________________
(૫.૨) સ્પેસની અનોખી અસરો !
૧00
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
પ્રશ્નકર્તા: આ દેહ સ્પેસ રોકે છે, એવી રીતે મન-બુદ્ધિ-ચિત્તઅહંકાર એ બધાં સ્પેસ રોકે ?
દાદાશ્રી : દેહમાં જ બધાં, એણે દેહમાં સ્પેસ રોકી છે. તેની અંદર આ કોન્ટ્રાક્ટ કરી આપ્યો કે ભઈ, મારે આટલી જગ્યા જોઈશે. તેની મહીં પેલા લોકોએ કોન્ટ્રાક્ટ કર્યો કે અમારે આટલું જોઈએ એ પોળની મહીં પેસવા. લોકોની જગ્યામાં બાંધ્યું છે એવું તેવું લાગે છે ને ?
પ્રશ્નકર્તા : એ તો ખરું જ. દાદાશ્રી : રાતે સૂવાનું લોકોની જગ્યામાં. પ્રશ્નકર્તા : એટલે આત્મા સિવાય બધું સ્પેસ રોકે છે ? દાદાશ્રી : હા.
પ્રશ્નકર્તા : આ મૂળ પુદ્ગલનો સ્વભાવ જગ્યા રોકવાનો છેને ? પુદ્ગલ એ સ્પેસ રોકે છેને ?
દાદાશ્રી : હા.
પ્રશનકર્તા : પરમાણુને લેવાદેવા નહીં ? દાદાશ્રી : કશુંય નહીંને !
સ્પેસતા આધારે વધે આગળ ! પ્રશ્નકર્તા જુદો જુદો અહંકાર બધામાં. એમનામાં એન્જિનીયરનો અહંકાર, મારામાં ડૉક્ટરનો અહંકાર.
દાદાશ્રી : હા, જુદો જુદો. પ્રશ્નકર્તા : એ શેના આધારે ? દાદાશ્રી : સ્પેસ જુદી એટલે. પ્રશ્નકર્તા : પણ કર્મના આધારે નહીં ?
દાદાશ્રી : ના, સ્પેસ જુદી એના આધારે. કર્મના આધારે એ પછી. મૂળમાં દરેકની સ્પેસ જુદી હોય.
પ્રશ્નકર્તા : દાદા, આમાં આ સ્પેસ જુદી, એ સમજાય એવું છે. પણ આ તો આંતરિક સ્પેસની વાત કેવી રીતે હોય છે ? આમાં આ ભાઈ આ જગ્યાએ બેઠેલા છે, પેલા પેલી જગ્યાએ બેઠેલા છે. એ સ્પેસ વસ્તુ આ ડેવલપમેન્ટમાં કામ લાગતી નથી ?
દાદાશ્રી : કેમ ના લાગે ?
પ્રશ્નકર્તા : એ કેવી રીતે ? એટલે ડૉક્ટર બનવું કે એન્જિનીયર બનવું, એમાં સ્પેસ કેવી રીતે કામ લાગે છે ?
દાદાશ્રી : સ્પેસ હોય તો જ આગળ ચાલે, નહીં તો ગાડું જ ના ચાલે.
પ્રશ્નકર્તા : એ ના સમજાયું.
દાદાશ્રી : સ્પેસ ના હોય તો ગાડું જ ચાલે નહીં ને ! એ કંઈ ડૉક્ટર એમ ને એમ થતો નથી. ટાઈમીંગ, સ્પેસ, બીજાં બધાં કારણો
પ્રશ્નકર્તા : તો આમાંથી આત્મા ખસી જાય તો પણ આ તો જગ્યા રોકવાનું જ.
દાદાશ્રી : એ તો શુદ્ધ પરમાણુઓએ જગ્યા રોકેલી જ હોય. એને કશું લાગતું-વળગતું નથી, એ તો ઓતપ્રોત રહેલા છે.
પ્રશ્નકર્તા : જગ્યા સાથે ?
દાદાશ્રી : હંઅ. જગ્યા એના આધારે છે, જગ્યાના આધારે એ છે, આમતેમ બધું છે.
પ્રશ્નકર્તા : તો આ વચ્ચે પેલો માલિકીભાવ છે આ પુલનો એટલે અવલંબન.
દાદાશ્રી : દુનિયામાં બધાને “મારું જ છે” એવો માલિકીભાવ થાય. પેલા લોકોને (પરમાણુઓને) મારું નહીં કશું.