________________
(૪) કાળ તત્ત્વ !
૭૮
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
છૂટાં થયા. અને પેલા જે ગલન છે એમાં તો કંઈ ફેરફાર થાય નહીં. એ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ જે ભાવે થવાના હોય, એ પ્રમાણે ગલન થયા કરે. બની ગયેલી વસ્તુ છે, એમાં કોઈ ફેરફાર થાય નહીં.
જ્ઞાની પુરુષ એટલે શું ? અરીસો ! તમારું જેવું હોય તેવું દેખાય. કારણ કે જ્ઞાની પુરુષ સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વભાવ ને સ્વકાળમાં રહે છે. ચારેય રીતે સ્વમાં રહે છે. ખાલી અંગૂઠે અડ્યો તો પણ કલ્યાણ થાય.
વિશેષણ ત્યાં કાળતી મર્યાદા ! પ્રશ્નકર્તા : કાળાતીત તત્ત્વ છે તે અને અક્રમ વિજ્ઞાન એ બેમાં સમાનતા અને તફાવત સમજાવવા કૃપા કરશો.
દાદાશ્રી : અક્રમ વિજ્ઞાન એમાં એક્રમ એ તો વિશેષણ છે, પણ વિજ્ઞાન અને કાળાતીત તત્ત્વ છે એક જ છે. એટલે આ વિશેષણ બે પ્રકારના. આ વિજ્ઞાનને જાણવા માટે ક્રમ માર્ગ અને અક્રમ માર્ગ. તે આપણો આ એક્રમ માર્ગ છે, ફક્ત. બાકી જે વિજ્ઞાન શબ્દ છે તે જ કાળાતીત તત્ત્વ છે. એમાં ફેર નથી અને વિશેષણ છે એટલે
જ્યાં જરૂરિયાત ત્યાં વિશેષણ હોય હંમેશાં. પછી આત્મા ઉપર વિશેષણ ટકતું જ નથી. વિશેષણ એટલે શું, અમુક કાળ સુધી એ ટકે અને પછી ઊડી જાય.
પ્રશ્નકર્તા એટલે વિશેષણ જે હોય, તેને કાળની મર્યાદા હોય ?
દાદાશ્રી : હા, કાળની મર્યાદા જ, એનું નામ વિશેષણ. એટલે શું, કે કાળના આધારે એને પ્રાપ્ત થયેલી વસ્તુ. એ પછી એના કાળની મર્યાદા પૂરી થઈ એટલે વિશેષણ ઊડી જાય.
- તિશ્ચિત નહીં, વ્યવસ્થિત છે ! આ તો અનુભવની વાણી કહેવાય. શાસ્ત્રમાં આવું બધું લખેલું ના હોય ને મેળ પડે નહીં આપણને. કરોડો ઉપાય, કરોડો અવતાર આત્મા પ્રાપ્ત થાય એવો નથી. અને સાધુ મહારાજને પૂછવા જાવ,
ત્યારે કહેશે, ‘ભઈ, આ તમે તો શું ત્યાગ કર્યો છે ? હજુ કેટલાય અવતાર સુધી ત્યાગ કરીશું તોય આત્મા પ્રાપ્ત થાય એવો નથી, સહેલી વસ્તુ નથી એ.’ અનંત અવતારથી છીએ, આ કંઈ બે-પાંચ અવતારથી છીએ આપણે ? અનંત અવતારથી ભટક ભટક કરીએ છીએ ત્યારે શું આવી દશા કોઈ દહાડો ઊંચે નહીં ગઈ હોય ? ત્યારે કહે, ના, તીર્થંકરની પાસે બેસી રહ્યો હતો, તોય આ બૂઝયો નથી, મૂઓ.
આ ચોવીસી થયા કરે છે ને, તેમાં ત્યાં જઈને બેસી રહે. સાંભળે બધુંય, પણ હતો તેનો તે. ભગવાને કહ્યું કે ભઈ, એમાં તીર્થંકરનો દોષ નથી ને એ જીવનય દોષ નથી. એનો કાળ પાક્યો નથી તેથી. કાળ પાકવો જોઈએ ને !
પ્રશ્નકર્તા ઃ તો દાદા, એ બધું નિશ્ચિત હોય ?
દાદાશ્રી : નિશ્ચિત ખરું, પણ આ રીતે નિશ્ચિત નહીં. નિશ્ચિત ખરું કે ખરું, પણ નિશ્ચિત નહીં એ નહીં. તેથી અમે ‘વ્યવસ્થિત’ કહીએ છીએ ને, તમે કામ કરે જાવ. એ નિશ્ચિત હોય તો બગડી જાય, નિશ્ચિત એટલે એકલું બનવાનું છે તે બનવાનું જ છે પણ એવું નથી. એવું નિશ્ચિત હોય તો તમે અહીં આવો જ નહીં. અગર તો અહીં આવો ખરા પણ તમારા ભાવો કેવા હોય ? ના ગયા હોત તોય શું, એવો ભાવ કરે. એ ભાવ બગાડી નાખો બધા, ભાવ બગડી જાય.
પ્રસનકર્તા : હા, નીતિ ને ભાવ બગડી જાય.
દાદાશ્રી : હં, એવું હોય. જ્ઞાની પુરુષ તો જેવું છે એવું કહેશે એ પ્રમાણે ચાલો.
સૌ લોક કાળને ધક્કો મારે છે. દરેક કાર્યમાં કાળ પણ મુખ્ય વસ્તુ છે. કાળ પાડ્યા વિના કશું જ બની ના શકે. માટે કાળ પાકવા દેજો. તેની સામે ના થશો. બાકી, કાળ પાક્યા વગર કશું થાય નહીં.
પ્રશ્નકર્તા : એટલે બધા માટે કાળની મુખ્ય જરૂર છે, કાળ