________________
(૧) પરમાણુનું સ્વરૂપ |
સ્વરૂપે છે (અને પુદ્ગલ પરમાણુ તરીકે કહેવાય). વિભાવિક પુદ્ગલમાં તો જથ્થાબંધ પરમાણુ હોય અને સ્વભાવિક એ પરમાણુ રૂપે હોય. પુદ્ગલ તો, ફક્ત મનુષ્યને કે જીવમાત્રને એનો દેહ વળગેલો છે, તેને જ પુદ્ગલ કહેવાય, બીજાને પુદ્ગલ ના કહેવાય.
પ્રશ્નકર્તા : એટલે આને (ટેપરેકર્ડર) પુદ્ગલ નહીં કહેવાય ? દાદાશ્રી : ના.
૧૫૫
પ્રશ્નકર્તા : એટલે ખાલી અમુકમાં એટમ્સ હોય એટલે એમ નહીં કહેવાય કે એ પુદ્ગલ છે ! પુદ્ગલ એટલે જીવતું જોઈએ.
દાદાશ્રી : આ ક્રિયાકારી છે એવું કહેવાય, કે આ ભેગા થયા છે અને પાછા છૂટા થઈ શકે. એ એનો ટાઈમ બદલાય પાછો એટલે જુદું થઈ જાય.
પ્રશ્નકર્તા : એક પુદ્ગલમાં બે આત્મા સમાઈ શકે ?
દાદાશ્રી : એક પુદ્ગલમાં તો કરોડો આત્મા સમાઈ શકે. કારણ કે જેમાં સમાવવાનો હોયને, તે વિભાવિક પુદ્ગલ હોય. વિભાવિક પુદ્ગલ હોય ત્યાં તો લાખો આત્મા હોય. આવડા મોટા કરે તો સમજાય કે કેટલાય જીવો હોય ! વિભાવિક પુદ્ગલનો લોકોને ખ્યાલ જ નથી. એટલે આ જે પુદ્ગલ કહે છેને, એ વિભાવિક પુદ્ગલને જ પુદ્ગલ કહે છે.
પુદ્ગલ એ (મૂળ સ્વરૂપે) પરમેનન્ટ છે અને તુંય (મૂળ સ્વરૂપે) પરમેનન્ટ છે, એવું શ્યારે સમજાય ત્યારે કલ્યાણ થઈ જાય. પ્રશ્નકર્તા : પુદ્ગલેય પરમેનન્ટ છે ?
દાદાશ્રી : હા, મૂળ પુદ્ગલ પરમાણુ સ્વભાવથી પરમેનન્ટ છે. આ વિભાવિકને તું વિભાવિક સમજું, એટલે સ્વભાવિક પુદ્ગલનૈય સમજું, એ પરમેનન્ટ છે.
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
પ્રશ્નકર્તા : એટલે પુદ્ગલેય પરમેનન્ટ અને આત્માયે પરમેનન્ટ, ત્યાં સુધી એને દર્શન ઊઘડવું જોઈએ ?
૧૫૬
દાદાશ્રી : હા, આ પુદ્ગલ તો વિકૃત પુદ્ગલ છે. મૂળ સ્વભાવિક પુદ્ગલ પરમાણુ નહિને ! વિકૃત પુદ્ગલ વિનાશી છે, ગુરુ-લઘુ સ્વભાવનું છે અને સાચું પુદ્ગલ પરમાણુ તો અગુરુ-લઘુ સ્વભાવનું છે.
પ્રશ્નકર્તા ઃ સ્વભાવિક પુદ્ગલ અને વિભાવિક પુદ્ગલમાં ડિફરન્સ
શું ?
દાદાશ્રી : સ્વભાવિક પુદ્ગલ દેખાય નહીં એટલે હમણાં વાત જ કરવી નકામી છે. લોકો જાણતાય નથી એને. એ સ્વભાવિક પુદ્ગલ શું હોય એ તો આત્મજ્ઞાનીઓ જાણે પણ સાધારણ પબ્લિક તો કશું જાણતી નથી.
પ્રશ્નકર્તા : હવે આ પ્રકૃતિ વિભાગ છે એ ખરેખર પુદ્ગલ સ્વરૂપ નથી ને ? એટલે પ્રકૃતિ પરમાણુ સ્વરૂપ નથી ?
દાદાશ્રી : પ્રકૃતિ પુદ્ગલ સ્વરૂપ છે. પરમાણુ જે હોય એ ચોખ્ખા હોય અને આ પ્રકૃતિ એ રંગેલા પરમાણુ હોય, ભાવથી રંગેલા પરમાણુ. જેવા ભાવે રંગેલા એવી જાતનાં પરમાણુ હોય. તે પુદ્ગલ થયા પછી રંગ ચઢ્યો એટલે પુદ્ગલ કહેવાય. પછી એવા ભાવે, તે રંગ જેવા રંગનો છે એવા રંગનું ફળ આપીને જાય ત્યારે ચોખ્ખા થાય પાછા.
પ્રશ્નકર્તા : ચેતના વગર પુદ્ગલ તત્ત્વનું અસ્તિત્વ જ નથી ને ? દાદાશ્રી : એ બરાબર છે. પણ પુદ્ગલ એ મૂળ એના પરમાણુ રૂપે રહેલું છે. એ કંઈ બીજી રૂપે નથી રહ્યું. એમનું ખરું કહેવું છે કે ચેતન સિવાય પુદ્ગલ હોય કેવી રીતે ? એટલે પરમાણુ રૂપે રહેલું છે, કાયમને માટે સ્વતંત્ર રીતે. એ ચેતન સિવાય રહેલું છે.
પુદ્ગલતી સ્વતંત્ર શક્તિ !
પ્રશ્નકર્તા : તે આપે જે વાત કરી કે આ બધું પુદ્ગલ છે, તો