________________
(૫.૨) સ્પેસની અનોખી અસરો !
આધારે એ દ્રવ્ય થયું. દ્રવ્યથી આ ઊભો થયો અને તેથી આ ચાલ્યું બધું. એમાંથી ભાવ ઉત્પન્ન થયો કાળના આધારે. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ... કાળ થયા પછી ભાવ ઉત્પન્ન થાય.
પ્રશ્નકર્તા : તો પહેલું દ્રવ્ય ક્ષેત્રમાં આવ્યું ?
દાદાશ્રી : દ્રવ્ય ક્ષેત્રમાં આવ્યું અને તેના આધારે પછી...
પ્રશ્નકર્તા : ભાવ ઉત્પન્ન થયો.
૧૦૩
દાદાશ્રી : નહીં, કાળ ભેગો થયો પછી ભાવ ઉત્પન્ન થાય અને પછી કર્મ ચાર્જ થાય. અમુક કાળ આવે ત્યારે જ ભાવ એ પ્રકારે થાય, નહીં તો ભાવ જ ઉત્પન્ન ના થાય.
આ તો બહુ ઝીણી વાતો આ બધી, આમાં એ બધાની શું જરૂર ? આપણે તો આત્માની જ જરૂરિયાત.
પ્રશ્નકર્તા : દાદા, આમાં જે દ્રવ્ય કહ્યું, એ દ્રવ્ય એટલે આ વિશેષ પરિણામવાળું દ્રવ્ય છે ?
દાદાશ્રી : શાનું વિશેષ પરિણામ ?
પ્રશ્નકર્તા ઃ તો એ દ્રવ્ય કયું કહેવાય ?
દાદાશ્રી : ‘આ’ જ. ‘આ' છે તે.
પ્રશ્નકર્તા : ‘આ’ એટલે પણ ? એ ના સમજાયું. એટલે ચેતન કે પુદ્ગલ, એવું કયું દ્રવ્ય ?
દાદાશ્રી : ભ્રાંતિવાળું સ્વરૂપ, ભ્રાંતિચેતન.
પ્રશ્નકર્તા ઃ ભ્રાંતિચેતન, એને દ્રવ્ય કીધું ?
દાદાશ્રી : હું. ભ્રાંત વગરનું ચેતન હોય નહીં સ્પેસમાં, અહીં આવે નહીં. કર્મ તો છેલ્લી ઘડીએ થાય. બીજું લેવાય નહીં ને દેવાય નહીં. મૂળ સ્પેસ ભેગી થાય તો બધું ગાડું આગળ હેંડે. એટલે ભગવાને કહ્યું કે ક્ષેત્ર બદલાયું છે ? ત્યારે કહે, હા, તો ગાડું ચાલ્યું.
આપ્તવાણી-૧૪ (ભાગ-૨) પ્રશ્નકર્તા ઃ તો સ્પેસ શેના આધારે મળે, દાદાજી ?
દાદાશ્રી : એ તો કાયદાના આધારે. આગળ જેમ ચાલતું જાય આખું ટોળું તેમ એ સહુ સહુની જગ્યા બદલાતી જાય. પોતે એ સ્પેસમાં કાયમ રહે છે, એવું છે નહીં.
પ્રશ્નકર્તા : તો આમાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ એના આધારે કર્મ ઉત્પન્ન થયા કરે, કોઈ જાતની એ સ્વભાવિક ક્રિયા છે આખી ? દાદાશ્રી : ત્યારે બીજું શું ?
પ્રશ્નકર્તા : એમાં કર્તાપણું હોતું નથી ?
દાદાશ્રી : કર્તાપણું તો, શ્યારે આમાં બુદ્ધિવાળો થાય ત્યારે કર્તાપણું ઊભું થાય.
૧૦૪
આ એક જ કાળે બધાય સાંભળે છે, પણ સ્પેસ તોય જુદી હોય. શ્યાં જુઓ ત્યાં મૂઆની સ્પેસ જુદી હોય.
પ્રશ્નકર્તા : અને એથી સમજાયે જુદું જુદું.
દાદાશ્રી : અને ભાવ જુદો જ હોય. સ્પેસ જુદી એટલે ભાવ જુદો હોય જ, એક નિશાળમાં ભણતા હોય તોય ભાવ જુદો જ હોય. પ્રશ્નકર્તા : એટલે આ બોડીનો આકાર, એ અહંકારનો ફોટો છે
ને ?
દાદાશ્રી : ત્યારે બીજો શાનો ? જાડો અહંકાર હોય તો બોડી જાડું. પાતળો હોય તો પાતળું. ગાંડો અહંકાર હોય તો ગાંડું હોય. અહંકાર લાલચુ હોય તો માણસ લાલચુ થઈ જાય. જેવો અહંકાર એવો આ. પ્રશ્નકર્તા : આ જે સ્પેસ મળી મને, એને લઈને મારો અહંકાર એવો થયો કે મારો અહંકાર એવો થવાનો છે એટલે આવી સ્પેસ મને મળી છે ?
દાદાશ્રી : એ તો સ્પેસને લઈને અહંકાર છે, અહંકારને લઈને સ્પેસ છે. એ તો બેઉ અન્યોન્ય છે.