________________
(૫.૧) આકાશ અવિનાશી તત્ત્વ !
૯૩
૯૪
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
આકાશ છે. આપણે ધાણા ખઈએ છીએ, તેની મહીં આકાશ હોય. આ હીરામાંય આકાશ હોય. આ સોનામાં, ચાંદીમાં, બધામાં આકાશ હોય. આકાશ ના હોય કોઈ ચીજમાં, તો એ ભાગે જ નહીં. હીરામાં આકાશ ઓછું એટલે હીરો મોડો ભાંગે.
પ્રશ્નકર્તા : દાદા, અમને એવું બધું ક્યારે દેખાશે ? દાદાશ્રી : એ દેખવું છે કે મોક્ષે જવું છે ? પ્રશ્નકર્તા : મોક્ષે તો જવાનું જ છે.
દાદાશ્રી : તો પછી એ બધી ભાંજગડ કેમ કરવાની ? આવી તો બહુ ચીજો હોય, અબજો ચીજ હોય આવી.
આત્મા, અઅવગાહક ! પ્રશ્નકર્તા : તો સિદ્ધક્ષેત્રમાં કયા કયા તત્ત્વ રહ્યાં ?
દાદાશ્રી : સિદ્ધક્ષેત્રને ગણવાનું જ નથી. સિદ્ધક્ષેત્રમાં તત્ત્વ જ ના હોય ને ! ત્યાં તો પરમાત્મા જ છે. તત્ત્વ ક્યાં હોય? અતત્ત્વ હોય ત્યારે ત્યાં તત્ત્વો હોય.
પ્રશ્નકર્તા : ત્યાં અલોકમાં સ્પેસ તત્ત્વ ખરું કે, સિદ્ધક્ષેત્રમાં ?
દાદાશ્રી : આકાશ બધે હોય ને ! આત્માને આકાશની જરૂર નથી. એ આકાશ લેતો નથી. આત્મા સ્પેસ રોકે નહીં. અન્અવગાહક છે. હવે એ બધું બહુ ઊંડા ના ઉતરશો. બહુ ઊંડામાં શું ફાયદો તમારે ?
પ્રશ્નકર્તા : આત્મા સિદ્ધગતિમાં સ્પેસ રોકે છે ?
દાદાશ્રી : એવું છેને, એ તો અવલંબન લીધું કહેવાય. સ્પેસબેસ નહીં, અનઅવગાહક. એ અવગાહના રહી નથી એને.
પ્રશ્નકર્તા : અનઅવગાહક એટલે ? દાદાશ્રી : સ્પેસ રોકે નહીં. બધી વસ્તુઓ સ્પેસ રોકે.
પ્રશ્નકર્તા : દાદા, સિદ્ધક્ષેત્રમાં સ્પેસની જરૂર કેમ નહીં ?
દાદાશ્રી : જો પાછું ઊંડા ઉતર્યા તે, ચેતોને, આમાં ઊંડા ના ઉતરો. ઊલટું બીજું ભૂલી જશે, બીજું બધું અમુક અમુક હદની બહાર આગળ વાતો કરવાની ના પાડી છે. હજુ આમાં ઠેકાણું નથી અમુક એમનું, પાછું અહીં સુધી પૂછે છે. એટલે માણસ વિકલ્પી થયા કરે. એના પછી શું ? એના પછી શું? એના પછી શું? મૂળમાં એક વસ્તુ આત્માનો સ્વભાવ અનુઅવગાહક છે. એને સેસની જરૂર નહીં. આકાશની જરૂર નહીં. અને અહીં આ દેહ ધર્યો ત્યાં સુધી સ્પેસ રોકી છે.
આ લોકનું જ્ઞાન તો ખાલી એક ફેર જ જાણી લેવાનું છે. અને લક્ષમાં તો ખાલી સમભાવે નિકાલ કરવો એ જ રાખવાનું.
પ્રશ્નકર્તા : તો ત્યાં સિદ્ધક્ષેત્રમાં શું હોય ?
દાદાશ્રી : ત્યાં કશું જ ના હોય. બસ ત્યાં બધા જ સિદ્ધલોકો, એમને દેહ-બેહ ના હોય, વિદેહી હોય. અને જે દેહે સિદ્ધ થયા હોય, તે દેહના (બે તૃતિયાંશ, ૨/૩) ભાગે હોય. હમણે ત્યાં આગળ સ્થિરતા હોય એમનો આકાર. નિરાકાર હોવા છતાં આકારી હોય. એ ત્યાં આગળ એમને કશું કરવાનું નહીં, ત્યાં પરમાનંદમાં રહેવાનું, નિરંતર પરમાનંદ ! પોતાના સ્વભાવમાં જ રહેવાનું. અને આ વિશેષભાવ ઉત્પન્ન થયો છે, ભ્રાંતિભાવ ઉત્પન્ન થયો છે. શ્રાંતિ બંધ થઈ જાય તો થઈ ગયો, પોતે પરમાત્મા જ છે.
પ્રશ્નકર્તા : ત્યાં આત્માને સ્પેસ-એસ કશું જ જરૂર નહીં ?
દાદાશ્રી : કશું જ નહીં, કોઈ અવલંબન જ નહીં ને ! કાળ નહીં, સ્પેસ નહીં, ધર્માસ્તિકાય નહીં, અધર્માસ્તિકાય નહીં, પુદ્ગલ નહીં, એકલો જ આત્મા.
પ્રશ્નકર્તા : આત્માએ સ્વભાવિક તો સ્પેસ રોકેલી હોયને પોતાની, પોતાની સ્પેસ તો હોય ને ?
દાદાશ્રી : આત્મા સ્પેસ (જગ્યા) રોકે નહીં. પણ દેહ ધર્યો છે