________________
૧૬૬
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
(૨) પુદ્ગલ પરમાણુના ગુણો !
૧૬૫ સંભળાય નહીં. આ ઈન્દ્રિયોથી ગમ્ય નથી. ઈન્દ્રિયોથી પર, ઈન્દ્રિયોથી માલુમ ના પડે એ. ઈન્દ્રિયોથી જે અનુભવમાં આવે છે તે બધું અજીવ.
આમાં પુદ્ગલ રૂપાદિ ગુણ યુક્ત હોવાને લીધે મૂર્તિત છે અને બાકીના અમૂર્ત છે. આત્મા અમૂર્ત અને પેલા ચારેય તત્ત્વો અમૂર્ત.
અને આ પરમાણુનો સ્વભાવ કેવો હોય ? નિરંતર રંગ બદલાયા જ કરે. એ રંગ-બંગનો કોઈ ગુણ આત્મામાં નથી. આ ગોરો છે કે આ શામળો છે એ બધું જેવા પરમાણુ હોય ને, તે પ્રમાણે નિરંતર રંગ બદલાયા કરે. પછી નિરંતર સ્પર્શના બદલાયા કરે.
પ્રશ્નકર્તા : દાદા, પ્રકૃતિ અને પુરુષ એ બેઉમાં, ‘પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી અને મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી', તો પછી બેઉના અમુક કોમન ગુણો તો હોયને, પ્રકૃતિના અને પુરુષના? નથી એવા ?
દાદાશ્રી : ના. પ્રશ્નકર્તા ઃ આ અરૂપી છે, સૂક્ષ્મ છે. મન સૂક્ષ્મ કહેવાય ? દાદાશ્રી : ના, બધુંય રૂપી. પ્રસનકર્તા : વિચારોને ? સૂક્ષ્મ સંયોગો જેને કહીએ છીએ ?
દાદાશ્રી : બધુંય રૂપી. આખી પ્રકૃતિ રૂપી જ છે. મન-વચનકાયા બધુંય રૂપી છે.
પ્રશ્નકર્તા : આ બેમાં કોઈ એક પણ ગુણ એવો કોમન નથી ? દાદાશ્રી : ના, કોમન કશું નથી.
પ્રશ્નકર્તા : પર્યાયને હિસાબે મારે સમજમાં એવું આવ્યું, કે અશુદ્ધ પર્યાય કોમન હોય એના. એવી દૃષ્ટિ નથી ને ?
દાદાશ્રી : એવું કશુંય નથી. એ રૂપી પ્રકૃતિ બધું નાશવંત ને અરૂપી અવિનાશી. રૂપી ફર્યા કરે, અરૂપી ફર્યા ના કરે. રૂપી પૂરણ
ગલન હોય અને આત્મા અરૂપી. એટલે આ બધા ગુણો જુદા. બેના ગુણધર્મ કશું મળે નહીં. ક્યાંથી લખી લાવ્યા આ બધું?
પ્રશ્નકર્તા : દાદા, બધા શબ્દો આવે ને ? પેલા સૂક્ષ્મ સંયોગો, સ્થળ સંયોગો...
દાદાશ્રી : ચૂળ સંયોગો રૂપી, પણ એ સૂક્ષ્મ પણ રૂપી.
પ્રશ્નકર્તા : આપણે કહીએ છીએને, હું સૂક્ષ્મ છું. એવી રીતે સંયોગો પણ સૂક્ષ્મ...
દાદાશ્રી : એ સૂક્ષ્મ જુદું છે. આપણે સૂક્ષ્મ જે કહેવા માંગીએ છીએ, તે તો પ્રકૃતિ આ સ્થૂળ છે ને આત્મા સૂક્ષ્મ છે, એમ કહેવા માંગીએ છીએ. બાકી એ પરમાણુ તો સૂક્ષ્મતમ છે. સૂક્ષ્મતમ એટલે એને (ચર્મચક્ષુથી) દેખી ના શકાય. પુદ્ગલેય એવાં છે. એના મૂળ પરમાણુ દેખી ન શકાય એવા છે, પણ આ સ્વભાવે રૂપી છે (કેવળજ્ઞાનથી દેખી શકાય). પ્રકૃતિ માત્ર રૂપી છે. બધું બદલાયા જ કરે. ચેન્જ થયા જ કરે પછી.
પ્રાકૃત ગમે તેટલું રૂપાળું હોય છતાં તે ક્યારે વેહ (વેષ) કાઢે તે કહેવાય નહીં. આ ફળ ગમે તેટલું સારું હોય પણ તે પછી કહોવાવાનું. ખીલેલું ફૂલ પણ કરમાઈ જવાનું. પ્રાકૃત ક્યારે બગડી જાય તેનું શું કહેવાય ?
રૂપ હંમેશાં ઘસાય જ ! આ રૂપી તત્ત્વ, પુદ્ગલ તત્ત્વને લઈને આ જગત ઊભું થયું છે. રૂપી તત્ત્વ જ મૂંઝવે છે. પણ એ રૂપ જુએ છે એટલે મૂંઝાઈ જાય. રૂપ જુએ એટલે બધું એની મહીં બગડ્યું.
પ્રશ્નકર્તા : રૂપાળું માને છે, એટલે આખું બગડ્યું ? દાદાશ્રી : રૂપ જુએ છે એટલે. રૂપાળી માનતો નથી. રૂપ હોય