________________
(૧) પરમાણુનું સ્વરૂપ !
૧૬૩ દાદાશ્રી : સંયોગ વસ્તુમાંથી (છૂટું પાડે ત્યારે) શક્તિ ઉત્પન્ન થાય, સંયોગી થઈને.
પ્રશ્નકર્તા : સંયોગ-વિયોગની શક્તિ છે આ, એટલે રિલેટિવ છે?
દાદાશ્રી : હા, રિલેટિવ બધું. એટલી બધી ભારે શક્તિ છે ! પ્રશ્નકર્તા: કાલે પથરા જોયા, આ બાજુ સફેદ, આ બાજુ ગ્રે
[૨] પુદ્ગલ પરમાણુતા ગણો !
હતો,
દાદાશ્રી : હા, એવું જાતજાતનું બધું. અહીં આ જગ્યામાં આવા પથરા થયા, પણે જુદી જાતના પથરા થયા, પેણે જુદી જાતના પથરા થાય. કોઇને આમ થયું, કોઇને આમ થયું, કોઇને આમ થયું. જુઓને, ઘાસતેલ-કેરોસીન નીકળે, ડામર નીકળે, બધી કેટલી કેટલી જાત !!! બુદ્ધિ કામ જ ના કરે.
રૂપી બધું જ પુદ્ગલ ! એટલે આ એક તત્ત્વ ચેતન છે, બીજા પાંચ તત્ત્વો જડ છે. (બીજા પાંચમાં ચેતન નથી.) અને જડમાં છે તે એક રૂપી છે. છમાં એક જ તત્ત્વ રૂપી છે અને બીજા પાંચ છે તે અરૂપી છે. કેમ બોલતા નથી ?
પ્રશ્નકર્તા : સમજુ છું.
દાદાશ્રી : પણ કો'ક પૂછે કે, હવે રૂપી કોણ ? અરૂપી કોણ ? તે હું જવાબ આપુંને ?
પ્રશ્નકર્તા : પૂછવાની જરૂર નથી, આપ અમને સમજાવો. દાદાશ્રી : તો મને જેવું ફાવે તે રીતે સમજાવી દઉં.
જે રૂપી છે તે જડ તત્ત્વ છે, એ અણુ-પરમાણુ રૂપે છે. તે અરૂપી હોતું જ નથી.
પ્રશનકર્તા : એટલે જેવું જીવ છે એવું અજીવ પણ દુનિયામાં છે.
દાદાશ્રી : હા, અજીવે છે. આ રૂપી દેખાય છે, રૂપ જે આંખે દેખાય છે તે, કાને સાંભળાય છે, જીભે ચખાય છે, નાકે સોડાય છે, સ્પર્શ થાય છે એ બધું અજીવ છે. શ્યાં રૂપી છે એ અજીવ છે અને અરૂપી છે એ જીવ છે. જીવ અરૂપી હોય. એ દેખાય નહીં, આ કાને