________________
(૪) કાળ તત્ત્વ !
વસ્તુ છે. નહીં તો ત્રેસઠને બદલે, ‘ત્રેસઠ સારો શબ્દ નથી’ એમ કરીને ચોસઠેય મુક્ત, બળ્યા. પણ એ સાયન્ટિફિક છે. બહુ સુંદર, કુદરતની ગોઠવણી કેવી સુંદર છે ! અને વ્યવસ્થિત ગોઠવણી છે !
૮૩
જ્યારે જ્ઞાન નહોતું ત્યારે અમને એવાં વિચાર આવતા'તા પહેલાં, કે આ વર્ષ દહાડોય કો'કની, લોકોની ગોઠવણી જ છે આ. વર્ષ, દિવસ એ લોકોની ગોઠવણીનું જ કામ છે, આ દિવાળી પણ એમના વિકલ્પથી ગોઠવેલી છે આ. જો આ ત્રણ ઋતુઓ જ એનું કારણ હોય, તો એમના વિકલ્પથી આ ગોઠવેલું લાગે છે. ઋતુઓ તો આવ્યા જ કરે. ઋતુઓનો સ્વભાવ એ તો બદલાયા જ કરે હંમેશાં પણ તેથી કરીને વર્ષ દહાડો થયો, એમ કેમ નક્કી થાય ? એટલે પછી અમે બધો વિચાર કર્યો, કે ગઇ સાલ છે તે જેઠ મહિનામાં આંબે કેરીઓ મળતી'તી અને આ સાલેય જેઠ મહિનામાં મળે છે. આમ ઘણાખરાં ઝાડ બાર મહિને ફળે છે. એટલે આ જગતનું એક એસેન્સ છે તે બાર મહિના છે. બીજું એસેન્સ, મહિનો છે. મહિનો શા હિસાબે, કે પંદર દહાડા છે તે ચંદ્ર હોય છે અને પંદર દહાડા નથી હોતો. અને પછી પાછો ફરી ચંદ્ર દેખાય. એટલે આ મહિનો એસેન્સ છે.
આ બધું અમે બહુ વિચારી રાખેલું. આ તો બધાં બહુ ફેઝ જોઇ લીધાં, પછી હું આમાં પેઠો. નહીં તો મનેય પહેલાં શંકા પડતી'તી, કે આમ કેમ હોય ? પણ બધું નિર્માણ થયેલું. ત્યાર પછી સમાધાન થયું. એટલે મને એમ લાગતું કે આ લોકોએ ઠોકી બેસાડેલું છે. પણ ના, ઠોકી બેસાડ્યું નથી. ધીસ ઇઝ બટ નેચરલ. પછી લોક પાક્ષિક કહે છે ને, તે માનવું કે નહીં ? ત્યારે કહે, હા, પક્ષેય માનો. કારણ કે
પંદર દિવસ ચંદ્ર છે તે વધતો-ઓછો થયા જ કરે છે. એ જોવામાં આવે જ છે. અને પંદર પૂરા થાય છે કે નવી જ જાતનું ઊભું થાય છે. માટે પક્ષ માનો. અઠવાડિયાને માનવું કે ના માનવું ? ત્યારે કહે, એ ઇફેક્ટિવ છે. આ જે સાત વાર છે તે પંદર વાર નથી રાખ્યા, એની પાછળ કારણ છે, કોઝિઝ છે. સાત વાર એ બદલાયા જ કરે નિરંતર.
પ્રશ્નકર્તા : એનાં કારણ શું ? કોઝિઝ ?
આપ્તવાણી-૧૪ (ભાગ-૨) (ઉત્તરાર્ધ)
દાદાશ્રી : બધાં બહુ કોઝિઝ હોય છે. અત્યારે તો આ ચોવીસ કલાકનો દિવસ એ બરોબર, પદ્મતસર છે બધું. એટલે આ જે વ્યવહાર કાળ છે એ વિકલ્પ નથી. છે વિકલ્પ પણ નેચરલ વિકલ્પ છે, મનુષ્યનો વિકલ્પ કરેલો નથી.
૮૪
કલાક, મિનિટ, સેકન્ડ બધું પદ્ધતસરનું છે. એના પરથી ઘડિયાળ બનેલાં. ત્યારે ઘડિયાળ રોંગ હોય છે કંઇ ? એય બરોબર એડજસ્ટમેન્ટ છે. પછી એના ઉપરથી આપણે બીજા પ્રોબ્લેમ ઊભા કરેલા. પેલી કાચની શીશી કાઢે છે ને ?
પ્રશ્નકર્તા ઃ હા, બરાબર છે, સામાયિક કરવાની.
દાદાશ્રી : હા, તે આટલી મિનિટમાં રેતી પડી જાય તો આપણે જાણવું કે આપણું આવી ગયું. એવું જ ઘડિયાળેય તે જ છે બધું. એનું વહેણ જોઈ લીધું ને, વહેણ ઉપરથી કેટલો ટાઇમ જાય છે, આ ઘડિયાળેય વહેણ જ છે. એટલે આ બધું બહુ સમજણપૂર્વકનું છે.
એવી અનંત કાળચક્રમાં અનંત ચોવીસી આવ્યા જ કરે છે. પણ ચોવીસ જ શા માટે ? એ બુદ્ધિનો પ્રશ્ન થયો. અહીં આગળ જ્ઞાનનો પ્રશ્ન જોઈએ. આ બુદ્ધિનો પ્રશ્ન આવ્યો. જેમ માણસને અમુક જાતનાં જ અંગ છે, બે આંખો છે ને નાક ને એ બધું પદ્ધતસરનું છે. હવે ત્યાં આગળ કોઈ વાંધો ઊઠાવે કે આવું કેમ ? એના જેવી વાત છે આ. એટલે અમુક બાબતોમાં ઊંડું ના ઉતરાય. જે જગત વ્યવસ્થિત છે, ગોઠવાયેલું છે, એક્ઝેક્ટ છે. અને અનાદિ પ્રવાહ છે આ. અને પ્રવાહ એ એક્ઝેક્ટ છે, ફક્ત કાળના હિસાબે ફેરફાર થયા કરે છે. બાકી પ્રવાહ તેનો તે જ છે. કાળના હિસાબે કે કયો આરો છે, તે આરાના હિસાબે ત્યાં આગળ એની ગોઠવણી થયા કરે છે. બાકી કોઈ પણ વસ્તુ જે ગોઠવાયેલી છે એ ક્રમમાં છે, તે આ બુદ્ધિ ચાલે એવી નથી. ત્યાં બુદ્ધિને આપણે બંધ કરવી પડશે. અમુક જગ્યાએ બુદ્ધિ કામ કરે, ઠેઠ સુધી. પણ અમુક જગ્યાએ એથી આગળ નહીં, આપણે એમ કહીએ કે આ માણસને આવું કેમ બે હાથ ને બે પગ ? એનાય ચચ્ચાર હોય