________________
૯૧
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
(૫.૧) આકાશ અવિનાશી તત્ત્વ ! શકે. એમનું બીજું ગજું જ નહીંને ! આકાશ તો પરમેનન્ટ ચીજ છે. તમને પરમનેન્ટ નથી લાગતી ?
પ્રશ્નકર્તા : લાગે છે, પણ એમાં ફેરફાર થતા લાગે છે.
દાદાશ્રી : ફેરફાર હોય જ નહીં કોઈ જાતનો. પરમેનન્ટ તત્ત્વ, એને પોતાની અવસ્થા હોય છે, તત્ત્વને ફેરફાર ના હોય. અવસ્થા તો દરેકને, પ્યોર ચેતનની અવસ્થા હોય છે. અવસ્થા માત્ર વિનાશી છે એની અને તત્ત્વ અવિનાશી છે. પાણી એ અવસ્થા છે, એટલે પાછું વરાળ થઈ જાય ને એ વરાળનું પાછું પાણી થઈ જાય, બરફ થઈ જાય, બધી અવસ્થાઓ છે. તત્ત્વને કશું ન થાય. હવે ઑલ ધીસ રિલેટિવ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટ્સ, આઈ ઈઝ પરમેનન્ટ. ડુ યુ વોન્ટ ટુ રિમેઈન ઈન પરમેનન્ટ સ્ટેજ ઓર ટેમ્પરરી સ્ટેજ ? ઓલ ધીસ આર ફેઝીઝ એન્ડ એવરચેંજીંગ, સાયન્ટિસ્ટ કેન નોટ સી ઈટર્નલ્સ. આકાશ જોયું નથી જગતે, લોકો એની અવસ્થાઓ જોઈ શકે. આકાશ ક્યાં જોયું છે ?
પ્રશ્નકર્તા : જોયું નથી પણ એનો અનુભવ થાય છે. દાદાશ્રી : એ આંખે દેખાય એવી વસ્તુ નથી. પ્રશ્નકર્તા : પણ એનો અનુભવ થઈ શકે ને ?
દાદાશ્રી : એવું લાગે ખરું કે આ પોલું છે, આકાશ છે. આ આંખથી સાચું કશુંય ના દેખાય. એ તો દિવ્યચક્ષુથી જ દેખાય. જે દિવ્યચક્ષુ શ્યારે એક્ઝક્ટનેસમાં આવે ત્યારે દેખાય. દિવ્યચક્ષુથી પહેલું સમજમાં આવે.
એ અવિનાશી વસ્તુઓ તેમાં એક જ વસ્તુ તમે સાધારણ સમજી શકો છો કે આ અવિનાશી છે, જેવી કે આકાશ એકલું દેખાય છે તમને. બીજી બધી અવિનાશી ચીજ કોઈ દેખાતી નથી. આકાશનોય તે સ્થૂળ ભાગ દેખાય છે, મૂળ ભાગ દેખાતો નથી.
આકાશતો રંગ ! એટલે આકાશેય દેખાય નહીં. આ જે દેખાય છે ને, તે પોલાણનો રંગ દેખાય છે, બહુ ગાઢું પોલાણ હોયને, તે પોલાણમાંય રંગ હોતો નથી. આ દરિયાનો પડઘો (પ્રતિબિંબ) પડે છે. આખા દરિયાનો પડઘો એની મહીં પડે છે ને આ બધો કલર દેખાય છે. આ સૂર્યનો પ્રકાશ દરિયા ઉપર પડે છે અને તેનું પ્રતિબિંબ ઉપર પડે છે, તેને લઈને આ ભૂરું દેખાય છે, એ આકાશ નથી, અવકાશ (ખાલી જગ્યા છે, પુદ્ગલ નથી. પાણી પુદ્ગલ છે ને તેના ઉપર સૂર્યનારાયણનો પ્રકાશ પડે છે. તે તેના પ્રતિબિંબથી કલર દેખાય છે. પાણી એય કલરલેસ (રંગવિહીન)
પ્રશ્નકર્તા : પણ આકાશનો રંગ બ્લ (ભૂરો) છે ?
દાદાશ્રી : આકાશનો કલર જ નથી કોઈ જાતનો. એ સ્પેસ પોતે પરમાણુ નથી, એ ખાલીય નથી અને તે રંગેય નથી એનો. સ્પેસ જ છે. સ્પેસને તો માણસ સમજી શકે કે સ્પેસ જેવી વસ્તુ છે.
પ્રશ્નકર્તા : તો એમાં રંગ નથી, એમાં મટીરિઅલ પણ નથી, એમાં ગુરુત્વાકર્ષણ પણ નથી.
દાદાશ્રી : કશું નથી. સ્પેસ એટલે શું છે કે બીજી પાંચ વસ્તુઓને રહેવાનું સ્થાન. આ સ્પેસ છે તે પરમેનન્ટ છે અને બીજી પાંચ વસ્તુ પરમેનન્ટ છે, એને રહેવાનું સ્થાન. બીજી કોઈ વસ્તુ નથી આકાશ. એ તો ખાલી આ જગ્યા જ છે, અવકાશ.
પ્રશ્નકર્તા : પણ દાદા, એ ઉપર જ હોય ને ? દાદાશ્રી : ઉપર નહીં, નીચે બીચે બધે. એવરીવ્હેર (બધે જ)
આકાશ તો સ્વતંત્ર છે, ભગવાનના જેટલું જ સ્વતંત્ર છે. પરમાણુ સ્વતંત્ર છે. આકાશના ટુકડા થતા નથી. આકાશ એક પ્રકારના સ્વભાવનું છે.
સ્કંધ થાય એના. કોઇ જગ્યાએ વધુ જામી ગયું હોય, કોઈ જગ્યાએ ઓછું જામે પણ એકતા ના ટૂટે.