________________
૧પ૯
૧૬
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
(૧) પરમાણુનું સ્વરૂપ !
પ્રશ્નકર્તા : મેટરમાં ઈલેક્ટ્રોન, ન્યૂટ્રોન ને પ્રોટોન ? દાદાશ્રી : એ બધું જ જડ.
પ્રશ્નકર્તા: જે છ તત્ત્વ છે, તેમાં ફિઝિકલ શક્તિ શેમાં આવે ?
દાદાશ્રી : એ છે તે અણુ-પરમાણુમાં, પ્રગલમાં. પરમાણુ ભેગા થવાથી શક્તિ બધી ઉત્પન્ન થયેલી છે. એ પોતે ઘણી શક્તિવાળું છે.
પ્રશ્નકર્તા: પરમાણુ ભેગા થાય, એટલે પછી શક્તિ આવે ?
દાદાશ્રી : અણુને તોડે ત્યારે શક્તિ આવે, વ્યક્ત થાય.
પ્રશ્નકર્તા : તો શ્યારે પરમાણુ ભેગા કરો ત્યારે...
દાદાશ્રી : ભેગા થાય ત્યારે શક્તિ ના આવે. તોડે તો જ શક્તિ આવે. તોડવાથી શક્તિ ઉત્પન્ન થાય.
પ્રશ્નકર્તા : આ વિજ્ઞાનમાં આ એટમ્સ છે, આપણે ઈલેક્ટ્રોન્સ કહીએ છીએ એ અને એનર્જી એ વચ્ચેનું જે રિલેશન એક્ઝક્ટ એ લોકો સમજી નથી શકતા.
દાદાશ્રી : પરમાણુમાં એનર્જી નથી. પરમાણુ અણુ થાય ત્યારે તે એનર્જી હોય. અણુનો નાનામાં નાનો ભાગ એ પરમાણુ. પરમાણુ પછી અવિભાશ્ય હોય. એટલે એમાં શક્તિ નથી અવિભાશ્યમાં. આ જેનું વિભાજન થાય તેમાં શક્તિ છે. એટલે અણુ ભાશ્ય થઈ શકે, વિભાશ્ય હોય છે. જેમ જેમ સ્કંધ થાય એમ વિભાજન થઈ શકે.
પ્રશ્નકર્તા : આ પદાર્થરૂપ જે કાંઈ દેખાય છે એ અણુ અને પરમાણુઓનું બનેલું છે, એ વાત સાચી ને ? દરેક પદાર્થમાં, જે અનાત્મા છે એ મૂળભૂત રીતે તો અણુ-પરમાણુ તો ખરા જ ને ?
દાદાશ્રી : હા, ખરા ને !
પ્રશ્નકર્તા : અણુ-પરમાણુમાં પણ અત્યારે તો ઇલેક્ટ્રોન, પ્રોટોનની વાત આવી ગઈ છે. એની અંદર પણ એક જુદાં નવાં તત્ત્વો છે અને એની પાસે શક્તિ છે, તો એ ચેતન સ્વરૂપ છે ?
પ્રશ્નકર્તા : હવે જે અત્યારે વાત ચાલે છે એ પરમાણુમાંય શક્તિ
દાદાશ્રી : પરમાણુમાં (પોતાની સ્વભાવિક) શક્તિ ખરીને ! પણ પરમાણુ એ અવિભાશ્ય હોય એટલે શક્તિ ફેરફાર ના થાય.
પ્રશનકર્તા : જે પરમાણુ છે એ ભેગા થઈને અમુક જાતના અણુઓ ગોઠવાયેલા છે. હવે એ શ્યારે અણુનું વિભાજન થાય છે, ત્યારે પરમાણુનું શું થાય છે?
દાદાશ્રી : ના, ના, એ શક્તિ એની જુદી છે. એ ચેતન શક્તિ નથી કોઈમાં. શક્તિ દરેકનામાં છે, જુદી જુદી છે. શક્તિ તો હોય જ, એને શક્તિ તો છે. એ અણુ-પરમાણુની કેટલી બધી શક્તિ, તે આત્માથી છૂટાતું નથી. જોને !
આ અણુ કેટલી બધી શક્તિ ધરાવે છે, જે દુનિયા સર્વસ્વ નાશ કરી નાખે ! બે પરમાણુ ભેગા થાય, ત્રણ ભેગા થાય, એ ભેગા થયા પછી શક્તિ (અદેશ્ય રૂપે) ઉત્પન્ન થાય છે.
દાદાશ્રી : કોઇ પણ ઉપાયે અણુનું વિભાજન કરો તો અણુ છૂટા થઇ શકે એમ છે અને તેની શક્તિ ઉત્પન્ન થાય. હવે અણુને તોડીને આ શક્તિ ઉત્પન્ન કરીને લોકોએ કાઢેલી.
પ્રશ્નકર્તા : પણ એ શક્તિ કોના વડે છે ? એ શક્તિ કોની ? દાદાશ્રી : એ અણુની બહુ શક્તિ છે.
પ્રશ્નકર્તા : પરમાણુ તો એવું ને એવું જ રહે છે કે, પરમાણુનું સંયોજન જે છૂટું પડ્યું....