________________
૧૬૮
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
(૨) પુલ પરમાણુના ગુણો !
૧૬૭ પ્રશ્નકર્તા : રૂપ હોય છે ?
દાદાશ્રી : રૂપ તો ખરું ને ! પુદ્ગલનો રૂપ તો સ્વભાવ. એનો સ્વભાવ છે ને, રૂપ, રસ, ગંધ, સ્પર્શ. (કોઈ સ્ત્રી) આમ પરફેક્ટ, ગુલાબના ફૂલ જેવી દેખાતી હોય પણ એ એને ખ્યાલ નથી રહેતો કે આ રૂપ એ પુદ્ગલનો ગુણ છે, તે એવર ચેન્જંગ છે. - શ્યારે રૂપ ટોપ ઉપર ગયેલું હોય ત્યારે એ પાસ કરે અને પછી બે વરસ પછી માંદી થઈ ગઈ હોય, તો રૂપ ખલાસ થઈ ગયું હોય.
પ્રશ્નકર્તા : દર વર્ષે રૂપ ઉતરતું જાય પછી ?
દાદાશ્રી : હં, પછી પચાસ વરસની થાય ત્યારે તો જોઈ લો. પછી જોઈ જોઈને મહીં કંટાળો આવે. શ્યારે પાસ કરી હતી તે ને આ પચાસ વરસની, બેમાં ડિફરન્સ હશે કંઈ ?'
પ્રશ્નકર્તા: હા, એ રૂપ ચેન્જ થઈ ગયું અત્યારે.
દાદાશ્રી : એટલે પછી એને જોઈ જોઈને કંટાળો આવે. પછી શું કરે ? થાય શું ? પૈણીને બેઠેલા !
વહુ ગોરી લાવ્યા હોયને, તે કશુંક રોગ થાય તો શામળી પડી જાય. પછી શું કરે ? પિત્તળનું વાસણ હોય તો આપણે એને બફીંગ કરીએ, આને બફીંગ થાય ? થાય છે બફીંગ ? માટે ગોરી વહુ શું કરવા ખોળ ખોળ કરીએ આપણે ? જે મળી એ સાચી. તે ગોરી પાછી શામળી થઈ જાય, તો શી દશા થાય ? આ બધું લોકો નથી સમજતાને ?
પ્રશ્નકર્તા : સમજે ખરા, પણ પ્રસંગ આવે ત્યારે ભૂલી જાય પાછા.
દાદાશ્રી : હા, ચાલાક લોકો છે, નહીં ?
એટલે આ રૂપ શેનો ગુણ હશે ? બધું રૂપી ગુણ છે તે આ પુદ્ગલનો. આ જાતજાતના ફૂટ કેવાં કેવાં રૂપાળાં દેખાય ! એ બધું પુદ્ગલ છે. અને પેલાં ડ્રાયફૂટ નહીં જોયેલાં ? પેલી ગોરી નહીં
જોયેલી ? એ ડ્રાયફૂટ કેવું દેખાય ? એય ફૂટ જ કહેવાયને બધા. પણ
શ્યારે ચાખે ત્યારે ખબર પડે. પરણી લાવ્યો ને ચાખે ને, પણ એ શ્યારે કંઈ નવી જ જાતનું બોલે ત્યારે કંટાળે. શ્યારે ઉપરથી ફૂટ તો આમ ખરેખરું દેખાય રૂપાળું. કારણ કે પુગલ છે ને ! અને આપણા લોક ખુશ થઈ જાય, ગોરી છે. અલ્યા મૂઆ, ગોરી પૈણી તો જુઓ ! મૂઆ, મૂરખ બની જઈશ. પરણે છે, તે પછી કંટાળે.
પ્રશનકર્તા : રૂપમાત્ર ચક્ષુનો જ વિષય છે. ચક્ષુએ જ ગ્રાહ્ય કર્યું છે રૂપને.
દાદાશ્રી : એવું છે, મૂળ સ્વભાવિક રૂપ છે, એ ચક્ષુગમ્ય નથી. આ વિશેષભાવી રૂપ છે, એ ચક્ષુગમ્ય છે. અને આ જગતમાં બધું વિશેષભાવ રૂપથી છે. સ્વભાવિક રૂપ છે એ વિનાશી નથી અને આ વિશેષભાવી રૂપ એ ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે.
પ્રશ્નકર્તા : રૂપ અને નામને શું સંબંધ છે ?
દાદાશ્રી : બધું રૂપી જ છે. ઓળખાય શી રીતે ? લોકોએ નામ આપ્યું કે આનું નામ ગાય, આને ભેંસ કહેવાય, આને બળદ કહેવાય, આને આ કહેવાય, એ પછી મુસ્લિમ ભાષામાં જુદું નામ-શબ્દ હોય, પણ તોયે આશય એક જ હોય બધાનો. શબ્દ જુદાં જુદાં હોય, તેમ તેમ ભાષા ભેદ હોય તો એક બાજુ ગોડ કહે, એક બાજુ ભગવાન કહે, એક બાજુ અલ્લા કહે. બધું જાતજાતનું પણ ઓળખવા માટેની સંજ્ઞા છે એ. નામ એ સંજ્ઞાસૂચક વસ્તુ છે.
પ્રશનકર્તા : કેટલાંક વેદાંત શાસ્ત્રોમાં નામ અને રૂપને મિથ્યા કહ્યું
દાદાશ્રી : નામ-રૂપ એ ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે. પ્રસનકર્તા : હવે એને અસ્તિ, ભ્રાંતિ અને પ્રિય સાથે શું સંબંધ
દાદાશ્રી : એનું અસ્તિત્વ તો છે જ. અને (બ્રાંતિને લઈને) પ્રિય