________________
૭૯
૮૦
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
પાક્યો, તે તમે મને ભેગા થયા.
પ્રશ્નકર્તા : આવો કાળ પાકે ત્યારે જ આવું જ્ઞાન થાય ને ?
દાદાશ્રી : કાળ પાક્યા સિવાય તો કોઈ દા'ડોય કેરી યે ના આવે આંબે.
પ્રશ્નકર્તા : દાદા, તો પછી મોક્ષનું અવલંબન કાળ છે, એમ થયું
(૪) કાળ તત્ત્વ ! સ્વતંત્ર રીતે કામ કરે છે ?
દાદાશ્રી : હા, અને કાળ જો મુખ્ય વસ્તુ હોય તો કાળ બધા ઉપર રોફ પાડે કે ‘હું તો તમે બધા છો.” એટલે કાળનેય કહે છે કે “તું તારા બાપને ઘેર જા. તું ના હોય તો ચાલે એવું છે, તું રોફ ના મારીશ.'
પ્રશ્નકર્તા : કાળના આધીનેય નહીં ?
દાદાશ્રી : નહીં, એટલે વ્યવસ્થિતના આધીન કહે છે. બધા આપણે ભેગા થઈએ તો કામ થઈ જાય. કાળને કહે છે કે બધા આપણે ભેગા થઈએ, તો બધું કામ થઈ જશે. એટલે કાળને આધીન હોય તો પછી છે તે કરવાનું જ શું રહ્યું ? એવું કહે, ‘કાળ પાકશે ત્યારે મોક્ષ થશે જ એનો.” પણ એવું નથી.
પ્રશ્નકર્તા : પછી અજ્ઞાનતાના ભાવે કર્મ બંધાય, તો એનું શું કરવું ?
દાદાશ્રી : એ તો બંધાયા જ કરવાનાં. એટલે ભાન નથી ને આવું બોલે, કાળ પાકશે તો થશે. એવું અવળું બોલે તેથી અવળાં કર્મ બંધાય. ને પછી છે તે અવળું જ થાય.
એવું છે ને, કાળ જ્યારે પાકે ત્યારે આપણને એવાં મોક્ષે જવાનાં સાધનો બધા મળી આવે, સત્ શાસ્ત્રો એવાં મળી આવે, જ્ઞાની પુરુષ મળી આવે.
પ્રશ્નકર્તા : એ પ્રમાણે બધા સંયોગો ભેગા થાય ?
દાદાશ્રી : હા, બધું સાધન મળી આવે. સંયોગો બધા બદલાયા કરે. સાધનો બધાં મળી આવે કે ના મળી આવે, કાળ પાકે ત્યારે ?
પ્રશ્નકર્તા : બધું મળી આવે.
દાદાશ્રી : જ્ઞાની પુરુષ મળી આવે, બધું મળી આવે. એટલે આ તમેય હતા ને હુંય હતો, પણ તે કાળ પાક્યો નહોતો. આ જે કાળ
દાદાશ્રી : જો કાળને એમ જ કહીએ, કે ‘કાળ તું જ કરું છું', તો કાળ એ આખી દુનિયાનો ઉપરી થઈ ગયો. એટલે સત્તાવાહી થયો અને સત્તાવાહી થયો, માટે એ વીતરાગનું વિજ્ઞાન ોય. કોઈ પણ વસ્તુ સત્તાવાહી ગણાય, તો એ વીતરાગનું વિજ્ઞાન હોય. જગતમાં કોઈ ઉપરી છે નહીં.
કોઈ કહે કે, આ જગત ઈશ્વરે બનાવ્યું તો પછી વીતરાગનું વિજ્ઞાન હોય છે. સત્તાવાહી કે કાળ જ આમ કરે છે એમ કહ્યું કે સત્તાવાહી હોય. ફેડરલ કોઝિઝ (સમુચ્ચય કારણો છે. આના બધા જે કોઝિઝ છે તે ફેડરલ કોઝિઝ છે.
પ્રશ્નકર્તા : તો પછી કાળનું મહત્વ શું ? કંઈ જ નહીં ને તો પછી ?
દાદાશ્રી : નહીં, કાળ એ વન ઑફ ધી કોઝિઝ છે. પાર્લામેન્ટરી પદ્ધત છે આ બધી. આમાં બીજું કશું છે નહીં. નિર્અહંકારી સ્વરૂપ આ જગત છે. કોઈ એમ ન બોલી શકે કે મેં આ કર્યું.’ તેથી જ્ઞાનીઓ કહે છે કે, અમે તો ઉઘાડું જ કહીએ ને કે ભઈ, અમે નિમિત્ત છીએ. અમે આના કંઈ કર્તા નથી.
કાળ અને પુરુષાર્થતી ભેદરેખા ! એક જણ ભગવાન પાસે આવ્યા ને કહ્યું કે, ‘ભગવાન, મને તો આ ભવમાં જ મોક્ષ મળે તેવું કરો, તમે કહો તે સંયમ લેવા તૈયાર