________________
૮૮
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
[૫] આકાશ તત્વ !
(૧) આકાશ અવિનાશી તત્વ !
આત્મા પડે જુદો, અન્ય તત્વોથી ! પ્રશ્નકર્તા : આકાશ અને આત્મા એ બેમાં શું ફેર છે ?
દાદાશ્રી : આકાશ નિચેતન છે, ચેતન નથી એમાં અને આત્મામાં ચેતન છે. બન્ને તત્ત્વોના મૂળ ગુણમાં આટલો ફેરફાર છે. બીજા બધા ફેરફાર છે. બધા જ તત્ત્વોમાં મૂળ ગુણ જો વધારેમાં વધારે હોય તો આ ચેતન (એટલે જ્ઞાન-દર્શન) નામનો ગુણ એ આત્મામાં છે, માટે એ પરમાત્મા છે. આકાશમાંય તે ગુણ નથી કે બીજા કોઈનામાંય એ ગુણ નથી. આત્મા અરૂપી તો આકાશ જેવો જ છે. અરૂપીમાં સરખા છે બેઉ તત્ત્વો. આકાશનો મૂળ ગુણ શું ? ત્યારે કહે, સ્થાન આપવું. દરેકને સ્પેસ આપવી એનો મૂળ ગુણ છે. આત્મામાં સ્પેસ આપવી એ ગુણ નથી અને આત્માનો ચેતન નામનો ગુણ તે એમાં નથી.
પ્રશ્નકર્તા : એક જગ્યાએ આપે કહ્યું છે કે આત્મા આકાશ જેવો છે.
દાદાશ્રી : એ તો તમને એક દાખલો આપું છું કે આકાશ એ અરૂપી તત્ત્વ છે, એવો આત્મા અરૂપી છે. પણ આકાશ અચેતન છે અને આત્મા ચેતન છે. આકાશ એને લાગણીએ નથી કોઇ પણ પ્રકારની અને આત્મા તો લાગણીવાળો, જ્ઞાનવાળો. શ્યાં આને કંઇ લાગણી અને જ્ઞાન નથી, માટે અમે કહીએ છીએ કે આમાં નથી આત્મા.
આત્મા આકાશ જેવો છે એનો કહેવાનો ભાવાર્થ શું છે કે આકાશને કોઇ વસ્તુ નુકસાન કરી શકે એમ છે નહીં. એવી રીતે આત્માને આ જગતમાં કોઇ ચીજ નુકસાન કરી શકે એવી છે નહીં. જેને તમે શુદ્ધાત્મા કહો છો, એને કોઇ ચીજ નુકસાન કરે એવી છે નહીં. આકાશ હરેક જગ્યાએ છે, આત્મા હરેક જગ્યાએ નથી.
હવે ચેતન રહે છે ક્યાં ? ચેતન હોય ક્યાં ? ક્યાં આકાશ હોય ત્યાં હોય. બીજા લોકોએ જગ્યા રોકી હોય ને ત્યાં હોય નહીં. આકાશ હોય તો હોય. જેનામાં જેટલો આકાશને, એટલું ત્યાં ચેતન હોય.
પ્રશનકર્તા : આકાશ એટલે આમ જે ખાલી જગ્યા અને આત્મા, એ બેમાં મોટા-નાની જેવું કંઈ છે કે ?
દાદાશ્રી : આ બે પરમાણુ એમની જગ્યા રોકે એટલે એ જગ્યાએ ત્રીજું પરમાણુ ના જાય, તો આત્મા બધામાંથી આરપાર જાય. ભઈ, બહુ ઊંડી વાતો આ બધી. આપણે શુદ્ધાત્મા પ્રાપ્ત થયો ને, એ મુખ્ય. બીજું બધું આ તો લોક પૂછનારા, તો ફાવે એવા પ્રશ્નો પૂછે, મગજમાંથી નીકળે તેવા.
બધા તત્ત્વોથી આત્માને જુદો પાડે ત્યારે આત્મા નિર્લેપ થાય. કેવળજ્ઞાન થાય ત્યારે જ એ એક્કેક્ટલી બીજાથી જુદો થાય. એ વૈજ્ઞાનિક વાત છે.
પ્રશ્નકર્તા : દાદા, પરમાણુ અને ચેતન એ બન્નેનું જુદું પાડવાનું જ મુખ્ય છે ને, બાકીના તો લગભગ જુદા જ છે ને ?
દાદાશ્રી : જુદા છે, પણ એને જુદું પાડવાનું. નહીં તો આ બે જુદા પાડો તો પેલાં બીજાં તત્ત્વો વળગે. એટલે બધું જ જુદું પાડવું પડે. આત્મા બિલકુલ નિવળ, જુદો જ છે. બધાં દ્રવ્યોની વચ્ચે છે અને બધાં દ્રવ્યોથી બંધાયેલો છે એ.
પ્રશ્નકર્તા : આકાશ એ તો આત્મદ્રવ્યની સાથે રહેલું જ છે ને ? એને જુદું પાડી નહીં શકાય ને ?