________________
(૫.૧) આકાશ અવિનાશી તત્ત્વ !
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
દાદાશ્રી : એય જુદું પડી જાય. પ્રશનકર્તા : આકાશે પણ જુદું પડી જાય ?
દાદાશ્રી : આકાશથી પણ જુદો પડી જાય. અન્અવગાહક છે. અવગાહના એને જરૂર નથી. છે આકાશમાં છતાં પોતે આકાશ રોકતો નથી, એવી રીતે રહ્યો છે સિદ્ધક્ષેત્રમાં !
પ્રશ્નકર્તા : આત્મા પોતે આકાશ (જગ્યા) રોકતો નથી, એ કેવી રીતે બને ?
દાદાશ્રી : બુદ્ધિના ખેલ હોય, નહીં તો આકાશ જોડે જ રહે ને ! પ્રશ્નકર્તા : હં, આકાશ જોડે જ રહે. દાદાશ્રી : આકાશ જોડે રહે એટલે પછી એ બેનું મિક્ષચર થયું.
દરેકના ભાવ જુદા જુદા હોય જ. કારણ કે સ્પેસ જુદી જુદી છે એટલે. સ્પેસ તો કાયમ જુદી જ રહેવાનીને ! ક્યાં સુધી મોક્ષે ના જાય ત્યાં સુધી સ્પેસ, મોક્ષમાં સ્પેસ નહીં. આત્માને સ્પેસની જરૂર નથી. સૂર્યનારાયણે તો જગ્યા રોકી છે. થોડું થોડું સમજાયું ?
પ્રશ્નકર્તા : દાદા, દેવલોકમાં પણ બધા છએ છ તત્ત્વો ?
દાદાશ્રી : બધે. છ તત્ત્વના મિથચર વગર કોઈ વસ્તુ ના હોય, આ દુનિયામાં.
પ્રશનકર્તા : તો તમે કીધું ને કે અલોકમાં ખાલી આકાશ તત્ત્વ જ છે, બીજા એકેય તત્ત્વ નથી.
દાદાશ્રી : અલોક ને આપણે કશું લેવાદેવા નહીં ને ! આત્માને તો આકાશનીય જરૂર નથી. જેને કોઈનું અવલંબન ના હોય એ આત્મા ! ભગવાન કહેવાય એ તો !
જગ્યા આપતાર આકાશ તત્વ ! આ છ તત્ત્વો પરમેનન્ટ તત્ત્વો છે. હવે દરેકના સ્વભાવ જુદા
જુદા છે પાછા, આકાશ એક જ છે આખું. આવડું મોટું આકાશ પણ એક જ, અવિભાય છે.
પ્રશનકર્તા : અખંડ છે.
દાદાશ્રી : આકાશ કોઈને ઉત્પન્ન કરતું નથી કે ઉત્પન્ન થતું નથી, આકાશ અનુત્પન્ન છે. આ આકાશ એ જડેય ના કહેવાય ને ચેતનેય ના કહેવાય. આકાશ ! હં, એ પણ તત્ત્વ છે.
હવે આ બધાં તત્ત્વો કામ કરી રહ્યાં છે ક્યાં ? ત્યારે કહે, ભૂમિકા કોની છે ? ક્ષેત્ર કોનું છે ? આ બધાને રમત રમવા માટે જગ્યા જોઈએ કે ના જોઈએ ? આ બધાને રહેવા, હરવા-ફરવા જગ્યા જોઈએ તે જગ્યા ક્યાંથી લાવવી ? જગ્યા આપનારો જોઈએ કે ના જોઈએ ? તે આકાશ નામનું તત્ત્વ જે સ્પેસ આપે છે, એ પણ ઇટર્નલ છે. આ જે ખુલ્લો ભાગ, જેને જગ્યા કહેવામાં આવે છે, તે સ્પેસ એક તત્ત્વ છે. તેમાં બીજા બધા રહે છે.
આ જડ ને ચેતન (વિભાવિક ચેતન)ને રહેવાને માટે આકાશની જરૂર છે, અવકાશની. આકાશના આધારે રહ્યા છે એ લોકો. એ બધા તેમની જગ્યા પોતાની નથી, માલિકી આકાશની. એટલે આકાશ એક સ્વતંત્ર તત્ત્વ છે. એ એક સંપૂર્ણ તત્ત્વ છે અને અવિનાશી છે. આ તું બેઠો છું ને, એ સ્પેસ કહેવાય.
આંખે દેખાય એ હોય આકાશ ! પ્રશનકર્તા : કેવી રીતે એ કહી શકાય કે આકાશ તત્ત્વ અવિનાશી
દાદાશ્રી : એટલે ક્યારે ઉત્પન્ન થયું ? જે ઉત્પન્ન ન થાય અને જે વિનાશ ન થાય, એ બધું અવિનાશી હોય. અને ઉત્પન્ન થાય અને વિનાશ થાય એ વિનાશી હોય.
સાયન્ટિસ્ટોય ન જોઈ શકે. બુદ્ધિથી જે દેખાય એટલું જ જોઈ