________________
(૫.૨) સ્પેસની અનોખી અસરો !
૧૧૧
ક્ષેત્રતોય પ્રભાવ !
પ્રશ્નકર્તા : દાદા, આ પૃથ્વી ઉપર જેટલી જગ્યા છે એ જ બધું ક્ષેત્રને ? આપણે મનુષ્યો માટે તો આ જ બધું ક્ષેત્રને, ક્ષેત્ર તત્ત્વ ?
દાદાશ્રી : મનુષ્યો માટે કેટલાક ક્ષેત્રો છે અને કેટલાંક ક્ષેત્રો એવાં છે કે એવી ઠંડી ને એવી ગરમી હોય કે શ્યાં મનુષ્યો રહી શકે નહીં, એવાં ક્ષેત્રોય છે.
પ્રશ્નકર્તા : પણ આ જે ક્ષેત્ર છે, ધારો કે આ ભાઈ અહીંયાં રહે છે, તે તમે આવીને અહીંયાં રહ્યા એટલે આ ક્ષેત્ર પુણ્યશાળી તો ખરું જ ને ? આ એમ કહેવાય ?
દાદાશ્રી : પુણ્યશાળી ખરુંને !
પ્રશ્નકર્તા : તમે અહીંયાં રહ્યા એટલે ?
દાદાશ્રી : ના, નહીં તોય માણસો બધા અહીં રહે છે જ ને લોકો. પ્રશ્નકર્તા : હા, પણ આ વિશેષ તરીકે ખરું કે નહીં ?
દાદાશ્રી : હા, એ તો પુણ્ય ખરીને, ક્ષેત્રની, જગ્યાની. ત્યાં લાભેય થાય લોકોને.
પ્રશ્નકર્તા : ત્યાં લાભય થાય ?
દાદાશ્રી : હું. હમણે ભગવાનને ના માનતો હોય અને ત્યાં આવી પડ્યો હોય તો વિચાર કરે અને કહેશે, છે ખરી, ભગવાન જેવી વસ્તુ હોવી જોઈએ. આનંદ થાય છે કંઇ.’
પ્રશ્નકર્તા : હા, આનંદ થાય છે. એટલે તમે શ્યાં જાવ ત્યાં ક્ષેત્ર પવિત્ર થતું જાય.
દાદાશ્રી : તેથી આ તીર્થંકરોને એટલા માટે તીર્થંકર કહેલું, કારણ કે એ શ્યાં જાય ત્યાં તીર્થ થાય. તીર્થંકરો જેવું અમારાથી ના થાય, ઓછું થાય.
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
ક્ષેત્રનો હિસાબ તો બહુ.... ઝવેરી બજારમાં આવડી દુકાન હોયને તો બહુ કિંમત, અને બીજે ગમે તે મોટી હોય એ શું કિંમત ? એટલે ક્ષેત્રની, એ જગ્યાની જ કિંમત એ.
૧૧૨
પ્રશ્નકર્તા : અમારે મહાત્માઓએ બધા ભાવો નહીં કરવાના કાળ અને ક્ષેત્રને માટે ?
દાદાશ્રી : કરે જ છે, એ તો બધા ડિસ્ચાર્જ ભાવ છે. ભાવ શ્યાં સુધી તમે ‘હું ચંદુભાઇ જ છું', ત્યાં સુધી જ ભાવ થાય, નહીં તો ભાવ થઇ શકે નહીંને !
ક્ષેત્ર ફેર ક્યારે થાય ? સ્વભાવ ફેર થાય ત્યારે. દુષમ સ્વભાવ હોય તો આ ક્ષેત્રે આવે. મારોય દુષમ સ્વભાવ હશે, તે અહીં આવવાનું થયું. હવે સ્વભાવ ફેર થાય તો ક્ષેત્ર ફેર થાય, મહાવિદેહ ક્ષેત્રે જવાય. હદમાંથી બેહદતી વાટે...
પ્રશ્નકર્તા : તમે એક વખત બીજા શબ્દોમાં મૂક્યું છે કોઈક ઠેકાણે, કે પોતે એક બાઉન્ડ્રી કરી લીધી છે.
દાદાશ્રી : દરેક બાઉન્ડ્રીમાં જ હોય. બેહદ થાય નહીં અને બેહદ થઈ ગયો કે એનું કમ્પ્લિટ થઈ જાય. બાકી બેહદ થાય નહીં, એ બાઉન્ડ્રીમાંથી, કુંડાળામાંથી બહાર નીકળતો નથી. (બુદ્ધિ બાઉન્ડ્રીવાળી લિમિટેડ છે, જ્ઞાન બાઉન્ડ્રીલેસ, અનલિમિટેડ હોય.)
પ્રશ્નકર્તા : એ કુંડાળામાં રહીને સમજ લાવવા પ્રયત્ન કરે છે. એ કુંડાળામાં રહીને સમજ પ્રાપ્ત કરે કે બેહદની સમજ આમાં આવી જાય ?
દાદાશ્રી : બેહદની હદમાં આવ્યો, એનું કામ થઈ ગયું. પણ રસ્તો એક જ છે કે બેહદ પહોંચેલા પાસેથી થઈ જશે.
܀܀܀܀܀