________________
(૫.૨) સ્પેસની અનોખી અસરો !
૧૦૭
૧૦૮
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
દાદાશ્રી : એની ઈફેક્ટથી જ આ વિચારો ઉપર અસર થાય છે. એ સ્થળ ને કાળ બદલાય નહીં ને !
પ્રશ્નકર્તા : એટલે મારું મૂળભૂત રીતે શું કહેવાનું હતું કે હમણાં હું સુરત ગયો હતો, તો ત્યાં આંતર દર્શનમાં થોડી વધારે પડતી ઝાંખપ આવી ગઈ. અહીંયા વડોદરામાં આવું છું ને ત્યારે વધુ સ્પષ્ટ દર્શન ખુલે છે ને સુરત, મુંબઈ જાઉં છું ને ત્યારે દર્શન પર અસર થતી જાય છે.
દાદાશ્રી : એની અસર થાય. દરેકે દરેક જગ્યાની અસર થાય. જગ્યા તો આ ઝાડ નીચે બેસીએ તોય અસર જુદી થાય, પેલા ઝાડ નીચે બેસીએ તો જુદી અસર થાય. એ ઝાડની અસર થાય. સ્થળ, કાળ અને પાછું આ ઝાડ, દ્રવ્ય કે વસ્તુ, બધાની અસરો પડે.
પ્રશ્નકર્તા : તો પછી કર્મ ચૂકવવા માટે અથવા કર્મના નિકાલ માટે બધી જગ્યાએ ફરવાનું તો આવે જ, તો તે વખતે આ સ્થળ, કાળની અસર નિવારવા માટે શું કરવું ?
દાદાશ્રી : એ અસર જેને થાય છે તે આપણે જોય. અસર જેને થાય છે તેને આપણે જુઓ. તમારી જગ્યા અસરમુક્ત છે. વર્લ્ડમાં કોઇ ચીજ એવી નથી કે જે અસરમુક્ત હોય અને તમે અસરમુક્ત છો. એટલે અસરનો વાંધો નહીં, અસર તો થયા જ કરે. કોઇ જગ્યા એવી નથી કે અસર થયા વગર રહે. અને અસર પુદ્ગલનો સ્વભાવ જ છે, ઇફેક્ટિવ જ છે, મન-વચન-કાયા ઇફેક્ટિવ આખું. અને પાછું પઝલ છે, જડે નહીં પાછું. પઝલ શબ્દ એપ્રોપ્રિયેટ (યોગ્ય) છે કે બીજો મૂકવો પડશે ?
પ્રશ્નકર્તા : ના, બરોબર છે. બરોબર એપ્રોપ્રિયેટ જ છે.
દાદાશ્રી : બરાબર. જે જે પરમાણુઓ લીધા એ ફરીથી ચોખ્ખા કરવા પડશે.
પ્રશ્નકર્તા : જેવી રીતે માણસોનાં વાઈબ્રેશન હોય એવી રીતે ક્ષેત્રનાં પણ વાઈબ્રેશન હોય ને ? વાતાવરણ હોય એવું ?
દાદાશ્રી : દરેકનું વાતાવરણ હોય. એક ઝાડ હોય તો તેનુંય
વાતાવરણ હોય, ક્ષેત્રનુંય વાતાવરણ હોય. અમુક ક્ષેત્રમાં જઈએ ત્યારે ખરાબ વિચાર આવે.
આપણે અહીં કુરુક્ષેત્ર છે ને, ત્યાં જાય તો ત્યાં લડવાના જ વિચાર આવે. ત્યાં થઈને બે જણા ગયા હોય, તો લડી જ પડે, મૂઆ.
પ્રશ્નકર્તા : એટલે આ રૂમનું પણ વાતાવરણ હોય ને ? દાદાશ્રી : દરેકનું વાતાવરણ.
પ્રશ્નકર્તા : અમુક ભૂમિમાં જઈએ તો જ્ઞાન આવે, અમુક ભૂમિએ જઈએ તો ક્રોધ આવે, ભૂમિ-ભૂમિમાં ફરક પડે છે? ક્ષેત્રે-ક્ષેત્રે જુદા જુદા ભાવ થાય એવું ખરું ? દાદાશ્રી : હા, દરેક ક્ષેત્રે ભાવ જુદો જુદો બદલાય.
ક્ષેત્ર સ્પર્શતાતા હિસાબો ! પ્રશનકર્તા : આ જે ક્ષેત્ર સ્પર્શના છે, ધારો કે આ ઔરંગાબાદના ક્ષેત્રની સ્પર્શના થઈ તે ક્યા કારણે થઈ ? એમાં શું હશે ?
દાદાશ્રી : સ્પર્શના તો, કાં તો પુણ્ય હોય ત્યારે સ્પર્શના સુંવાળી લાગે, ઠંડક લાગે.
પ્રશ્નકર્તા : ના પણ, દાદા, અહીંયાં ઔરંગાબાદ આવવું પડ્યું.
દાદાશ્રી : આ ભૂમિકા (જગ્યા)નો હિસાબને. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, ભવ નિરંતર પરિવર્તન થયા કરે. તે એક સ્પર્શના છે તે આપણને અથડામણ કરાવડાવે, બીજી સ્પર્શના આપણને ઠંડક કરાવડાવે. અહીંની સ્પર્શના કેવી લાગી ?
પ્રશ્નકર્તા : ઠંડકવાળી લાગી. દાદાશ્રી : ઠંડક અને પાછી કેવી ઠંડક ? પ્રશ્નકર્તા : સુખ, સુખમય.