________________
(૪) કાળ તત્ત્વ !
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
હોય, એવું સ્વતંત્ર નથી. જો સ્વતંત્ર હોત તો એ અહંકાર કરત કે મારે લીધે આ ચાલે છે. જો કાળ સ્વતંત્ર હોત તો કાળ બૂમો પાડત કે મારે લીધે આ ચાલે છે, હું ચલાવું છું. જો ભગવાન સ્વતંત્ર હોત તો એ કહેત કે હું ચલાવું છું. કોઈથી એવું કહેવાય એમ નથી કે હું ચલાવું છું, એવું આ જગત છે. ભગવાન (આત્મા) જ આમાં ફસાયા છે ને ! એમની ફસામણ એ જ જાણે બિચારા ! મહીં છૂટવું ઘણું છે પણ છૂટાય કેમ ? એક જ્ઞાની પુરુષ મળે તો જ છોડાવે, બાકી કોઈ છોડાવે નહીં. જ્ઞાની પુરુષ પોતે છૂટેલા છે, માટે છોડાવે ને એ પોતે મોક્ષદાતા છે માટે. મોક્ષનું દાન આપવા આવ્યા છે.
ને એવું હોવું જોઈએ. એ બધી બુદ્ધિની બહાર વાત છે. જ્યાં જુઓ ત્યાં, મનુષ્યોના બે હાથ ને બે પગ જ હોય !
પ્રશ્નકર્તા : એ પછી એવી બુદ્ધિ આગળ જઈને કહેશે કે આ ચાર કેમ? છ કેમ નહીં ?
દાદાશ્રી : હા, પછી બુદ્ધિનો પાર જ ના આવે, એન્ડ જ ના આવે. એન્ડલેસ થઈ ગયું એ.
પ્રશનકર્તા : પણ આ ચોવીસ તો મેથેમેટિક, ગણિતનો એક નિયમ હશે ને ?
દાદાશ્રી : ગણિત જ છે બધું આ. આખું ગણિત જ છે. બીજું કશું છે જ નહીં આ. કાળ તો જાણે ગણિતમાં આવી ગયો, એ તો ગણતરીમાં આવી ગયેલું છે. ફક્ત ફેરફાર શું થાય છે ? મનુષ્યો ગૃહિત મિથ્યાત્વી સ્વભાવના છે. મોટામાં મોટો રોગ જો હોય તો ગૃહિત મિથ્યાત્વનો છે. એ જે પૂરણ કર્યું ગૃહિત મિથ્યાત્વ, એ ગલન કરતાં બહુ મુશ્કેલી પડે છે. એ ગૃહિત મિથ્યાત્વના લીધે આ કેવળજ્ઞાન અટક્યું છે બધું.
પ્રશ્નકર્તા : આ કાળના હિસાબે ? દાદાશ્રી : હા, આ કાળના લીધે.
મોક્ષદાતા જ્ઞાની પુરુષ ! કાળ એ ડિસાઈડેડ વસ્તુ, કોઇનેય છોડે નહીં. ડિસાઈડેડ વસ્તુ કોઇનેય છોડે નહીં. તેથી આપણા લોક કહે છે ને, કાળધર્મ પામ્યા. એટલે શું? કાળનો ધર્મ જ છે, લેવાનો એટલે લેવાનો જ. કોઈનુંય ચાલે જ નહીં. ભગવાનનું કશુંય નહીં. મહાવીર ભગવાનેય બોંતેર વર્ષે ગયા !
પ્રશ્નકર્તા : એટલે કર્મ કાળને આધીન છે ?
દાદાશ્રી : મુખ્ય જ કાળ છે ને ! પણ કાળ બીજાને આધીન છે પાછો. એ બીજી બધી વસ્તુને આધીન છે. કોઈ કોઈને આધીન ન