________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
માટે કહેવા માંગે છે.
બાકી, શુદ્ધાત્મા જ છે. સર્વ રીતે સ્વભાવ એટલે સ્વભાવ બીજો પોતાનો હોતો જ નથી, એ જ્ઞાતા-દ્રષ્ટા-પરમાનંદી, એ જ એનો સ્વભાવ એટલે પોતાનો નિજ સ્વભાવ. અને જે ભાવ પુદ્ગલમાં નથી અને જે ભાવ આત્માનો નથી, તે ભાવ પરભાવ કહ્યો છે. આત્માનો નથી છતાં આત્માનો માનવામાં આવે છે તે પરભાવ, પરક્ષેત્રને આધીન છે. પરક્ષેત્ર ત્યાં સુધી કહેવાય. પરભાવને ક્યાં સુધી માન્ય કર્યો છે ત્યાં સુધી પરક્ષેત્ર, દ્રવ્યય પર કહેવાય બધું. એટલે સ્વમાં લઈ જવા માટે આ બધો હેતુ સમજાવ્યો છે. અને શુદ્ધાત્મા સમજાયો એટલે થઈ ગયું, બધું કામ થઈ ગયું. બાકી એને કંઈ ક્ષેત્ર-બેત્ર હોતું નથી, સ્વક્ષેત્ર. એ તો વર્ણન કર્યું છે ખાલી શાસ્ત્રકારોએ.
મન-વચન-કાયા એ પરક્ષેત્રમાં છે. “હું” સ્વક્ષેત્રમાં છે. બન્નેના ક્ષેત્રો જુદાં જ છે. આત્મા ક્ષેત્રજ્ઞ છે. તે ક્ષેત્રને જાણનારો ને જોનારો છે, તે ક્ષેત્રાકાર થઈ ગયો છે.
(૨) સ્પેસતી અનોખી અસરો !
ક્ષેત્ર બદલાવાથી, બદલાય બધું ! એટલે ક્ષેત્રની, જગ્યાની જ કિંમત ને ! પ્રશ્નકર્તા ઃ એટલે દરેક મનુષ્યને ક્ષેત્ર પણ જુદાં જુદાં હોય ?
દાદાશ્રી : ક્ષેત્ર, દ્રવ્ય, કાળ અને ભાવ - ચાર બદલાયા જ કરે મનુષ્યનાં.
પ્રશ્નકર્તા : પણ એ દરેકનાં જુદાં જુદાંને, ચંદુભાઈનાં જુદાં. દાદાશ્રી : દરેકનાં જુદાં, તેથી મોઢાં જુદાંને !
પ્રશ્નકર્તા : એટલે એક જ રૂમમાં બે માણસનાં ક્ષેત્ર જુદાં જુદાં હોય. આ ભાઈ અહીંયાં બેઠા છે, હું અહીંયાં બેઠો છું તો બન્નેનું ક્ષેત્ર... દાદાશ્રી : તોય તમે તમારા ક્ષેત્રમાં અને એ એમના ક્ષેત્રમાં.
અંત:કરણેય રોકે સ્પેસ ! આ દેહ છે ત્યાં સુધી સ્પેસ છે. સ્પેસ તો હોય ને ? જોને, તારી જગ્યાએ બીજો કોઈ બેસી શકે છે અત્યારે ?
પ્રશ્નકર્તા : ના બેસી શકે. એટલે એ અવલંબન લીધું કહેવાય ?
દાદાશ્રી : ત્યારે શું લીધું કહેવાય ? કોકને (આકાશ તત્ત્વ) ઘેર રહીએ ને પછી પાછો રોફ મારવો ! આ કો'કનું ઘર, સત્સંગનું ઘર તો જુદું. પણ વળી પાછું આ ઘરેય એટલે કે દેહેય જુદો કો'કનો (પરમાણુનો). આ અહીંયાં રહ્યા તે આ એસ. સ્પેસ લેવી હોય તો સ્પેસવાળાને પૂછવું જોઈએને આપણે (આત્મ તત્ત્વએ) ?