________________
(૪) કાળ તત્ત્વ !
૮૧
૮૨
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
છું.’ ત્યારે કહે, ‘તું સંયમ લેવા તૈયાર થઈશ, પણ તારી ભવસ્થિતિ પાકી નથી.” ત્યારે કહે, “સાહેબ, આ નવું શું વળી પાછું ? તમે ને હું બે જ છીએ અહીં. હું સંયમ લેનારો છું ને તમે આપનારા છો, વચ્ચે લફરું
ક્યાં લાવ્યા આવું ?” ત્યારે કહે, ‘ભવસ્થિતિ પાક્યા વગર નહીં થાય.' સંયમ આપનારા છે, લેનારોય એવો શૂરવીર છે. ત્યારે કહે, “ના.' ‘ભવસ્થિતિનું બહાનું કાઢે છે ?” બહાનું કાઢતા નથી, સાચેસાચું કહે છે. એટલે આ તો ભવસ્થિતિ જેની પાકી હોય, તેને માટે અહીં આગળ કામનું. બિચારાની ભવસ્થિતિ જ પાકી ના હોય, શી રીતે એને મેળ ખાય ?
પ્રશ્નકર્તા : એ ભવસ્થિતિ એના ટાઈમ પહેલાં પકાવી શકાય કે એના ટાઈમે જ પાકે ?
દાદાશ્રી : એ ટાઈમે જ પાકે. પહેલાં પકાવી શકવાના હોયને તેય કાયદેસરમાં હોય તો જ પકાવી શકાય. પોતાના હાથમાં સત્તા નથી આપી. પણ પકાવી શકાય, એવો બળવાન હોય તો એને આવો હિસાબ આવી મળે. તે આપણને એમ લાગે કે આને ભવસ્થિતિ કાપી નાખવા માંડી. પણ કપાઈ જવાની જ છે, માટે આ રીતે કપાઈ છે. આ તો આને આ ઈગોઈઝમ વધારે એવો બધો ફોર્સ હોય છે. કશું જ ચાલે એવું નથી અને ના ચાલે, તેવુંયે નથી. દરેકનો વ્યવહાર જુદો છે ને ! કેટલાકને માટે ચાલે એવું છે. કેટલાકને માટે ના ચાલે એવું છે. આ બધા બેઠા છે પણ વ્યવહાર જુદો છે બધાનો. કોઈનું મોટું એક સરખું આવે છે ? બધાને બે આંખ્યો, નાક, કાન બધું સરખું છે પણ આમ બીજો ફેરફાર કેટલો દેખાય છે એનો. એટલો બધો હિસાબ ફેરફાર છે મહીં.
પ્રશ્નકર્તા : જો આ ભવસ્થિતિ પાકવાની હોય ત્યારે જ આ મળે. તો પછી આમાં પુરુષાર્થ ક્યાં આવ્યો ?
દાદાશ્રી : પુરુષાર્થ છે જ ક્યાં તે બળ્યો ? આ તો ભ્રાંતિને પુરુષાર્થ કહેવાય છે. પ્રયત્નને પુરુષાર્થ કહે છે. પુરુષ થયા વગર
પુરુષાર્થ કેવી રીતે હોય ? પણ આને જો પુરુષાર્થ ના કહે તો લોકો છે તે પાણીમાં બેસી જાય પાછા. ક્રમિક માર્ગ છે એટલે પુરુષાર્થ તો કહેવો જ પડેને ? “હંઅ... કંઈક કરું.” બસ, હા, અહંકારે કરીને. પછી આ અહંકાર આગળ ઓગાળાય પાછો. વખત પુરુષાર્થી નથી, પુરુષ પુરુષાર્થી છે.
શલાકા પુરુષો, ત્રેસઠ કેમ ? પ્રશ્નકર્તા: જૈનોમાં ચોવીસ તીર્થંકર ભગવાન કહ્યા છે. બીજે ચોવીસ અવતાર કહ્યા છે અને ચોવીસ પયગંબર. આ બધા ચોવીસ કેમ, કોઇ ત્રેવીસ નહીં, કોઇ પચ્ચીસ નહીં ?
દાદાશ્રી : ખરેખર ચોવીસ નહીં, ૬૩ શલાકા પુરુષના આ બધા ભાગ પાડેલા છે.
પ્રશ્નકર્તા: પણ એ ૬૩ કેમ ? એ કોણે નક્કી કર્યું ? દાદાશ્રી : એ કુદરતી, નેચરલ એડજસ્ટમેન્ટ છે.
પ્રશ્નકર્તા: કબૂલ કરું છું, પણ ૬૩ કોણે નક્કી કર્યા ? કેમ ૬૨ નક્કી ન કર્યા ?
- દાદાશ્રી : નહીં તો ૬૪ રાખત. અને તે એક ફેરાને માટે નથી, નિરંતર આનો આ જ ક્રમ છે. નેચરલ છે ! જેમ 2 H ને 0, બે ભેગા થાય ને બીજાં કારણ ભેગાં થયાં, કે તરત પાણી થઇ જાય. હવે કો'ક માણસ કહેશે, કે “ના, અહીં 1 H કેમ નહીં ? 3 H કેમ નહીં ? એટલે એ નેચરલ વસ્તુ છે. આમાં તીર્થકરોના શબ્દો, એ તીર્થંકર પોતે એમ નથી કહેતા કે આ મારું જ્ઞાન છે. કોઇ એમ કહી શકે એવું નથી કે આ જ્ઞાન અમારી સમજણ છે. આ પરાપૂર્વથી આવેલું જે જ્ઞાન છે, તેનું તે જ જ્ઞાન ચાલુ છે. કાળેય નેચરલ વહ્યા જ કરે છે. એ કાયદો જ છે. નેચરલ એડજસ્ટમેન્ટ છે આ. એમાં ચાલે નહીં. નેચરલમાં કશું ફેરફાર ના થઈ શકે. 2 H ને 0, નહીં ? એનાં જેવી સાયન્ટિફિક