________________
(૫.૨) સ્પેસની અનોખી અસરો !
ભેગાં થાય ત્યારે એ એને ડૉક્ટરના વિચાર આવે. પોતે સ્વાધીનથી કર્મ નથી કરતો.
૧૦૧
પ્રશ્નકર્તા : આપે એવી રીતે વાત કરેલી, કે સમસરણ માર્ગમાં એ અમુક લેવલ સુધી આવે એટલે અમુક આવરણ તૂટે, પછી એમાં એને શ્રદ્ધા બેસે કે આ કડિયા કામમાં જ સુખ છે. એટલે પછી પોતે કડિયો થાય.
દાદાશ્રી : પણ સ્પેસ મુખ્ય હોય તો જ એ બધું બને. સ્પેસ એમાં મુખ્ય, બધામાંય.
બધું છે તિમિત્ત-નૈમિત્તિક ભાવથી !
પ્રશ્નકર્તા ઃ તો સ્વભાવ પહેલું કે સ્પેસ પહેલી ?
દાદાશ્રી : ફરી પાછી સ્વભાવથી સ્પેસેય મળે ને પાછું એવું જ સ્પેસથી સ્વભાવ મળે, બધું સાથે છે.
પ્રશ્નકર્તા : એકબીજાની સાથે છે ?
દાદાશ્રી : એટલે એકબીજાનું, બધું આ તો નિમિત્ત-નૈમિત્તિક ભાવથી છે. મુખ્ય સ્પેસ છે.
પ્રશ્નકર્તા : આ આપની પાસે સ્પેસની વાત પહેલીવાર સાંભળી છે, દાદાજી.
દાદાશ્રી : નીકળેલી આવી વાતો તો.
પ્રશ્નકર્તા : ના, આપના જ સત્સંગમાં નીકળેલી. બીજે ક્યાંય નથી સાંભળી.
દાદાશ્રી : બીજે તો હોતી હશે ? આ વાત જ ના હોયને ! આ બધી આપણે જે વાત કરીએ છીએને, આમાંની એકુય વાત બહાર હોય નહીં. કારણ કે અપૂર્વ વાત છે આ. પૂર્વે સાંભળેલી નહીં, જાણેલી નહીં, અનુભવેલી નહીં, વિચારેલી નહીં, એવી વાત છે. અને સ્પેસની વાત તો કોઈ જગ્યાએ હોય જ નહીંને !
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
પ્રશ્નકર્તા : દાદા, આ ડૉક્ટર બને છે તો એમાંથી પછી એનો એ જ જીવ વકીલ બને, તો અહીંથી આ ડૉક્ટરીપણું છૂટવું અને વકીલપણું બનવું એ ક્યું ફેક્ટર કામ કરતું હોય છે ?
દાદાશ્રી : એ તો એ સ્પેસ જ એવી મળી ગઈ હોય, એવું ડ્રોઇંગ જ હોય.
૧૦૨
પ્રશ્નકર્તા : પણ દાદાજી, એ મૂળ તત્ત્વ તો આપણું કર્મ છે ને ? દાદાશ્રી : કર્મ મૂળ તત્ત્વ નથી. એ કર્મ તો આધારીત તત્ત્વ છે. સ્પેસનાં આધારે કર્મ છે ને કર્મના આધારે સ્પેસ છે. એટલે મૂળ સ્પેસ છે આમાં. એ કર્મ તો જાડી વસ્તુ છે, મોડી, આગળની વસ્તુ. પણ ભગવાને જે વાત કહી છેને, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ને ભાવનાં આધારે આ જગત ચાલે છે.
પ્રશ્નકર્તા : એટલે ક્ષેત્ર જ છે મુખ્ય ?
દાદાશ્રી : મુખ્ય ક્ષેત્ર છે. કાળ તો, આ કાળે બધાય સાંભળે છે પણ ક્ષેત્ર એકલું જ બધાનું જુદું છે. એ ક્ષેત્રના આધારે ભાવ. અને ભાવના આધારે કર્મ અને કર્મના આધારે ચાલ્યું. આ દુનિયા ચાલી પછી. કર્મનું પરિણામ આ બધું.
પ્રશ્નકર્તા ઃ દેખાય છે આંખે એવું.
દાદાશ્રી : એ દેખાય છે, ના દેખાતું હોય, એ બધુંય.
પ્રશ્નકર્તા ઃ તો દ્રવ્ય ક્યાં આવ્યું, દ્રવ્ય ? ક્ષેત્રના આધારે ભાવ ઉત્પન્ન થવો, એટલે ક્ષેત્રના આધારે કર્મ પડ્યું અને કર્મના આધારે દુનિયા ચાલી, તો દ્રવ્ય ક્યાં ગયું ?
દાદાશ્રી : એ સ્પેસમાં કોણ આવ્યું ? ત્યારે કહે, દ્રવ્ય આવ્યું. મૂળ, વર વગરની જાન કરી નાખું છું ? કેવો માણસ છું તું ? કહે છે, જાન ગઈ તો વર આમાં ક્યાં છે ? અલ્યા મૂઆ, વર વગર જાન નીકળે નહીં. હજુ દ્રવ્યનું પૂછે છે પાછો. ક્ષેત્રમાં આવ્યું એ દ્રવ્ય. ક્ષેત્રના