________________
(૧) પરમાણુનું સ્વરૂપ !
૧૫૭
૧૫૮
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
આ પુદ્ગલની શક્તિ અને આત્માની શક્તિ એ બન્નેને કેટલો મેળ
પ્રશનકર્તા : પણ જેવી આત્મ શક્તિ છે, એવી આ પુદ્ગલની શક્તિ કેટલી ?
દાદાશ્રી : પુદ્ગલનો પાવર તો જેમ આ બેટરીમાં પેલા સેલ હોય છે પાવર ભરેલા, તે ક્યાં સુધી બેટરીમાં તમે નાખો ત્યાં સુધી બેટરી ચાલુ રહે. પાવર ખલાસ થાય ત્યારે ઊડી ગયા. એવી રીતે આને આમાં આત્માની હાજરીથી પાવર જે ભરાયેલો છે તે મનવચન-કાયાની ત્રણ બેટરીઓ છે. તે ત્રણેય બેટરી ભરેલી છે ત્યાં સુધી લાઈટ અને એ મહીં પાવર ખલાસ થઈ ગયો તે ઊડી જાય. ફરી પાછો નવો પાવર ભરાયા કરે છે. જૂની બેટરીઓ ખલાસ થાય છે ને નવી બેટરીઓ ભરાયા કરે છે.
પ્રશ્નકર્તા : એટલે આ તો પરિવર્તનની વાત કરી, પણ એમાં એ પુગલમાં પાવર કેટલો છે, પુદ્ગલની શક્તિ કેટલી છે ?
દાદાશ્રી : પુદ્ગલની તો પૌગલિક શક્તિ છે, નહીં કે આત્મ શક્તિ છે. એટલે એની શક્તિ જુદી છે. પુદ્ગલ તો ફક્ત આ પાવર ના ભરાયો હોત તો પુદ્ગલ પરમાણુ તો છૂટા જ હતા. આ તો પાવર ભરાયો એટલે ચેતનનાં જેવું કામ કરે છે. જાણે ચેતન ના હોય, એવું સરસ કામ કરે છે. મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર, ક્રોધ-માન-માયા-લોભ બધું હોય છે. આમ ચેતન જેવું કામ કરે છે, પણ એમાં ચેતન બિલકુલ છે નહીં. આ પાવર જ છે, પાવર આત્મા જ છે. વ્યવહાર આત્મા એટલે પાવર આત્મા અને પેલો નિશ્ચય આત્મા એ રિયલ આત્મા. એ નિશ્ચય આત્મા જે છે એ કંઈ જ કરતો નથી આ શરીરમાં. એ જીવમાત્રને પ્રકાશ એકલો જ આપ્યા કરે છે. બીજું કંઈ જ કરતો નથી. કરવાપણું એના સ્વભાવમાં જ નથી. જે કંઈ કરે છે આ પુદ્ગલની દશા છે. પાવર આત્મા* જ કરી રહ્યો છે.
એ બેટરીઓ ખલાસ થાય, નવી ભરાય નહીં તો વાંધો નથી પણ આ તો જગતના લોકોને જૂની ડિસ્ચાર્જ થયા કરે ને નવી ચાર્જ થાય
દાદાશ્રી : પુદ્ગલની શક્તિમાં એક્ય કાચું તત્ત્વ નથી, શક્તિવાન છે. પુદ્ગલની ભયંકર શક્તિ, અપાર શક્તિ છે પણ આપણે તેની શક્તિ કામમાં લગાડવાની જરૂર નથી. આપણને શું પુદ્ગલ હેલ્પ કરે ? જેમ આત્માની અપાર શક્તિ છે એવું આ અપાર શક્તિવાળું પણ આત્માની શક્તિ અપાર જુદી જાતની છે, આની શક્તિ જુદી જાતની છે. આ (પુદ્ગલની) અચેતન શક્તિ છે, પેલી (આત્માની) ચેતન શક્તિ છે. આ રૂપી શક્તિ છે, પેલી અરૂપી શક્તિ છે.
પ્રશ્નકર્તા : અત્યારે આ બધી જગતમાં જે શક્તિ ઉત્પન્ન થઈ છે, જેમ પાણીના ફોર્સથી આ ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરે છે અને એ જગતમાં કેટલું બધું કાર્ય કરી રહ્યું છે, એવી રીતે આ જે પૌલિક શક્તિ બધી ઉત્પન્ન થઈ છે, તે આ જ્ઞાન-દર્શન અને ચેતના જો ના હોય તો પછી આ શક્તિ શું રહે ?
દાદાશ્રી : જબરજસ્ત શક્તિ છે. એમ ને એમ જ, જ્ઞાન-દર્શન, ચેતના ના હોય તોય પરમાણુમાં જબરજસ્ત શક્તિ છે.
આ જ્ઞાન-દર્શન ને ચેતનાથી તો વિકૃત શક્તિ ઉત્પન્ન થઈ છે ઊલટી, પેલી મૂળ શક્તિ છે ને, એ તો જબરજસ્ત શક્તિ છે. એવડું મોટું દર્શન છે, અત્યારે ગુપ્ત રીતે પડેલું છે.
અણુ તોડે ત્યારે શક્તિ વ્યક્ત ! પ્રશનકર્તા : શ્યારથી આ લોકોએ એટમિક બોમ્બ બનાવ્યોને, ત્યારે જડ વસ્તુમાંથી એમણે આખી શક્તિ પેદા કરી.
દાદાશ્રી : જડમાં તો બહુ શક્તિ છે, ચેતન કરતાંય વધારે શક્તિ. જડ તો જગત ભસ્મીભૂત કરી નાખે એટલી શક્તિ ધરાવે છે. તેનામાં ફક્ત લાગણી નથી. અણુનો ઉપયોગ કર્યો છે લોકોએ.
* આપ્તવાણી શ્રી-૧૪, ભાગ-૩ અને ૪માં પાવર ચેતન વિશે વિગતવાર સત્સંગ છે.