________________
૧૬૨
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
(૧) પરમાણુનું સ્વરૂપ !
૧૬૧ દાદાશ્રી : એ અણુમાંથી જે ટુકડા પડે છે ને, તે પાછા નાના અણુ હોય છે. પરમાણુ નથી થઈ જતા. અણુનું વિભાજન કરે છે ત્યારે નાના પ્રકારના અણુ થાય છે.
પ્રશ્નકર્તા ઃ અણને એની અંદરની પોતાની શક્તિને લીધે નથી થતું, બાહ્ય શક્તિથી થાય છે ?
દાદાશ્રી : બાહ્ય નથી, આંતરિક શક્તિ છે. બહુ શક્તિ ભરેલી છે. બાહ્ય કશું લેવાદેવા નહીં. પોતપોતાની શક્તિને આધીન છે. આ બધાં દ્રવ્યોને એની સ્વભાવિક શક્તિ છે.
પ્રશ્નકર્તા: તોડવા માટે બાહ્ય શક્તિ વધારે હોય તો જ એ અણુ તૂટે, બાકી તૂટે નહીં. દાદાશ્રી : એ તો ઉપાયથી તૂટે બધું.
ભેગા થવાથી શક્તિ ઉત્પન્ન થાય ?
ઊંધું કરે છે. આ કુદરતી નથી કરતા, અકુદરતી કરે છે. પરમાણુ એમ ને એમ ભેગા થાય છે ને એમ ને એમ છૂટા પડે છે. પરમાણુ સક્રિય સ્વભાવના એટલે પોતે પોતાની મેળે જ ક્રિયા કરી રહ્યા છે.
પ્રશ્નકર્તા : જડ કરે છે ને, તો પછી આત્માની શક્તિ કેટલી હશે ?
દાદાશ્રી : હા, આત્માની શક્તિઓ ભ્રાંતિને લઈને આમાં પેસી ગઈ, તેથી આ થાય છે.
પ્રશ્નકર્તા : હા, તે આ ભ્રાંતિને લીધે, તો મૂળ આત્માની શક્તિ કેટલી હશે, એમ હું પૂછવા માંગું છું.
દાદાશ્રી : અનંત શક્તિ, એની તો વાત જ જુદીને !
પ્રશ્નકર્તા : એ અનંત શક્તિ છે તે તીર્થકર સિવાય બીજા કોઈને સમજમાં આવે ?
દાદાશ્રી : ના, બીજાને પૂરેપૂરી સમજમાં ના આવે. પોતાને નિરાલંબ લાગવું જોઈએ. કોઈ પણ વસ્તુ “મને’ કંઈ પણ કરી શકતી નથી, એવું ‘એને” ભાન થઈ જાય ને, તો કેટલી બધી શક્તિઓ ઉત્પન્ન થઈ જાય ! શક્તિવાળાને અડવાથી ફેરફાર થઈ જાય છે.
પ્રશ્નકર્તા : જગત જેને શક્તિ કહે છે એ સંયોજનમાં કાં તો વિયોજનમાં ઊભી થઇ છે. બે વસ્તુ ભેગી થયેલી હોય કે પછી બધી બહુ વસ્તુઓ ભેગી પડેલી હોય, એ છૂટી પડે ત્યારે શક્તિ થાય. આ જે શક્તિ છે એ, જગત જેને શક્તિ કહે છે એ વિભાવિક પરિણામોનું એકીકરણ અને છૂટા થવું એ જ કહેવાય ને?
દાદાશ્રી : છૂટા-બૂટા કશું નથી. દરેકના અણુ હોય, એનું વિભાજન થાય ત્યાં સુધી શક્તિ હોય.
પ્રશ્નકર્તા : જગતે જેને શક્તિ જાણી છે તે સંયોજિત શક્તિ રૂપે જાણી છે ?
પ્રશ્નકર્તા : આ જે ન્યુક્લિઅર એનર્જીની વાત કરે છે ને, તે અણુને તોડવાથી ઊભી થયેલી એનર્જી છે. અને જે તોડે છે ત્યારે આ શક્તિ ઉત્પન્ન થાય છે. તો એમનો પુરાવો એ એમ કહેવા માગે છે કે જો એને તોડવાથી આટલી શક્તિ થતી હોય તો ભેગા કરવામાં કેટલી શક્તિ જોઈએ ?
દાદાશ્રી : ભેગા કરવામાં શક્તિ જ ના જોઈએ, એનું નામ જ પરમાણુ કહેવાય. ભેગું થવું એનો સ્વભાવ છે અને છૂટું થવું એય એનો સ્વભાવ છે. એ તો આપણે તોડવા જઈએ છીએ, નહીં તો પૂરણ-ગલન એનો સ્વભાવ જ છે.
પ્રશ્નકર્તા : તો પછી આ જે જુદું પડે છે, તો કેટલી બધી શક્તિ પેદા થાય છે ?
દાદાશ્રી : શક્તિ તો આ તોડે તેથી ઉત્પન્ન થાય છે. આ તો