________________
(૫.૧) આકાશ અવિનાશી તત્ત્વ !
૯૫
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
ત્યાં સુધી અવગાહના. આત્મા અનઅવગાહક છે. આત્માને પોતાને માટે સ્પેસ ના જોઇએ. સ્પેસ રોકી કોને કહેવાય ? ત્યારે કહે, આવવાજવા માટે અડચણ પડે, તો સ્પેસ રોકી ગણાય. એટલે આત્માને સ્પેસબેસ કશું જરૂર નહીં. સ્પેસ હોય તો તો પછી ભાડૂઆત, ભાડું ત્યાં આપવું પડે ને ! અને બીજી જગ્યાએ જવું પડે છે ને આ પુદ્ગલ છે તેથી જગ્યા રોકાય છે ને !
પ્રશ્નકર્તા : અચ્છા, પુદ્ગલ છે તેથી જગ્યા રોકાય છે.
દાદાશ્રી : હં... નિરાલંબ છે પછી. અવલંબન કોઈ જાતનુંય નહીં. એટલે પરમ સુખી થાય.
પ્રશ્નકર્તા : તમે એક વખત એમ કહેલું કે એ બધી લૌકિક વાતો છે અને અમે જે કહીએ છીએ એમાં અલૌકિકનો સિક્કો મારેલો છે, મહોર મારેલી છે.
દાદાશ્રી : અલૌકિકની મહોર મારેલી એટલે એને સમજાઈ ગયું. બીજાનામાં અલૌકિકની મહોર નથી.
આત્માનું સ્વક્ષેત્ર ? પ્રશ્નકર્તા : આ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ જે ચાર છે, એમાં આત્મા એ ક્ષેત્રથી કઈ રીતે રહેલો છે ?
દાદાશ્રી : ક્ષેત્ર એટલે અવકાશ રોકે છે, તેને ક્ષેત્ર કહે છે. જેટલો ભાગ અસ્તિત્વનો અવકાશને રોકે છે ને, એટલું ક્ષેત્ર કહેવાય એમનું. અવકાશ એટલે આકાશ કહે છે ને, એટલા ભાગને ક્ષેત્ર કહે છે. એટલે એ ક્ષેત્ર બદલાયા કરે પાછું. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ અને ભવ બદલાયા કરે. અને આ ચાર તો નિરંતર બદલાયા કરે. ભવ તો એમ કે એક મનુષ્યનો આવ્યો હોય તો મનુષ્યનો ભવ પાંચ-પચાસ-સો વરસ નર્ભય ખરો, પણ આ ચાર તો બદલાયા જ કરે નિરંતર.
પ્રશ્નકર્તા : આત્માનું દ્રવ્ય કેવી રીતે બદલાય ?
દાદાશ્રી : આત્માનું દ્રવ્ય નહીં, આત્માને જે દ્રવ્ય લાગુ થયાં છે આ સંસારભાવથી, તે બધાં બદલાયા કરે. ક્ષેત્ર બદલાયા કરે, તેના આધારે કાળ બદલાયા કરે ને તેના આધારે ભાવેય બદલાયા કરે. હમણે નિર્ભય ભાવ ઉત્પન્ન થાય. ભયવાળી જગ્યાએ જાય તો ભય ઉત્પન્ન થાય. સમયે સમયે બદલાયા જ કરે, નિરંતર. જીવમાત્રને બદલાયા કરે. જ્ઞાની પુરુષ એકલા જ અપ્રતિબદ્ધ હોય છે. દ્રવ્યથી-ક્ષેત્રથી-કાળથીભાવથી અપ્રતિબદ્ધપણે નિરંતર વિચરે છે, એવા જ્ઞાની પુરુષના ચરણાવિંદ સેવ્યા સિવાય કોઈ મોક્ષે જઈ શકે નહીં. એમને જ્ઞાનીને નિરંતર કોઈ જગ્યા પ્રતિબદ્ધપણું ના કરે. આ બધી બંધન કરે એવી વસ્તુઓ છે. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ને ભાવ છતાં જ્ઞાનીને આ બંધન ન કરે, અપ્રતિબદ્ધ હોય. બંધન કરનારીમાંય પોતે હોવા છતાંય બંધન બાંધે નહીં. વસ્તુઓ તો બંધન કરે એવી જ છે. પણ અજ્ઞાની છે એટલે બાંધે છે. તે જ્ઞાની હોય તો ન બાંધી શકે, ક્ષેત્રેય અહીં આગળ છે તે ક્યાં બેસાડ્યો હોય ને, ત્યાં અજ્ઞાનીને ક્ષેત્ર મહીં ગોઠી જાય. ‘આ હું અહીં છું. પેણે નહીં ફાવે મને કહેશે.
ખુલાસો થયો, વાત સમજાઈ તમને ?
પ્રશ્નકર્તા : દાદા, આ તમે વાત કરો છો ને તે પરક્ષેત્રની છે, મારે સ્વક્ષેત્રનું પૂછવું છે.
દાદાશ્રી : ઓહો.... એ એવું છે ને કે પોતાનાં સ્વક્ષેત્ર-સ્વદ્રવ્યસ્વભાવ અને સ્વકાળ એ ચાર ભાવેય પોતે છે. એ શુદ્ધાત્મા જ છે, બીજું કશું છે નહીં. આ તો ફક્ત આ પરક્ષેત્રમાંથી કાઢવા માટે સ્વક્ષેત્રનું વર્ણન કરેલું છે. ક્ષેત્ર એટલે પોતાનો જે અનંત પ્રદેશી ભાગ છે. એ ક્ષેત્ર ખરેખર ક્ષેત્ર નથી કહેતા, પણ પેલું સમજાવવા માટે આ સમજમાં મૂક્યું છે. એની જરૂર નથી, આપણે શુદ્ધાત્મા એટલું જ જરૂર છે. બીજું એમાં બહુ ઊંડા ઉતરવાનું નથી. એમાં કાળેય નથી એવો હોતો. આત્માને કાળ લાગુ હોતો નથી. આત્માને ભાવ હોતો નથી, સ્વભાવ જ હોય છે. પોતે જ સ્વભાવથી જ જ્ઞાતા-દ્રષ્ટા છે. પણ આ બહારના ચાર સમજાવવા માટે પેલું સ્વ એટલે પરમાંથી સ્વમાં આવો.