________________
(૫.૨) સ્પેસની અનોખી અસરો !
૧૦૫
૧૦૬
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
સાયન્ટિફિક જગત છે. આ કંઈ ગડું ઓછું છે જગત ? કોઈનાય કર્યા વગર ચાલે છે કે, જો ! તમેય ઊંડા ઊતર્યા. આ તો આ લોકો ઊતરે.
પ્રશ્નકર્તા : દાદાજી, આપણે તો એક માનીને બેઠા છીએ કે મોક્ષમાં જવું છે.
દાદાશ્રી : હા, બસ.
એક સ્પેસમાં બે જીવ ના રહી શકે. તેય સ્પેસ જુદી જુદી હોવાથી કર્મ જુદાં જુદાં થયાં.
પ્રશ્નકર્તા : આ તો ફિઝિકલને સંયોગ છે, પણ આત્માને કયા સંજોગો થયા?
દાદાશ્રી : આત્માને તો ઘણા સંજોગો ભેગા થયા. પ્રશ્નકર્તા : એક કૂતરો થયો ને હું ચંદુભાઈ કેમ થયો ? દાદાશ્રી : સંજોગ જુદા જુદા છે તેથી.
સ્પેસને લઈને ભાવ ફેરફાર થાય છે. અને સ્ટ્રેસ અને ભાવના ગુણાકાર થાય, એનાથી બધું જુદું જુદું થયું ને જગત ઊભું થઇ ગયું.
પ્રશ્નકર્તા : ફિઝિકલ સંયોગ શું આત્માને બાંધે ?
દાદાશ્રી : બાંધ્યા જ છે ને ! તેથી તો (વ્યવહાર) આત્મા બૂમો પાડે છે કે મને છોડાવો, છોડાવો. તે જ્ઞાની પુરુષ છોડાવે.
કર્મ તે જ્ઞાત, એક જ સ્પેસમાં ! પ્રશ્નકર્તા : જ્ઞાન અને કર્મ એ બેઉ સાથે રહે કે પહેલું શું કરવું પડે ?
દાદાશ્રી : સાથે રહેવામાં શું વાંધો ? પ્રશ્નકર્તા : એ પ્રશ્ન થયો કે સાથે થઈ શકે ?
દાદાશ્રી : એવું છે ને, કર્મને જગ્યા જોઈએ અને જ્ઞાનને જગ્યા જોઈએ નહીં. એટલે એક જગ્યાએ સાથે રહી શકે. એકને સ્પેસ જોઈએ ને એકને સ્પેસ જોઈએ નહીં, માટે સાથે રહી શકે.
પ્રશ્નકર્તા : જરા ફોડ પાડો વધારે, સમજાયું નહીં !
દાદાશ્રી : કોઈ પણ જાતનું કર્મ સ્પેસ માંગે અને જ્ઞાનને સ્પેસ જોઈએ નહીં, એટલે એક સાથે રહી શકે. બાકી બીજી વસ્તુ સ્પેસવાળી હોય ને, તો એક સાથે ના રહી શકે.
પ્રશ્નકર્તા : કર્મ સિવાયની બીજી કઈ બાબતો સ્પેસવાળી હોય ? વ્યવહારિક રીતે.
દાદાશ્રી : આ ભક્તિ-બક્તિ એ બધી સ્પેસવાળી, એ જ્ઞાન એકલું સ્પેસ વગરનું, એને સ્પેસ ના જોઈએ.
પ્રશ્નકર્તા : એકદમ સાયન્ટિફિક જવાબ. એક્કેક્ટ સાયન્ટિફિક છે, દાદા. જ્ઞાનને સ્પેસ જ ના હોય.
દાદાશ્રી : તમને સમજાયું ને ? પ્રશ્નકર્તા : ખ્યાલ આવી ગયો.
દાદાશ્રી : એટલે સાથે રહી શકે. એવું છે ને, કર્મ એટલે જ્ઞાનનું પરિણામ છે. સાથે જ ના હોય તો એ કર્મ જ નહીં. બે સાથે બેસી શકે, શાથી બેસી શકે છે બેઉ ? જ્ઞાન એને છે તે સ્પેસ ના હોય અને કર્મને સ્પેસ હોય, તે એક જગ્યાએ બેસી શકે બેઉ સાથે. અને કર્મ અને ભક્તિ બેઉ સાથે બેસી શકે નહીં. બન્નેને સ્પેસની જરૂર પડે અને જ્ઞાનને તો સ્પેસની જરૂર નહીં. અને આ દુનિયામાં જ્ઞાન વગર ભક્તિ થાય નહીં, આ ભક્તિઓ બધી. જ્ઞાન પ્રમાણે ભક્તિ કેટલી ?
સ્થળતી અસર, વિચારો ઉપર.. પ્રશનકર્તા : સ્થળ, કાળની ઈફેક્ટ વિચારો ઉપર થાય ખરી ?