ! પ્રશ્નકર્તા : આ મન-વચન-કાયા એ પણ પરમાણુની ઇફેક્ટને, દાદા ?
દાદાશ્રી : બધું પરમાણુ ને પરમાણુ સિવાય બીજું છે જ નહીં. પરમાણુ ના કહેવું, પુદ્ગલ કહેવું. પુદ્ગલ મૂળ પરમાણુ રૂપે નથી, અવસ્થા રૂપે છે.
પ્રાનકર્તા : પુદ્ગલ અને પરમાણુ એક કે જુદાં ? દાદાશ્રી : બે જુદાં કહેવાય. પ્રશનકર્તા : તો પુદ્ગલ અને પરમાણુની વ્યાખ્યા શું ?
દાદાશ્રી : જેના ફરી ભાગ ના થાય, એ પરમાણુ. અને ખરેખરા પરમાણુ. પરમાણુ જ કહેવાય. આ પુદ્ગલ એ વિભાવિક થયેલું છે. વિશેષભાવને પામેલું છે આ પુદ્ગલ.
બે જાતના પુદ્ગલ. એક વિશેષભાવને પામેલું. (એને વિભાવિક પુદ્ગલ કહેવાય.) અને એક મૂળ પુદ્ગલ, સ્વાભાવિક, જે પરમાણુ